________________
પ્રસ્તાવના
ચડવા માટે આવું દાન ( પ્રથમ પગથિયા સમાન છે એમ લાકે પ્રસિદ્ધ થાય છે. * એક બાજુ પ્રભુ વરસીદાન આપે છે ત્યારે રામચંદ્ર રાજા પિતા રાજ્યમાં સર્વત્ર અન્ન, , ચાર કાય આહારે, રથ, ડાબ, વ, અલંકાર, ગામ, આકર, નગર વગેરે જેને જે જોઈએ તે પ્રમાણે દાન આપી પિતૃભક્તિ સાથે શાસનપ્રભાવના કરે છે. ત્રણ અબજ એસી કોડ અને એંશી લાખ સુવર્ણ મહોરનું વરસીદાન પ્રભુ આપે છે કે જે દાન લેનાર યાચકો પણ ઉલટા દાન દેવાની શકિતવાળા બની જાય છે. પરમાત્મા આ રીતે અસાધારણ, અનુપમ, અપરિચિત અને અગણિત વરસીદાન આપ્યા પછી મોહનો ત્યાગ કરી સંયમરૂપી રથ પર આરોહણ થવા માટે નિધિ સમાન વ્રત ગ્રહણ કરવાની ઈચ્છાવાળા પરમાત્મા વિધિપૂર્વક બલિવિધાન કરી બે ઉપવાસ છ )ને તપ કરે છે. પછી આસનકંપથી પરમાત્માનો તિક્ષાસમય જાણી બધા ઈન્દ્ર મહારાજાઓ અને સેમચંદ્ર વગેરે રાજવીઓ પ્રભુને દીક્ષાભિષેક કરવા વિનંતિ કરતાં પરમાત્માને આદેશ મળવાથી દેવદારા વીર્થજળ મંગાવી, પ્રથમ દે અને રાજાઓ પ્રભુને અભિષેક કરી સુગંધી વસ્ત્રો વડે શરીર લુછી બે દિવ્ય વસ્ત્ર પરિધાન કરેલા પરમાત્માની સ્તુતિ કરે છે. (પા. ૧૭૬ ) પછી સેમચંદ્ર રાજાએ મણિની પીઠિકાવાળી, રત્નના સિંહાસન યુક્ત ઉત્તમ પ્રકારની વિમળપ્રભા નામની શિબિકા સેવકવર્ગ પાસે તયાર કરાવી અને ઇન્દ્ર મહારાજે પણ દેવદાર સેમચંદ્ર રાજવીની જેવી શિબિકા તૈયાર કરાવી. રાજવીએ બનાવેલી શિબિકામાં તે ખલ થઈ ગઈ, કે તરત જ પરમાત્મા સિંહાસનથી ઊઠી શિબિકાને પ્રદક્ષિણા આપી તેમાં પૂર્વાભિમુખે સિંહાસન ઉપર બિરાજમાન થાય છે, કે તરત જ દેવદાન, રાજાઓ, ચામર, છત્ર વગેરે સહિત શિબિકાને વહન કરે છે, પરમાત્માની આગળ રત્નમય અષ્ટમંગળ-કળશ, છત્ર, ઝારી, દેના હાથમાં રહેલ મહાધ્વજ, પતાકાઓ ઘુઘરીયુક્ત, વૈર્યમણિના દંડવાળું સફેદ છત્ર, સિંહાસન અને પાદપીઠ એ અષ્ટ મંગળ, પછી ઉતમ રીતે શણગારેલા એકસો આઠ ઉત્તમ અશ્વો, તેવા અને તેટલા જ હસ્તિઓ, , તેટલા જ સુભ અને અસંખ્ય પ્રકારની ચતુરંગી સેના ચાલવા લાગી. પછી જોજન ઊંચે, હજારો નાની ધ્વજાઓ, અને છત્રોથી યુક્ત લટકતી પુપમાળાઓ, વિર્ય -મણિના દંડવાળો અને દેવડે ઉપાડેલ મહેદ્રવજ આગળ ચાલવા લાગે છે. ત્યારબાદ અશ્વ, રથ, હસ્તિ વગેરે વાહન ઉપર બેઠેલા રાજાઓ, ક્ષત્રિય, સેનાપતિઓ, વિમાનમાં રહેલ દેવીઓ, પિતાના પરિવાર સાથે ચાલવા લાગે છે. ત્યારબાદ અલંકાર સંછ જયકુંવર નામના હસ્તિ ઉપર છત્ર અને ચામરથી વિંજાતા સેમચંદ્ર રાજવી પોતાના સૈન્ય સહિત પરમાત્માની પાછળ ચાલે છે. પુષ્પવૃષ્ટિ થાય છે, દાન અપાય છે. એ રીતે ચાલતાં ચાલતાં સહસ્ત્રાગ્ર વનમાં પરમાત્મા આવી પહોંચે છે. તે વનમાં છએ ઋતુઓના ભાવ વર્તાતા હેવાથી સર્વ ધંધાનોમાં જાણે કે અગ્રેસરપણું પ્રાપ્ત કર્યું હોય તેમ શોભવા લાગે છે. તે વનમાં હિંદુ નામના વૃક્ષ નીચે ઇન્ડે પિતાના હસ્તને ટેકે આપતાં પરમાત્મા તે શિબિકા ઉપરથી નીચે ઉતરી, સંયમરૂપી જામીને આલિંગન આપવામાં વિદરૂપ સવ અલંકારોને ઉતારી નાંખે છે. બેંતાળીશ લાખ વર્ષ પર્યત રક્ષણ કરેલી રાજ્યલક્ષ્મીને એને લાગેલ ધૂળની માફક ત્યાગ કરી, ફાલ્ગન વદી તેરશને દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યું છતે પૂર્વાલસમયે પાંચમુષ્ટિ લોન્ચ કર્યો કે જે કેશને ઇન્ડે દિવ્ય વસ્ત્રમાં લઈ ક્ષીરસમુદ્રમાં નાંખી ત્યાં આવી કોલાહલનું નિવારણું કરે છે; તરતજ પરમાત્માએ સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને સાવધાગના પચ્ચકખાણું સ્વીકારતાં તરત જ પરમાત્માને એવું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. ( દરેક તીર્થકર ભગવંતને આ રીતે ચોથું જ્ઞાન પ્રગટ થાય છે. ) તે વખતે પરમાત્માના હજાર મિત્ર રાજવીઓ પણ સાથે વ્રતે સ્વીકારે છે અને દેવે મનુષ્યોને જય જય એવો ધ્વનિ સર્વ વિશ્વમાં વ્યાપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com