________________
પ્રસ્તાવના
સ - આઠમા ( પા. ૧૬૬ થી પા. ૧૮૨ સુધી )
શ્રી વિષ્ણુ રાજાના ક્રમાવવાથી શ્રી શ્રેયાંસકુમાર કાંપિલ્મપુર પ્રાંત જ્યાં પ્રયાણ કરે છે ત્યાં દેવદુદભી વાગે છે. કુમારને સાભાગ્યવતી સ્ત્રીએ માંગલિક કરે છે, અને ચતુરંગી સૈન્ય અને સામતવથી સયુક્ત શ્વેત હાથી પર બિરાજેલા પ્રધાન પુરુષોની સાથે શ્રેયાંસકુમાર જ્યાં પ્રયાણ કરતાં પ્રથમ પડાવ નાંખે છે ત્યાં સાધ ઇન્દ્ર પોતાના માતથી નામના સારથી સાથે પોતાના રથ મેાકલે છે. સારથીની વિન ંતિ. થી પ્રભુ રથમાં બિરાજમાન થાય છે, અને અનુક્રમે રનગા નદીના કિનારે આવી પહોંચે છે જ્યાં કુમારાવડે કિનારો અવરાયેલ હોવાથી નદી ( પ્રભુના પ્રભાવવડે) પોતાને પ્રવાહ બીજી તરફ વાળે છે. શ્રેયાંસકુમાર ત્યાં પડાવ નાખે છે. પૂર્વે કરેલા પુણ્ય આવેા પ્રભાવ જાણી અન્ય રાજકુમારે અભિમાન રહિત બનતાં પ્રભુનાં ચરણે સ્વીકારવા ઉચિત છે એમ વિચારે છે.
શ્રીકાંતાને વરવા માટે જતાં ખીન્ન અભિમાની રાજકુમારોને, સામ તેાએ શ્રેયાંસકુમાર ત્રણ ભુવનના સ્વામી, દીપક સમાન અને ત્રણ ભુવનના પુજનીય હોઇ નમસ્કારને યાગ્ય છે, એમ જણાવવાથી રાજકુમારો સદેહયુક્ત ચિત્તવાળા બનવાથી પ્રભુ પાસે જતાં તે મારી આપશે કે નહી' તેવા વિચાર કરે છે જેવામાં ચંદ્રચૂડ નામના કુમાર કહે છે કે—પ્રભુ કૃપાળુ છે માટે શ ંકાને દૂર કરી સ્કંધ ઉપર કુહાડા રાખી જાઓ. તેવી રીતે શ્રેયાંસકુમારના આવાસે આવે છે ત્યાં સ્કંધ ઉપરથી કુમારની આજ્ઞાથી કુહાડા ઉતરાવે છે જેથી દરેક પોતપાતાના કેશસમૂહને છૂટા મૂકી કુમાર પાસે આવે છે. (કેશ છૂટા મૂકી સ્કંધ ઉપર કુહાડા લઇ પોતાના કરતાં મહાન પુરુષ પાસે જવાથી તેવા મનુષ્ય ક્ષમાપાત્ર બને છે, આવે ક્રમ પૂર્વકાળમાં હતો. ) “ અમારા અભ્યુદય થયેલ છે કે તેથી આપના દર્શનને લાભ મળ્યા છે,'' એમ કહી પૃથ્વીપીઠ ઉપર મસ્તક નમાવી પોતાના અપરાધની માફી માગી કુમારના ગુણાની અનેક રીતે પ્રશંસા કરે છે. હવે શ્રીકાંતાના પિતા આનંદધન નગરની અતિ ઉત્તમ પ્રકારે શેાભા કરાવી સૈન્ય સહિત સામે આવે છે. શ્રેયાંસકુમારનું બહુમાન તેમજ સ્તુતિ-પ્રશંસા રાજા કરે છે (પા. ૧૬૮ ) હવે નગર તરફ પ્રયાણ કરતાં કુમાર અશોકવનની મધ્યમાં આવે છે ત્યાં યક્ષ સ્વાગત કરે છે, જ્યાં બેસતાં વૃક્ષ પણ છાયા કરે છે. એવા એવા પુણ્યયેાગથી થતાં અનેક આશ્ચર્યો જોઇ જનતા જગતસ્વામીના અપુ ણ્યની પ્રશંસા કરે છે. પછી આનંદન રાજા સો સત્કાર કરી, જ્યાતિષીઓને ખેલાવી, લગ્નમુ નક્કી કરી પછી વરવધૂને સુગંધી ઔષધવાળા પાણીવડે સ્નાન કરાવી, વસ્ત્રાલંકારો પહેરાવી, વાજિંત્રાના નાદ સાથે શ્રેયાંસકુમારનું શ્રીકાન્તા સાથે પાણિગ્રહણુ મહે।ત્સવ થાય છે. રાજા કુમારને પટહસ્તી, ઉત્તમ અશ્વો, ઉત્તમાત્તમ અનેક વસ્તુઓ આપે છે અને પોતાની પુત્રીને શાન્તવન આપી વિદાય કરે છે. શ્રેયાંસકુમાર પોતાના નગર તરફ પ્રયાણ કરતાં રસ્તામાં અનેક થળે સત્કાર પામી પોતાના સિંહપુર નગરના સહસ્રામ્રવનમાં આવી પહેાંચે છે, જ્યાં સિંહરાજા નગરને અનુપમ રીતે શણગારાવે છે, દેવ સમૂહ પણ ત્યાં હાજર થાય છે અને પિતા નગરપ્રવેશ કરાવે છે. નગરની સ્ત્રીએ પ્રભુ અને શ્રીકાન્તાના રૂપની પ્રશંસા કરતાં અનેક જાતનેા વાર્તાલાપ કરે છે. તે નગરની શેાભા, સામૈયુ વગેરેનું વર્ણન ગ્રંથકર્તા મહારાજે જે કરેલ છે તે વાંચવા જેવુ છે. પરમાત્મા માટે તે સર્વ હોઈ શકે છે. (પા. ૧૭૦)
૪૯
પ્રભુ મહેલમાં પ્રવેશ કરતાં માતાપિતા વધામણા કરવા સાથે આશીર્વાંચન આપે છે.
આના
ત્રણ જ્ઞાનવડે સંસારને આકડાના રૂ સરખા તુચ્છ સમજવા છતાં, સંસારરૂપી કૂવામાં પડતાં પ્રાણીાના ઉદ્ધાર કરનારા હોવા છતાં, પૂર્વભવથી પ્રગટેલા માતાપિતાના આગ્રહને જાણવા છતાં “ કર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com