________________
૪૮
પ્રસ્તાવના આવાસે ગયો. ત્યાં ભેજન વસ્ત્રાદિકથી સન્માન કરી “ આપ મારા સ્વામી છે, હું આપને સેવક છું, આ સમગ્ર લક્ષ્મી આપની છે.” એમ કહી હું ખી ધારણ કરી કુલિનપુરથી કેમ આ છું ? એમ પૂછતાં તમે મને કેમ ઓળખે તેમ મેં જણાવતાં, હું પણું કુ ડિનપુરનો રહેવાસી છું, મારું નામ બ કમાર છે, પોતે પણ કંડિનપુરથી દ્રવ્યોપાર્જન કરવા આવ્યો છે અને શ્રી શ્રેયાંસકુમારના શ્રેષ્ઠ સદભાવથી મેં ઇચ્છા કરતાં વિશેષ લક્ષ્મી પ્રાપ્ત કરી છે. તેમ તેણે કહ્યું. પછી મારી કુમારને જોવાની છા જાણી તે યુવક શ્રીકુમારની સાથે કુમારના દર્શનાર્થે હુ રાજ્યમહેલમાં ગયા. ત્યાં સુવર્ણની , બનાવેલ અશ્વશાળા, ગજશાળા વગેરે સુંદર ભૂમિકા, તેમજ દેવ, દેવાંગનાઓ, મંત્રી વર્ગ અનેક રાજાઓ વગેરેથી વિભૂષિત બત્રીસ પ્રકારના ભજવાતા નાટકો વગેરેથી અનુપમ અને રત્નજડિત સિંહાસન ઉપર શ્રી શ્રેયાંસનાથ કુમારને બેઠેલા જોઈ, તેમને નમસ્કાર કરી તેમણે આપેલ આસન ઉપર બેસી, મને કુશલ સમાચાર પૂછી, મને મુકટ સિવાયના સર્વ આભૂષણ અને પિતાના કરતાં પણ વિશાળ કંકણપુરતું રાજ્ય પરમાત્માએ આપ્યું અને મેં શ્રીકુમારને માર મંત્રી બનાવ્યું. પછી પાંચ દિવસ ત્યાં રહીને પરમાત્માની આજ્ઞા લઈને કંકણપુર જાય છે. શ્રીકાતાના અસાધારણ રૂપની ખ્યાતિ સાંભળી તે અહિ આવેલ છે અને આ કુંડલયુગલ શ્રીકાન્તાને યોગ્ય જ છે એમ કહી જયસિંહ કુમાર પિતાના આવાસે જાય છે. પછી કુંડલ પહેરવાથી અહિ શ્રીકામદેવ કાંતાના હૃદયને વીંધી નાખે છે અને માત્ર શ્રેયાંસકુમારનું ધ્યાન ધરતી કે ઈ સાથે વાત નહિં કરતી મીન ધારણ કરે છે. સખીવર્ગ તેને આશ્વાસન આપે છે. શ્રીકાન્તા ફક્ત કુંડલયુગને જોતી, પૂજતી અને પ્રણામ કરતી તે તેની પર કતરેલ શ્રેયાંસનાથના નામને મંત્રની માફક સ્મરતી રહે છે.
શ્રેયાંસકુમારની પ્રત્યે શ્રીકાન્તા અનુરાગ ધરાવે છે ને તેની માતા ઉચિત માને છે તેમ જાણ કુમારી આનંદ પામે છે. કુમારના નામરૂપી મંત્રાક્ષનું વારંવાર સ્મરણ કરે છે. શ્રીકાન્તાનું અતિ સૌંદર્ય સાંભળી અન્ય રાજાઓ પોતાના કુંવરો માટે તેની માંગણી કરવા એક સાથે કપિલપુરમાં એકઠા થાય છે. આવેલા સર્વ રાજાના પ્રધાન પુરુષે આગળ જ્યોતિષીએ રાજાને જણાવેલ સાત કારણે સાચા કરી બતાવશે તેને હું મારી પુત્રી આપીશ એમ કુંવરીના પિતા આનંદવર્ધન સર્વને જણાવે છે.
સંદર્ય, રૂ૫ વગેરેને મોહવશ થયેલા મનુષ્યો જેમ તે પ્રાપ્ત કરવા કેવા અધીરા, બાવરા અથવા ઘેલછાવાળા બને છે તે અહિં ગ્રંથકર્તા પૂજન આચાર્યશ્રી જણાવે છે. અત્રે શ્રીકાન્તાની માંગણી કરવા આવેલા અન્ય રાજપુત્ર ગામની બહાર રત્નગર્ભા નદીના કિનારે પડાવ નાંખી ત્યાં સુવે છે, કેટલાક આતાપના લે છે, કેટલાક પૂજા કરે છે, કેટલાક નદીને પ્રણામ, સ્તુતિ કરી કેટલાક ઉપવાસ કરી રહ્યા છે. જાઓ ! મેહના ઉછાળા ! (જ્ઞાની મહારાજાઓએ મેહ, રાગ વગેરેનું જે સ્વરૂપ બતાવ્યું છે તે મનુષ્ય વિચારે તે એક સોંદર્યવાન સ્ત્રી પ્રાપ્ત કરવા આવી અનેક ચેષ્ટાઓ કરે ખરા ? આ પણ સંસારની એક જાતની જ વિચિત્રતા ) આનંદવર્ધન રાજાના પ્રધાન પુરુષો વિષ્ણુ રાજા પાસે આવી શ્રેયાંસકુમારને કપિલેપુર પિતાની સાથે મેકલવા વિનંતિ કરવાથી વિષ્ણુ રાજા પિતાના મંત્રીઓ સાથે સાતે પ્રકારના કાર્યો માટે શું કરવું તે વિચારે છે. જો કે “ જ્યોતિષી લોકોના કહેવામાં આવેલ પ્રમાણે શ્રેયાંસકુમારની પત્ની શ્રીકાન્તા થશે અને કુમાર તે તીર્થંકર થવાની છે, તે કોઈ જાતની શ કા રાખવાનું કારણ નથી. કુમારના પૂર્વ પૂર્યોદયથી આવી ઉત્તમ કન્યા પ્રાપ્ત થઈ છે. વગેરે અનેક આનંદજનક યોગ્ય વચને મુખ્ય મંત્રીના સાંભળી વિષ્ણુ રાજ ફરી સભામાં આવે છે.) આ સાતમા સગમાં શ્રી શ્રેયાંસકુમારને જન્મ, તરુણાવસ્થા, રૂપવર્ણન, શ્રીકાન્તાનો અનુરાગ અને કાંપિયપુરથી પ્રધાન પુરુષનું આગમન વગેરે હકીકતે આપવામાં આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com