________________
પ્રસ્તાવના
વેલડીના અંકુરા સમાન પુત્ર પ્રાપ્ત થશે ” તેમ જાણી, અતિ આનંદ પામી, માતા પિતાના વસ્ત્રને છેડે શકુનની ગાંઠ બાંધે છે. (સારું સ્વપ્ન આવે ત્યારે મનુષ્ય સૂઈ ન જતાં પિતાના વસ્ત્રના છેડે ગાંઠ બાંધવી અને નિદ્રા ન લેતાં પ્રાત:કાળ સુધી પરમાત્માનું સ્મરણ કરવું જેથી તે શુભ સ્વપ્ન સારું ફળ આપે છે.) આ બાજુ હર્ષભર ઇદ્રોએ એક સાથે આવી, પ્રભુની માતાને નમસ્કાર કરી, “જગતને પ્રકાશિત કરનાર પુત્રને જન્મ આપનાર તમે પ્રશંસાને પાત્ર છે,” વગેરે માતાની સ્તુતિ કરી સુગંધી જળપુષ્પની વૃષ્ટિ કરી દેવેન્દ્રો સ્વર્ગમાં જાય છે.
સવારમાં વિષ્ણુ રાજા સ્વપ્ન પાઠકને બોલાવે છે. સ્તનપાઠકે ૧ હસ્તિના સ્વનિથી આપના પુત્ર દાન-ધનની વૃષ્ટિ કરનાર, ૨ બળદના સ્વપ્નથી સમસ્ત પૃથ્વીના ભારને વહન કરનાર, ૩ સિંહના સ્વપ્નથી અત્યંત બલીછ બનશે, ૪ લક્ષ્મીદેવીના સ્વપ્નથી મેરુપર્વત પર તેમને અભિષેક થશે, ૫ પુષ્પમાળાના સ્વપ્નથી દેવસમૂહથી પૂજાશે, ૬ ચંદ્રના દર્શનથી નેત્રને આનંદ આપનાર તેમજ કલાના ભંડાર બનશે, ૭ સૂર્યના દર્શનથી જનતાના શોકને દૂર કરશે, ૮ ધ્વજના દર્શનથી જગતરૂપી મંદિરના શિખર પર સ્થિત થશે, ૯ જળથી પરિપૂર્ણ સુવર્ણ કુંભના દર્શનથી સંતાપ દૂર કરનાર થશે, ૧૦ પદ્મ સરોવરના જોવાથી લક્ષ્મીના આવાસભૂત બનશે, ૧૧ સમુદ્રના સ્વપ્નથી ગુણરૂપી રત્નને સમુદ્ર બનશે, ૧૨ વિમાનના દર્શનથી તેઓ સ્વર્ગમાંથી આવ્યા છે તેમ સૂચવે છે, ૧૩ રત્નસમૂહ જોવાથી તે પુરુષરત્નોથી સેવા કરાશે અને ૧૪ અગ્નિના જોવાથી સકળ કર્મને દગ્ધ કરનાર થશે. જેમના ચરણની સેવા દેવેન્દ્રો પણ કરશે તે તીર્થંકર પુત્ર ત્રણ જગતને સ્વામી આપને પુત્ર થશે. પછી સાત પેઢી ચાલે તેટલું દ્રવ્ય સ્વપ્ન પાઠકને આપે છે. તીર્થકર ભગવંત જ્યારથી ગર્ભમાં આવે છે ત્યારથી તે દેશમાં ધન, ધાન્ય સુવર્ણાદિકની વૃદ્ધિ થવા માંડે છે તે રીતે અહિં પણ થાય છે.
વિણુ રાજાના મહેલમાં સુવર્ણ અને ભાણિયથી જડેલી દેવતાધિષિત એક શ્રેષ્ઠ શવ્યા હતી, જેના ઉપર કોઈ મનુષ્ય બેસે તે ઉપદ્રવ થતા, તેથી તેના ઉપર કોઈ બેસી શકતા ન હતા. પ્રભુની માતાને તેના પર બેસવાનો દાહ થવાથી તેના પર બેઠા પરંતુ પ્રભુના પ્રભાવથી દેવોએ ઉપદ્રવ ન કરતાં માતાની રક્ષા કરી. ગૃહવ્યવસ્થા સંબંધી સમસ્ત કાયની વ્યવસ્થા ગૃહના નાયકની જેમ સીધર્મપતિ ઈદ્ર કરવા લાગ્યા.
ફાગણ વદી ૧૨ ના દિવસે ચંદ્રશ્રવણ નક્ષત્રમાં, તેમજ બધા ઉચ્ચ સ્થાને આવતાં શ્રી વિષ્ણુદેવી પુત્રરત્નને જન્મ આપે છે. કાશ્યપગેત્રમાં ભગવંતને જન્મ થાય છે. ત્રણે ભુવનમાં અચાનક પ્રકાશ પ્રસરે છે. તરત જ આસન કંપથી અવધિજ્ઞાનદ્વારા ભગવંતને જન્મ જાણું અધે લોકમાં રહેનારી આઠ દિફકમારિકાઓ ત્યાં આવી માતા અને પ્રભુને નમી જમીન સાફ કરે છે. ઊર્વ લેકની આઠ કુમારિકાઓ આવી સૂતિકાગ્રહની ચારે બાજુ ગધેલ્કની વૃષ્ટિ કરે છે, પૂર્વ રૂચકની કુમારિકા હસ્તમાં દર્પણ ધરતી, પશ્ચિમ દિશાની આઠ કળશને ધારણ કરનારી, દક્ષિણ ચીની આઠ વીંઝણાને (પંખાને) હાથમાં ધારણ કરનારી, ઉત્તર રૂયકની આઠ ચમારને વિંઝતી કુમારિકાઓ, રૂચ પર્વતની વિદિશામાંથી પણ દીપકને ધારણ કરતી ચાર કુમારિકાઓ આવી પોતાની દિશામાં પ્રભુના ગુણગાન કતી ઊભી રહે છે પછી મધયકની ચાર કુમારિકાઓ આવી ચાર આંગળ શેષ રાખી પરમાત્માના નાળનું છેદન કરી, ખાડે બેઠી, તે ખાડાને રનોથી ભરી તેના ઉપર દુર્વાઓથી વિશાળ પીઠિકા બાંધે છે. સૂતિકાગ્રહની પશ્ચિમ દિશા ત્યજી દઈ ત્રણ દિશાઓમાં કલીગૃહમાં પ્રભુ સહિત માતાને લઈ જઈ રત્નસિંહાસન પર બેસાડી બન્નેનું અભંગન (સુગંધી તેલોનું માર્જન) કરી પૂર્વ દિશાના કદલીમાં સ્નાનાભિષેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com