________________
પ્રસ્તાવના
૩૩
પુત્રપ્રાપ્તિ માટે માતપિતા પિતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. અભ્યાસની ૩ વય થતાં રાજા કુમારને કલાચાર્યને સોંપે છે. કુમાર સમસ્ત કલાઓ શીખી લેતાં, ક્ષાચાર્યે તેના પિતાને જણાવતાં કલાચાર્યને દાન આપી સંતુષ્ટ કરે છે.
એટલામાં મનને ઉમાદ પમાડનારી વસંત ઋતુ આવી પહોંચે છે તેનું વર્ણન (૫. ૧૧૨) આપવામાં આવેલું છે. ઇદ્ર મહોત્સવ પ્રસંગે નગરજને પોતપોતાની સંપત્તિ પ્રમાણે ઉધાનમાં જઈ કામદેવપીડિત ક્રીડા કરે છે તે કુમાર જોવે છે એટલામાં રાજાને પ્રધાન આવી “ તો સુંદર વસ્ત્રો પહેરી મનેહર ઉધાનમાં જઈ સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરે” એ રાજાને આશય કુમારને સંભળાવે છે. કુમાર કહે છે કે-“મારા પિતાની આજ્ઞા મારે મસ્તકે ચડાવું છું પરંતુ આવી તુચ્છ ક્રીડા કે જે બીજાએ ઉપાર્જન કરેલી લક્ષ્મીધારા કરવામાં આવે છે તે સજન પુરુષોને અત્યંત લm પમાડે છે જેથી પિતે ઉપાર્જેલી લક્ષ્મીનું દાન કરવાથી જ તે સફળ બને છે કારણ કે નરેન્દ્રો વગેરેને પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ લક્ષ્મી એ દાનના પ્રવાહ માટે છે. તે સાંભળી પ્રધાન રાજા પાસે જઈ કુમારના આ વિચારે જણાવે છે અને કુમારને બેલાવી “ ભેગવિલાસથી તું રાજ્ય અને રાજ્યલક્ષ્મીને સાર્થક કર, આ વખત વૈરાગ્યને નથી.” વગેરે શબ્દોથી કુમારને સમજાવે છે અને છેવટે “તું સંકચરહિતપણે દાન પણ દે” એમ જણાવી કોષાધ્યક્ષને જ કુમાર જે પ્રમાણે માગણી કરે તે પ્રમાણે તારે આપવું.” એમ રાજા આદેશ આપે છે. પછી પિતાની આજ્ઞાને માન આપી યુવાન પુરુષોની સાથે રાવણુ હસ્તિ ઉપર આરૂઢ થઈ કુમાર કોકિલ ઉધાનમાં આવી પિતાની ઈચ્છાપૂર્વક આ મહોત્સવમાં દાન દે છે, કોષાધ્યક્ષ મારફત દાન દેતાં સર્વ ભંડારો ખલાસ થયેલાં જાણી ભુવનભાનુ રાજા અને કુમાર ચિંતાગ્રસ્ત બને છે (કહેવાય છે કે
લક્ષ્મીને ઉપાર્જન કરવામાં ઘણે સમય લાગે છે જ્યારે તેનું દાન આપવામાં નિમેષ માત્ર સમય જોઈએ છીએ ” ). અ ' હવે કુમાર દ્રવ્યપ્રાપ્તિ માટે ચિંતાગ્રસ્ત થઈ પલંગમાં બેઠો છે. તેવામાં તે સ્થળે અંધકારને છિન્નભિન્ન કરતી, છત્ર ચામર યુક્ત સાક્ષાત લક્ષમીદેવી પ્રગટ થાય છે. કુમાર પલંગ પરથી ઊભું થઈ પ્રણામ કરી “માતા! જે કાંઈ કાર્ય હોય તે ફરમાવ” તેમ કહેતાં લક્ષ્મીદેવી કહે છે કે-“હે પુત્ર ! તને ચિંતાતુર જાણી હુ આવી છું. દ્રવ્ય માટે જરા પણ ચિંતા કરીશ નહિં. હું તારા સમસ્ત ભંડારોને પૂર્ણ કરીશ, રૂપનું પરાવર્તન કરનારી આ ગુટિકાનું ગ્રહણ કર અને જરૂર પડે મારું સ્મરણ કરજે.” એમ કહી લક્ષ્મીદેવી અંતર્ધાન થાય છે. હવે ' આ ગુટિકાના પ્રભાવથી મને કોઈ જોઈ-જાણી શકશે નહિં માટે ગુપ્ત વેશે દેશાંતરમાં જઈ અનેક આશ્ચર્યો જેઉં જેથી લોકોને મારા પરનો સ્નેહ પણ જણાઈ આવશે. આ પ્રમાણે વિચાર કરી નલિની ગુમ કુમાર કોઈને જણાવ્યા સિવાય હસ્તમાં ખગ લઇને ચાલી નીકળે છે.
“કલ્પવૃક્ષ પિતે પુષ્કળ તેજસ્વી દ્રવ્યોથી ભંડાર ભરી દઈ ચાલ્યા ગયા છે” એમ સખામાં રાજા જોવે છે અને પ્રાત:કાળે કોષાધ્યક્ષ પણ બધા ભંડાર દ્રવ્યથી ભરાઈ ગયા છે તેમ રાજાને જણાવે છે; જેવામાં એક સજજન પુરુષ આવી “ નલિની ગુલ્મકુમાર જોવામાં આવતાં નથી ” તેમ કહે છે, તે સાંભળી રાજા રાણી સિંહાસન પરથી નીચે પડી જાય છે-મૂછ પામે છે, શુદ્ધિ આવતાં કુમારની તપાસ માટે ઘોડેસ્વારે રવાના કરે છે. અહિં રાજપુર રાજા રાણીને સાંત્વન આપે છે તેવામાં (“પુણ્યશાળી પુરુષોને હરકોઈ સંતાપ જન્મ સમયે આત્માની શાંતિ માટે ઉપદેશ આપનાર મહાપુરુષ-પૂજ્ય પુરુષને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com