________________
૩૬.
પ્રસ્તાવના
ત્યાંથી નીકળી એક ભયંકર અરણ્યમાં આવી પહોંચે છે, જ્યાં ગજસેના નામની પલ્લીની ધાડ પડતાં સાથેના લોકો નાશી જાય છે અને પિતાને લુંટારા ન જુવે તેમ એક વડના ઝાડ ઉપર ચડી બે કાળીએની વચ્ચે નિકા રહિતપણે સવાર સુધી રત્નસાર સાવધાન રહે છે, અને ધન નષ્ટ થયેલું હોવાથી હવે પ્રતિજ્ઞા પૂર્ણ થવાના થોડા દિવસ બાકી છે, નગરમાં જતાં અને જૈન ચેય બંધાવી નહીં શકવાથી પિતાની નિંદા થશે એમ ચિંતા કરે છે; એટલામાં વડલાની ટોચ ઉપર રહેલ માળામાં એક જ્યોતિ જોઈ ત્યાં આવી તે જ રત્નને હાર જોઈ ભાગ્યની વિચિત્રતાને વિચારતે તે હાર ગ્રહણ કરી આનંદ પામી પંચપરમેકીનું સ્મરણ કરતે મંગળપુર આવી તે હારમાંથી એક રતનને વેચી તેના વિવિધ કરીયાણું ભરી છ મહિનાના છેલ્લે દિવસે પિતાના નગરમાં આવે છે અને તેના પિતા તથા રાજાને તેની જાણ થતાં ત્યાં રત્નસાર સર્વ વૃત્તાંત જણાવે છે. રાજા જૈન ધર્મ ઉપર પ્રીતિવાળો થાય છે રાજ વગેરે તેને નગરપ્રવેશ કરાવે છે. ત્રીજે દિવસે હરિદત્ત આવી પહોંચે છે. રાજા પાસે જતાં રાજા તેને જણાવે છે છ માસની અવધિનું તે ઉલંધન કર્યું છે અને રત્નસારથી વીસમા ભાગ જેટલું તારું ધન નથી (અલ્પધનવાળી વ્યક્તિઓ સંપત્તિવાળી વ્યક્તિ સાથે સ્પર્ધા કરતાં છેવટે પરાભવ પામે છે, પછી તે ચાલ્યો જાય છે અને રત્નસાર રાજાની આજ્ઞાથી જિનમંદિર બંધાવે છે પછી લાંબા વખત સુધી ધર્મનું પાલન કરી શ્રી પ્રસન્નચંદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી સવાર્થસિદ્ધ વિમાનમાં દેવ થાય છે અને હરિદત્ત ભવસાગરમાં ભ્રમણ કરશે.
કથા પૂરી થયા પછી “હે રાજન ! કષ્ટદાયી સમયમાં રત્નસારની જેમ હૃદયમાં ખિન્નતા ધારણ કરવી નહિ.” “મારે પુત્ર ક્યા કારણે સૌભાગ્યશાળી, દાનવીર અને વિષયાપ્રતિ વિરક્ત બને છે?” એમ રાજાના પૂછવાથી આચાર્ય મહારાજ જણાવે છે કે–ડા સમયમાં મોક્ષે જવાવાળા જી આવા પ્રકારના સ્વભાવવાળા હોય છે. લાંબા વખત રાજયસુખ ભોગવી પછી તમારે પુત્ર મારા શિષ્ય વદત્ત નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી બારમા અચુત દેવલોકમાં જશે. ત્યાં બાવીશ સાગરોપમનું આયુષ્ય ભેગવી, ત્યાંથી થવી જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નગરમાં વિષ્ણુ રાજાને ત્યાં પુત્રપણે અવતરશે. અને તીર્થંકરનામકર્મનું પાલન કરી સિદ્ધપદને પામશે. તે સાંભળી રાજા સમસ્ત દુ:ખને ભૂલી જઈ કુમારના આગમન પછી હું દીક્ષા ગ્રહણ કરીશ, હાલ મને ગૃહસ્થ ધર્મને અંગીકાર કરાવે એમ કહેતાં રાજા રાણી તથા લોકો બાર વત ગ્રહણ કરી સરિમહારાજને પ્રણામ કરી સર્વ સ્વસ્થા ને જાય છે.
હવે આ બાજુ પૃથ્વીને વિષે ભ્રમણ કરતાં નલિની ગુમે અનેક પ્રકારના સ્વરૂપ ધારણ કરી લક્ષ્મીદેવીની કૃપાથી દેવીઓ દ્વારા અર્પણ થયેલ વસ્ત્રાભૂષણે વગેરેનો ઉપયોગ કરતે, લેકિથી નહિં જોવા અચલપુર નગરમાં આવે છે, જ્યાં સમુદ્રયાત્રા માટે તૈયાર થયેલ સુંદર નામના ધનિક વહાણવટી તેની ઈચ્છાથી સાથે લઈ જાય છે કેટલાક દિવસ પછી કોઈ એક દીપે આવતાં ત્યાં પાણી, ફળ, બળતણ, વગેરે લેવાની ઈચ્છાથી વહાણને ભાવવામાં આવે છે, જ્યાં સમુદ્રકિનારે વીણાને ધ્યનિ સાંભળી કુમારે અન્યને પૂછતાં જાણવામાં આવે છે કે–વસંતિલક નામના સુંદર ઉધાનના મધ્ય ભાગમાં પરવાળાનું બનાવેલ જિનમંદિર અને તેની ફરતે વિશાળ સ્ફટિક રત્નને કિલ્લે છે. (અહિં ઉધાન અને મંદિરનું વર્ણન વાંચવા જેવું છે (પા. ૧૨૩ પા. ૧૨૪) તે મંદિરમાં જિનેશ્વર ભગવંત પ્રત્યેની ભક્તિને લઈને દે અને વિધાધર નૃત્ય કરે છે, તે કિલે અત્યંત ઊંચો હોવાથી તે જિનમંદિરનું દ્વાર જાણું નહિં શકાતું હોવાથી મનુષ્યો ત્યાં પ્રવેશી શક્તા નથી, અને તેથી માત્ર બહારના મનુષ્ય માત્ર જિનમંદિર છે તેમ જોઇ શકે છે. (તે કાળ પણ તેવો જ હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com