________________
પ્રસ્તાવના
હવે કુમારી શશિખભા ત્યાં આવતાં તેણીનું અનુપમ રૂપ દેખી આવેલા રાજાઓ એક યા બીજી રીતે કામાંધ થવાથી અનેક ચેષ્ટાઓ કરી રહ્યા છે. પછી શશિખભા પિતાની સખી સાથે હાથમાં પુષ્પની માળા સાથે આવે છે તેની સખી આવેલા જુદા જુદા રાજાઓના નામ, વય, રૂપ, રાજ્યલક્ષ્મી, વિભવ, ગુણ શુરવીરપણું, વગેરેનું વર્ણન કરે છે (પા. ૧૩૦) પછી રાધાવેધ સાધવા માટે ધનુષ્ય ઉપાડતા કોઈક રજાઓ ધૂજી જાય છે, કેટલાક અટ્ટહાસ્ય પામે છે, કેટલાક હાંસીરૂપ બને છે, ટીકાપાત્ર થાય છે જ્યારે રાધાવેધ સાધવા કઈ શક્તિમાન થયા નહિં તે જોઈ રાજા ખેદ પામે છે. તે વખતે વૈરસિંહ ઊભો થતાં પ્રતિહારી કલાના ધામ તરીકે તેને જણાવે છે. તેને જોઈ શ્રીચંદ્ર રાજા “ જેનું કુળ અજ્ઞાત છે, માત્ર મનુ ય છે એ તે કેમ શક્તિમાન થઈ શકશે? ” એમ જેમાં ઉચ્ચારે છે તેવામાં નલિની ગુલ્મ કુમાર પોતાના સ્થાન ઉપરથી ઉઠે છે, ત્યાં કુમાર પિતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવી તેલના કડાયામાં પ્રતિબિંબિત થતાં
જેમ ભવ્ય પ્રાણી પ્રત્રજ્યાને સ્વીકારે તેમ” પૂતળીને વીંધી નાંખે છે અને કુમારનો જય જયારવ થતાં વાજિંત્ર વાગે છે. અને શશિપ્રભા કુમારના કઠમાં વરમાળા પહેરાવે છે. આકાશમાં રહેલ દેવ દેવીઓ રત્નત્રષ્ટિ કરે છે. અહિં કુમારે વેષ પરિવર્તન કરેલું હોવાથી તેના માતાપિતા વગેરે વિધાધર રાજાઓ આ કોણ હશે તેમ કુમાર માટે વિચારે છે, તેવામાં કુમારે પોતાનું મૂળ રૂપે પ્રગટ કરવાથી માતાપિતા વગેરે આનંદ પામે છે. કુમાર પોતાના માતાપિતાને મસ્તક નમાવી પ્રણામ કરે છે પછી વાજિત્રના નાદપૂર્વક બનેનો પાણિગ્રહણ મહોત્સવ કરવામાં આવે છે. શ્રીચંદ્ર વિધાધર નલિની. ગુમકમારને આશીર્વાદ સાથે પિતાની પુત્રી શશિખભાને કોઈ દિવસ નહિ ત્યજવા, તેની પ્રત્યે અનુરાગને ત્યાગ નહિં કરવા શિખામ આપે છે, તેમ શશિપબાને શિખામણ આપે છે કે તારા પતિની આજ્ઞામાં નિરતર રહેજ વગેરે અને બનેને સંબધ ચિરસ્થાયી બને તેમ આશીર્વાદ આપે છે (પા-૧૩૧-૩૨ વાંચવા જેવી હકીકત છે.) પૂર્વ કાળમાં પોતાની પુત્રીને સાસરે વળાવતાં માતપિતા શિખામણ આપતા હતાં. આ માંગલિક સમયે તે ઉચિત હોઈ તે વખતની માતાપિતાની શિક્ષા અને આશીર્વાદ મનુષ્ય જીવનમાં ઉપયોગી બનતાં અને દંપતી જીવન સુખી નિવડતું હતું આ કાળમાં તેવો રિવાજ જેવા નથી છતાં માતપિતાઓએ પુત્ર પુત્રીઓ આવા આશીર્વાદ અને બેધપાઠ આપવા જરૂરી હોવાથી તે કર્તવ્ય બજાવવા જેવું છે.”).
(પૂર્વ કાળમાં લગ્નાદિ પ્રસંગે સાથેસાથ રથયાત્રા, સંધ સન્માન, દેવભક્તિ, દાન વગેરે ધર્માનાનો પણ થતા હતા. તેથી અહિં લગ્નની ખુશાલીમાં કુમારે સમસ્ત જિનાલયોમાં પૂજા કરાવી. સંધનું સન્માન કર્યું, રથયાત્રા મહોત્સવ કર્યો અને તેમ કરી અન્યને સમક્તિ પ્રાપ્ત કરાવ્યું. કેટલાક દિવસે બાદ પિતા ભુવનભાનુ રાજવી સાથે કુમાર વિમાનભાગે શ્રીપુર આવી પહોંચે છે. અન્ય વિધાધર રાજાઓ કુમારને સત્કાર કરવા આવી પહોંચે છે. પછી કુમાર શાસનની અનેક રીતે પ્રભાવના કરે છે. ( જીઓ ધમ પુરુષે પોતાને વિભવ, લક્ષ્મી, સુખસંપદ્દ, માનસન્માન મળે ત્યારે તેમજ વ્યાવહારિક સારા પ્રસંગે અનેક રીતે જૈન શાસનની પ્રભાવના કરે છે. આપણે આવા પ્રસંગે એ ધાર્મિક અનછાને કરવાની જરૂર છે ”).
હવે પિતાપુત્ર કાંચનપુર નગરે આવે છે. રાજા ભુવનભાનું પોતાના ભાગ્યશાળી પુત્રને જોઈ આનંદ પામે છે અને શુભાનગરીએ હવે મારે જવું જોઈએ તેમજ ત્યાં જઈ મારે આત્મકલ્યાણ પણ હવે સાધવું જોઈએ, એમ નિશ્ચય કરી ત્યાંથી શુભાનગરી જવા પ્રયાણ કરે છે, અને સર્વા શુભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com