________________
૩૪
પ્રસ્તાવના સંયોગ મળી આવે છે તેમ”) તે જ વખતે “ આપના ઉધાનમાં શ્રી આનંદસૂરિમહારાજ પધાર્યા છે.” તેવી વધામણી વનપાલક આવી રાજાને આપે છે તેથી વિયોગજન્ય દુ:ખની શાંતિ માટે રાજા રાણી સાથે ઉધાનમાં આવી ભક્તિપૂર્વક આચાર્ય મહારાજને વંદન કરી સન્મુખ બેસે છે. - આચાર્ય મહારાજ દેશના આપતાં જણાવે છે કે “આ દુઃખરૂપી પાણીવાળ, રોગરૂપી મે એવાળે, કોધાદિક કષારૂપી મગરમચ્છથી વ્યાપ્ત, દુર્ભાગ્યથી વડવાનળવાળો, ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુને સંયોગ તેરૂપી મત્સય સમૂહથી ભયંકર આવા સંસારૂપી સમુદ્રમાં સુખને લેશ પણ નથી, પરંતુ રાગાદિ દોષ રહિત સર્વ પ્રકારની ઇંદ્રિયના જયવાળા મોક્ષમાં જ સાચું સુખ રહેલું છે. મનને કાબૂમાં રાખવાથી અને ભાવનાઓ ભાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અનિત્યાદિ બાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાઓ પ્રાણીઓએ અવશ્ય ભાવવી જોઈએ” આ પ્રમાણે દેશના પૂર્ણ થયા બાદ જે કુમાર અહિં હાજર હોત તે તેને રાજકારભાર સોંપી હું આપની પાસે દીક્ષા લેત, તે આપ કૃપાળુ ફરમાવે કે મારી કુમાર કયા કારણથી ચાલ્યો ગયો છે ? અને કુમારની પ્રાપ્તિ મને કયારે થશે ? એમ ભુવનભાનુએ સૂરિમહારાજને પૂછવાથી “કુમાર વિવિંધ આશ્ચર્ય જેવા દેશાંતર ગયેલ છે. ભંડાર, લક્ષ્મીદેવીએ ભરપૂર કર્યા છે અને કુમારને એક ગૂટિકા અર્પણ કરવાથી તેના પ્રભાવે તમારા ડેસ્વારો એળખી શકશે નહિં છતાં તેની સાથે વાર્તાલાપ જે થયેલ છે, તે હમણું ધેડેસ્વારે આવી તમને જણાવશે. તમારું સ્વમ પણ આ જ હકીક્ત સૂચવી રહેલ છે. છ મહિના બાદ તમોને કુમારને મેલાપ થશે માટે ખેદ ન કર. ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરી શકાતું નથી. એ પ્રમાણે વિચારતાં પૂવે થઈ ગયેલા રત્નસાર બિકીની માફક વિચક્ષણ પુરુષેએ કદિ પણ ખિન્ન થવું નહિં. એ પ્રમાણે સૂરિમહારાજ રનસારની કથા કહે છે.
પૂર્વે હર્ષપુર નામના નગરમાં હરિણુ નામને રાજા હતો અને હિરણ્યગર્ભ નામને પરોપકારી સાથે વાત અને તેને સદાચારી કનકમાલા નામની પત્ની હતી. અનેક પ્રકારની માનતાઓથી રત્નાકરસૂચિત સંખથી રત્નસાર નામને પુત્ર થયો હતે. યોગ્ય કલાચાર્ય પાસેથી સર્વકલાએ શીખ્યા પછી રૂ૫, કુળ, ગુણસંપન્ન રક્તદેવી નામની કન્યા સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું હતું અને તે રાજ્યમાન્ય પણ થયો હતે.
એકદા ગુરુમહારાજ પાસેથી મહાપુણ્યદાયી ચિત્ય નિર્માપન સંબંધી દેશને સાંભળી જિનમંદિર બંધાવવાની શરૂઆત કરી. તે જ વખતે મિચ્છાદષ્ટિ હરિદતે તે જિનમંદિર બાજુમાં શિવાલય બાંધવાની શરૂઆત કરી. અને પિતાનું શિવાલય જિનમંદિર કરતાં વહેલું પૂર્ણ થાય તે પોતાનો કીર્તાિલોકોમાં વધે તેવી હરિફાઈ કરી કારીગરોને વિશેષ દ્રવ્ય આપવા લાગે. અહિં રત્નસાર તે કરતાં વિશેષ દ્રવ્ય પિતાના કારીગરોને આપવા લાગ્યા. પિતાને તે પરાભવ જાણી મોતીને થાળ ભરી રાજાને ભેટશું આપી જે ખાણમાંથી બંને પત્થર લાવતાં હતાં તેમાંથી પિતે એકલો જ લાવી શકે તે રાજા પાસે કાયદે હરિદ કરાવ્યાનું રતનસારને જાણ થતાં તે પણ રાજાને ભેટવું ધરી ઇર્ષાળ મનુષ્યનું વચન માન્ય કર્યું તે ઠીક નથી, તેમ જણાવવાથી રાજાએ બંનેને બોલાવી (તમારા પિતાના દ્રવ્યથી વ્યય કરવા પૂરતી આ સ્પર્ધા કંઈ જાતની છે માટે હું તમે બંને પોતાના ભૂજાબળથી દ્રવ્ય ઉપજન કરી ધર્મસ્થાન બનાવે, તેમાં છ માસની અંદર તમારા બેમાંથી જે વધારે લક્ષ્મી સંપાદન કરી આવશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com