________________
-
-
-
---
-
પ્રસ્તાવના
ક્ષેત્રપાળ (દેવ) થાય છે. પછી અપરાજિત ત્યાં આવતાં સર્પને મરેલો જોઈ સંતાપ પામી તેના દેહને ચંદનના લાકડાથી અગ્નિસંસ્કાર કરતાં અવધિજ્ઞાનવડે તે ક્ષેત્રપાળ જોઈ ત્યાં આવી કુમારને “ તમારા સત્સંગથી હુ દેવ થયો છું.' તેમ કહી અપરાજિત કુમારને પોતાને આવાસે રત્નકૂટ પર્વતે લઈ જાય છે, જ્યાં તેને સ્ફટિકનો દરવાજો ઉઘાડે છે, અને હજારો મણિઓનાં કિવડે જ્યાં. અંધકાર નષ્ટ થઈ ગયેલ છે ત્યાં અવી દિવ્ય સ્ત્રીઓ દ્વારા લેવાયેલ મિષ્ટ અને સુગંધી દ્રવ્ય મુકત જળ પીએ છે, ત્યારબાદ ક્ષેત્રપાળ કુમારને વસ્ત્રો આપે છે અને ઉધાનમાંથી ક્ષેત્રપાળે લાવેલા પુપિવડે જિનબિંબની કુમાર પૂજા કરે છે. ક્ષેત્રપાળ બત્રીશ પાત્રવાળું નાટક ભજવી બતાવી પોતાને રત્નને હાર આપે છે અને “તારે જરૂર પડે ત્યારે આ ઉદ્યાનમાં લે પહેરે આવી મારું સ્મરણ કરજે.” તેમા કહે છે. અપરાજિત કરી દર્શન દેવા ક્ષેત્રપાળને પ્રાર્થના કરે છે.
ત્યાર બાદ ક્ષેત્રપાળ કુમારને ક્ષણમાત્રમાં તેના મહેને પહોંચાડે છે. પ્રાતઃકાળે દિવ્ય વસ્ત્ર અને રનહાર સહિત કુમારને જોતાં અતિ આનંદ પામી પુત્ર પાસેથી સર્વ વૃત્તાંત પિતા જાણે છે. પિતાની ઉપર અપ્રતિમ ઉપકાર માતાપિતાને હેઈ તે પ્રથમ માતાના કંઠમાં તે હાર પહેરાવે છે, પછી ક્ષેત્રપાળ દ્વારા બીજે મેળવી પિતાને તે જ રીતે પહેરાવે છે. “વિષયાભિલાષાથી પીડિત પુત્રો પોતાની સ્ત્રીને આધીન હોય છે, જ્યારે માતાપિતાની અખંડ આજ્ઞાનું પાલન કરનાર અપરાજિત કુમાર જેવા યુવાન પુત્રો વિલા હોય છે. ” પછી અપરાજિત કુમાર પુણ્યથી સર્વ પ્રાપ્તિ થાય છે તેમ જાણું જિનમંદિરમાં મહોત્સવ, ચિત્ય જીર્ણોદ્ધાર અને વિશાળ રથયાત્રાઓ અનેક વાર કરાવી પુણ્ય સંચય કરે છે.
એક દિવસ મધ્ય રાત્રિએ કોઈ સ્ત્રીનું રૂદન સાંભળી કુમાર ખણ લઈ તે દિશા તરફ જાય છે. તે જોઈ તેના પિતા પણ પાછળ જાય છે. રત્નના આભૂષણે સહિત તે સ્ત્રીને જોઈ રડવાનું કારણ પૂછતાં કુમારને કહે છે કે–અમે યોગીનિઓ છીએ, અને મંત્ર સાધવા ભેગી થયેલ છીએ. મંત્ર સાધવા માટે એક બત્રીશ લક્ષણે પુરુષ જે તારે પિતા છે તેને આજ સાંજે અગ્નિમાં હેમવાને હવાથી રુદન કરું છું પરંતુ તારા પિતાને બચાવવા હોય તે તેને બદલે (તું પણ બત્રીસ લક્ષણ યુક્ત પુરુષ હોવાથી ) તું અગ્નિકુંડમાં ઝંપાપાત કરે તે તારા પિતાનું વિધ્ધ દૂર થઈ જાય, એમ સાંભળી અપરાજિત કુમાર નવકાર મંત્રનું સ્મરણ કરી, જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરી, ધ્યાન ધરતે જે અગ્નિમાં ઝંઝાપાત કરવા જાય છે. દરમ્યાન તેના પિતા ત્યાં આવી તેને નિષેધ કરવા જતાં તે સ્થિર થઈ જાય છે. અને આગળ પગલું નહિં ભરી શકવાથી પિતાના પુત્રનું મૃત્યુ ન જોવા ઈચ્છતાં તે જોવામાં પિતાના કંઠ ઉપર પણ ફેરવે છે ત્યાં તેની ધાર બુઠી થઈ જતાં ફરી તે સ્થિર થઈ જાય છે, પછી યોગિનીઓ કુમારને અગ્નિમાં ઝંઝાપાત કરવાનું કહેતાં તે જે કરવા જાય છે ત્યાં કુમાર પિતાની જાતને અખંડ સુવર્ણ રાશિ ઉપર રહેલી જુએ છે અને ગિનીઓ, અગ્નિકુંડને ન જોતાં આ ઈદ્રજાળ છે એમ વિચારે છે. ત્યાં કુંડલોને ધારણ કરેલો એક દેવ પ્રત્યક્ષ થઈ વરદાન માંગવાનું કહે છે. કુમારના પૂછવાથી “સ્વર્ગમાં ઈદ્ર મહારાજે માતાપિતાની અપૂર્વ ભક્તિ કરનાર અને તેમના માટે પ્રાણુ અર્પણ કરનાર પૃથ્વી પીઠ ઉપર એક અપરાજિત કુમાર છે એમ પ્રશંસા કરતા હતા તેને સત્ય નહિં માનનાર એ હું તમારી પરીક્ષા કરવા આવ્યો હતો અને તેમાં તમારું સાહસ જોઈ ઈદ્રનું કહેવું સત્ય થવાથી તમારા જેવા પુત્રને જ્યાં જન્મ થયો છે તે માતાપિતા પણ ધન્યવાદને પાત્ર છે” એમ કહી દેવ સ્વસ્થાને જાય છે. “ઇકો અને દેવો પણ આવા સત્ત્વવાળી પુરુષોની, માતાપિતા પ્રત્યેની અપૂર્વ ભક્તિની પ્રશંસા કરે છે અને કપરી કસોટીમાં મૂકાયા છતાં તેના વિકને દૂર થઈ જાય છે. દરેક પુરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com