________________
પ્રસ્તાવના
ધિર્મમય વિતાવવું છે તે માટે પતિની પસંદગી પતે મેળવેલા શિક્ષણુદ્ધારા કરી લગ્ન સંબંધ જોડાતે. માતાપિતા પણ પિતાની પુત્રીને તેવું સારું શિક્ષણ આપતાં અને તેથી જ પુત્રીની તે ઈચ્છાને માન આપતાં. આજે શિક્ષણ બહુ ઓછા પ્રમાણમાં નહિ જેવું અને જે અપાય છે તે સંસ્કારી જીવન જીવે તેવું અપાતું નથી. તેમજ આદર્શ સ્ત્રી બને તેવી શાળાઓ, શિક્ષણ કે શિક્ષકો પણ નથી જેથી આ કાળમાં પણ તેને બંધબેસતું શિક્ષણ પુત્રીઓને આપવાની જરૂર છે.) અપરાજિત કુમારને તથા જયશેખર રાજાને તેમ જણાવતાં આવેલા સર્વને સાકાર કરવા સાથે ઉતાર આપે છે. એક દિવસ કુમાર ફરવા નીકળતાં જયશ્રી અને તે અરસપરસ જોઈ બને હર્ષ પામે છે. પછી લગ્નના દિવસે
ગ્નની વેદી ઉપર બને બેઠેલા છે તે દરમ્યાન કુમારને કોઈ અદ્રશ્ય રીતે લઈ જાય છે. રાજા વગેરેને શોકનું સ્થાન બને છે. જયશ્રી રૂદન કરે છે અને મૂર્શિત બની જમીન ઉપર પડી જાય છે. સચેતન થતાં - રાજા જયશેખર હસ્તમેળાપ નહિં થયેલ હોવાથી બીજે લગ્ન કરવા જણાવે છે. પતિને વિયોગ ઉત્તમ કુળની સ્ત્રીઓને માટે ખરેખર અગ્નિ શરણું છે તેમ કહી તે માટે જયશ્રી તૈયારી કરવા કહેતાં રાજા તેણીને એક માસ પર્યત રાહ જોવા જણાવે છે. ( તે કાળમાં આદર્શ સ્ત્રી રત્ન, ઉત્તમકુળમાં જન્મેલ સંસ્કારી સ્ત્રી આવા સંગમાં બીજો પતિ કરતી ન હતી. આજે વિષમકાળમાં તે તેવી સત્વશાળી સ્ત્રી ભાગ્યેજ જન્મે છે, ત્યારે આવા કે આને લગતા પ્રસંગે એ શું બને છે તે આપણે જોઈ શકીએ છીએ. )
યશ્રીને પિતાને સમાચાર મળતાં અને રાજાઓ તપાસ કરાવે છે. * પુણ્યશાળી–સત્ત્વશાળી નરરત્નોને આ રીતે અદ્રશ્ય થવું તે પણ પુણ્યયોગે સંપત્તિ, વૈભવ, સ્ત્રીની પ્રાપ્તિ વગેરે સુખ માટે નિવડે છે. હવે અપરાજિત કુમાર પિતાને કોણ લઈ ગયું તે જાણતા નથી, પરંતુ પ્રાતઃકાળમાં એક બગીચાની મધ્યમાં રહેતા એક મહેલમાં સાતમે માળે હિંડોળા ઉપર પિતાને બેઠેલો જુએ છે, જ્યાં પોતે, પિતાનું નગર માતાપિતા-વગેરેને સંભારે છે. ત્યાં તે મહેલના દ્વારમાં લટકાવેલા તેરણના સ્થંભમાં રહેલ રત્નજડિત બે પૂતળીઓ એક હાથમાં સુગંધી દ્રવ્યમિશ્રિત જળ અને બીજા હાથમાં દર્પણ લઈ નીચે ઉતરી કુમારને આપતાં તેણીના કહેવાથી મુખ સાફ કરી રહ્યા પછી “ પિતનપુર નગરના રાજ જયસિંહની કુંવરી જયસુંદરી આ મહેલમાં રહે છે અને પ્રિયંકરી નામની દેવીને ઈચ્છિત વર વરવા માટે તે દેવીને ત્રણે સંધ્યા પ્રણામ કરી, વીણા વાદન કરે છે. છ માસ પછી દેવીએ અમને બન્નેને જણાવેલ કે “સંધ્યા સમયે જયંતી નગરીમાં જઈ લગ્નવેદીમાં રહેલા એવા તમોને લઈ આવવા. તે મહેલમાં રહેલા પલંગને અલંકૃત કરશે.” અને જયસુંદરીના પિતાને પણ ભવિષ્યવેત્તાએ કહેલ કે તેની પુત્રી જયસુંદરી અપરાજિત પટરાણી થશે તેથી અમે બને દિવ્ય શક્તિથી તમારું હરણ કરી અહીં લાવ્યા છીએ.” એમ બને પૂતળીઓ કુમારને જણાવે છે. દરમ્યાન જયસુંદરી આવી પહેચે છે અને કુમારના કંઠમાં ખેતીની માળા પહેરાવે છે. પછી દંપતી દેવીની પૂજા કરવા જાય છે. પૂજા કરી બન્ને સ્વસ્થાને આવતાં કુંવરીના માતપિતા શુભ મુર્તે અપરાજિત કુમારનું જયસુંદરી સાથે લગ્ન કરે છે અને કન્યાદાનમાં તેને અગણિત દ્રવ્ય વગેરે આપે છે. હવે અપરાજિત કુમાર એક દિવસ રાત્રિના સમયે સર્વ પરિવારને કહ્યા વગર મંદિરની ભીંત ઉપર તારે કોઈ પણ પ્રકારને ખેદ કર નહિં, હું કેટલાક દિવસોમાં આવી પહોંચીશ ” એમ લખી ત્યાંથી નીકળી જાય છે. એકત્રીશમે દિવસે અવધિ પૂરી થતાં જશ્રી સસરાની . મન છતાં સાયંકાળે હાથણી ઉપર બેસી, સુવર્ણનું દાન કરતી, લોકોના વિલાપ સાંભળતી, નગરની બહાર નદીકિનારે ચંન વગેરે સુગંધી પદાર્થોના મકથી પ્રગટેલી અનિથી બધી દિશાઓ સુવાસિત બનેલી છે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com