________________
આત્મા અને બંધને દ્વિધા કરીને શું કર્તવ્ય છે ? તે આચાર્યજી આ ગાથામાં (૨૯૫) પ્રકાશે છે જીવ અને બંધ તથાપ્રકારે નિયત સ્વલક્ષણોથી છેદાય છે, બંધ છેદવા યોગ્ય છે અને શુદ્ધ આત્મા - પ્રથમ તો ગ્રહવા યોગ્ય છે.' આનું સુસ્પષ્ટ વ્યાખ્યાન ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યું છે આત્મા અને બંધ સ્ફુટપણે સ્વલક્ષણ વિજ્ઞાનથી છેત્તવ્ય (છેદવા યોગ્ય) છે, પછી રાગાદિ લક્ષણ સમસ્ત જ બંધ ‘નિર્મોક્તવ્ય' (નિશ્ચયે કરીને નિયતપણે મૂકી દેવો યોગ્ય છે) ઉપયોગલક્ષણ શુદ્ધ આત્મા જ ગૃહીતવ્ય (ગ્રહણ કરવો યોગ્ય) છે.' ઈ. આ જ ખરેખર ! આત્માના બંધના દ્વિધાકરણનું પ્રયોજન છે કે બંધત્યાગથી શુદ્ધ આત્માનું ઉપાદાન (ગ્રહણ) તે આ ગાથામાં (૨૯૬) આચાર્યજી પ્રકાશે છે આત્મા કેમ ગ્રહાય છે ? પ્રજ્ઞાથી તે આત્મા નિશ્ચયે ગ્રહાય છે, જેમ પ્રજ્ઞાથી વિભક્ત તેમ પ્રજ્ઞાથી જ ગ્રહવો યોગ્ય છે.' આનું સ્પષ્ટ વ્યાખ્યાન ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યું છે ‘વારુ, કોના વડે શુદ્ધ આત્મા ગૃહીતવ્ય છે ? પ્રજ્ઞા વડે જ શુદ્ધ આ આત્મા ગૃહીતવ્ય છે શુદ્ધ આત્માને સ્વયં આત્માને ગ્રહતાંને વિભજતાંની જેમ પ્રજ્ઞા એકકરણત્વ છે માટે.'
‘તે
-
=
આ આત્મા પ્રજ્ઞાથી કેવી રીતે ગૃહીતવ્ય (ગ્રહવો યોગ્ય) છે ? એમ પૂછો તો એનો ઉત્તર આ ગાથામાં (૨૯૭) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્યો છે પ્રજ્ઞાથી ગૃહીતવ્ય જે ચેયિતા તે હું જ નિશ્ચયથી છું, અવશેષ જે ભાવો તે મ્હારા પરો છે એમ જાણવા યોગ્ય છે.' આ અદ્ભુત ગાથામાં દર્શાવેલ આ આત્મગ્રહણ વિધિનું સાંગોપાંગ સકલ સમ્યપણું પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અદ્ભુત ‘આત્મખ્યાતિ’માં સમુદ્યોતિત કર્યું છે.
ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે વિવરીને કહ્યું તેના સારસમુચ્ચયરૂપ આ સમયસાર કળશમાં (૧૮૨) શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવત્ અમૃતચંદ્રજીએ સર્વવિશુદ્ધ ચિન્માત્ર ભાવની પરમ ભાવસ્તુતિ પ્રકાશી છે - ‘સર્વને પણ સ્વલક્ષણ બલથી ભેદીને જે ભેદી શકાતું નથી, તે ચિન્મુદ્રા અંકિત નિર્વિભાગ મહિમાવાળો શુદ્ધ ચિત્ જ હું છું, જો કારકો, આવા જો ધર્મો, વા જો ગુણો ભેદ પામતા હો તો ભલે ભેદ પામો ! વિભુ વિશુદ્ધ ભાવ ચિમાં કોઈ પણ ભિદા (ભેદ) છે નહિ.' ઈ.
પાછલી ગાથામાં અનુસંધાનમાં આ (૨૯૮-૨૯૯) ગાથા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશી છે ‘પ્રજ્ઞાથી જે દૃષ્ટા ગ્રહવા યોગ્ય છે, તે હું જ નિશ્ચયથી છું, અવશેષ જે ભાવો મ્હારા પરો એમ જાણવા યોગ્ય છે. પ્રજ્ઞાથી જે જ્ઞાતા ગ્રહવા યોગ્ય છે, તે હું જ નિશ્ચયથી છું, અવશેષ જે ભાવો મ્હારા પરો એમ જાણવા યોગ્ય છે.' આનું વ્યાખ્યાન ‘આત્મખ્યાતિ’માં કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આત્મા પ્રજ્ઞા વડે કેવી રીતે ગ્રહવા યોગ્ય છે તેનો વિશેષ વિધિ અત્રે દૃષ્ટત્વ - જ્ઞાતૃત્વ પરત્વે દર્શાવ્યો છે અને તેનું સાંગોપાંગ અવિકલ સકલ સમ્યપણું પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી સુપ્રતિષ્ઠાપિત કર્યું છે.
-
=
ઉપરમાં જે આત્મખ્યાતિ'માં ગદ્ય ભાગમાં સવિસ્તર કહ્યું તેના સારસમુચ્ચયરૂપ સમયસાર કળશ કાવ્ય (૧૮૩) અમૃતચંદ્રજીએ લલકાર્યું છે અદ્વૈતા છતાં સ્ફુટપણે ચેતના જગમાં જો ઈંગ્ - જ્ઞપ્તિ રૂપ (દર્શન-જ્ઞાનરૂપ) (અસ્તિત્વના) ત્યાગે તો ચિત્ની પણ જડતા થાય છે અને વ્યાપક વિના વ્યાપ્ય આત્મા અંત પામી જાય છે, તેથી નિયતપણે ચિત્ દેશ્-શ્ચિત રૂપા છે.’ઈ.
હવે નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૮૪) અમૃતચંદ્રજી સંગીત કરે છે ‘ચિત્તનો એક ચિન્મય જ ભાવ છે, ભાવો જે પરો છે તે નિશ્ચયથી પરોના છે, તેથી ચિન્મય જ ભાવ ગ્રાહ્ય છે, પર ભાવો સર્વતઃ જ હેય (ત્યજવા યોગ્ય) છે.' અત્રે ટૂંકી ટચ ને ચોખ્ખી ચટ નિશ્ચય સિદ્ધાંતવાર્તા અપૂર્વ આત્મવિનિશ્ચયથી અમૃતચંદ્રજીએ પ્રકાશી છે. આ અમૃત કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથા (૩૦૦) આચાર્યજીએ પ્રકાશી છે - ‘સર્વ ભાવોને પરાયા જાણીને મ્હારૂં આ' એવું વચન કયો બુધ શુદ્ધ આત્માને જાણતો કયો બુધ ભણે વારુ ?' આનું ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ઓર ઉપબૃહણ કર્યું છે - ‘જે નિશ્ચયથી પર - આત્માના નિયત સ્વલક્ષણ વિભાગપાતિની પ્રજ્ઞાથી જ્ઞાની હોય, તે નિશ્ચયે કરીને એક ચિન્માત્ર ભાવને આત્મીય (પોતાનો - આત્માનો) જાણે છે અને શેષ સર્વ
૧૦૫