________________
સમયસાર : આત્મખ્યાતિ
સર્વકષ' . સર્વને કષનાણું - સર્વ વસ્ત સ્વરૂપને ખેંચી આણનારું, સર્વ સમર્પક, સર્વગ્રાહી - ધામ” - આત્મજ્યોતિ અનુભવમાં આવી ગયે વૈત જ - બીજું કંઈ પણ ભાસતું નથી. કારણકે દ્રવ્યાર્થિક નયે, આત્મા આત્મા છે, પર્યાયાર્થિક નયે સર્વ આત્મભાવ આત્મા છે, એમ દ્રવ્યાર્થિક - પર્યાયાર્થિક આદિ સર્વ નયનું અધિષ્ઠાન - આશ્રય સ્થાન આત્મા છે, મતિ-શ્રુતજ્ઞાન રૂપ પરોક્ષ પ્રમાણ અને અવધિ જ્ઞાનાદિ રૂપ પ્રત્યક્ષ પ્રમાણ, એમ સર્વ પ્રમાણ આત્મા છે, તેમજ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી આત્મા આત્મા જ છે, એમ નય-નિક્ષેપ પ્રમાણનું સર્વસ્વ કપનારું - સારભૂત કષ (કસ) કાઢનારૂં - આકર્ષનારું ખેંચનારું હોવાથી આ ધામ-આત્મજ્યોતિ સર્વકષ છે, એટલે સાર સર્વસ્વ ભૂત એ સર્વકષ સમયસાર ધામ અનુભવમાં આવ્યું બીજું કંઈ અન્ય ભાવરૂપ દૈત જ ભાસતું નથી! અદ્વૈત એક શુદ્ધ આ કેવલ આત્મ જ્યોતિ જ દિવ્ય ધામથી - આત્મસ્વરૂપ તેજથી ઝળહળે છે ! આવી શુદ્ધ આત્માનુભાવામૃત રસ - સિંધુમાં નિમગ્ન શુદ્ધ અદ્વૈત અનુભવમય શાનદશાનો જીવનમાં સાક્ષાત્ અનુભવ કરનારા પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનો અનુભવોલ્ગાર છે કે –
એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. " અમે દેહધારી છે કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ હૈયે. નય-પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતા નથી.” (ઈ.)
- શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૨૫૫, (૨૧૭)
ઓ: “અધ્યાત્મ રાજચંદ્ર' (વરચિત) (૧) પ્રકરણ ઓગણસાઠમું - શ્રીમની દેહ છતાં દેહાતીત વિદેશી દશા. (૨) પ્રકરણ અઠ્ઠાવનમું પુરાણ પુરુષ અને સહુથી અભેદ સહુ પુરુષ શ્રીમદ્.
૧૭૦