________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૨૧
પોતા થકી’ અર્થાત્ પૂર્વના આરાધકપણાને લીધે આ જન્મમાં સ્વયંસંબુદ્ધ થઈ પોતે પોતાથી બોધ પામી અથવા તો પર કી' અર્થાત્ ભેદવજ્ઞાની એવા આત્મજ્ઞાની સ્વરૂપ સ્થિત વીતરાગ સદ્ગુરુ થકી બોધ પામી, જેઓ કોઈ પણ પ્રકારે આ ભેદવિજ્ઞાન મૂલા' અનુભૂતિ અચલિતપણે - નિશ્ચયપણે પામે છે, તેઓ જ આત્મામાં પ્રતિબિંબિત થતા અનંત ભાવ સ્વભાવોથી દર્પણની જેમ સદાય અવિકાર હોય છે. આત્માનો જાણપણા રૂપ શાયક સ્વભાવ છે, એટલે અનંત શેયભાવ સ્વભાવ તેમાં પ્રતિબિંબ પામે છે. જેને શાયક એવા આત્માનું અને જ્ઞેય એવા અન્ય ભાવોના ભેદનું જ્ઞાન નથી, તે આત્મામાં - શાનમાં પ્રતિબિંબિત થતા શેયથી વ્યામોહ પામી તેમાં આત્મભાવ માની બેસી નાના પ્રકારના વિકારને પામે છે, પણ જેને શાયક એવા આત્માનું અને શેય એવા અન્ય ભાવોનું પ્રગટ ભેદવિજ્ઞાન (Scientific knowledge) વર્તે છે, તે તો આત્મામાં-જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા અનંતા શેય ભાવોથી બીલકુલ વ્યામોહ પામતા નથી, તેમાં આત્મભાવ માની બેસતા નથી અને ‘મુકુરવત્ સતત અવિકાર' - 'मुकुरवदविकाराः संततं स्युस्त एव' દર્પણની જેમ સદાય નિરંતર અખંડપણે અવિકાર જ રહે છે. દર્પણમાં મુખ વાંકું ચૂકું કરવું - ભવાં ચઢાવવા ઈત્યાદિ અનેક પ્રકારના પ્રતિબિંબ-આકાર પડે છે, પણ તેથી કાંઈ દર્પણમાં કોઈ વિકાર થતો નથી, દર્પણ વિકાર પામતો નથી, દર્પણ તો સદાય અવિકાર જ રહે છે, તેમ આત્માના જ્ઞાન દર્પણમાં અનેક શેય પ્રતિબિંબ - આકાર ભલે પડે, પણ તેથી કાંઈ જ્ઞાન-દર્પણમાં પોતામાં કોઈ વિકાર થતો નથી, જ્ઞાન દર્પણ પોતે વિકાર પામતો નથી, જ્ઞાન દર્પણ તો સદાય ‘મુકુરવત્' અવિકાર જ રહે છે. આમ ભેદવિજ્ઞાની સદાય ‘દર્પણ’ જિમ અવિકાર જ રહે છે.
તાત્પર્ય કે
1
‘મુજીવવિજ્ઞાાઃ संततं स्युस्त एव'
અત્રે આ આત્મા છે અને આ અનાત્મા છે એમ સ્વ-પરનો ભેદ જાણ્યાથી ભેદવજ્ઞાન થકી અનુભૂતિ - આત્મસંવેદના ઉપજે છે તે કાંતો સ્વથકી સ્વતઃ કાંતો પરથકી - પરતઃ ઉપજે છે. જેણે પૂર્વ જન્મોમાં સદ્ગુરુ આદિ પરમ ઉપકારી સત્ સાધનનું - સમ્યક્ આરાધન કર્યું છે એવા પૂર્વના આરાધક કોઈ જીવ તદ્ભવ અપેક્ષાએ પોતે પોતા થકી બોધ પામે છે સ્વયંસંબુદ્ધ થાય છે. પણ પ્રાયઃ તો સાક્ષાત્ સદ્ગુરુના યોગે જ સદ્બોધ થકી જીવ સન્માર્ગનો બોધ પામે છે. કારણકે સત્પુરુષ મૂર્તિમંત પ્રગટ સદ્ સ્વરૂપ છે, સાક્ષાત્ પ્રત્યક્ષ મૂર્તિમંત પ્રગટ સત્ સ્વરૂપનો યોગ પામેલ પ્રગટ ‘યોગી' છે, સાક્ષાત્ સહજાત્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યોગી સત્પુરુષના જ્વલંત આદર્શ દર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે. જેથી એકાંત સ્વરૂપલક્ષી સત્પુરુષનું પરમ અદ્ભુત આત્મચારિત્ર દેખી, તેનો આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખો ઉપદેશો જે બોધ નથી કરી શકતા, તે આવા એક સત્પુરુષનો જીવતો જાગતો દાખલો કરી શકે છે. આમ યોગી પુરુષના સ્વરૂપ ઓળખાણરૂપ ‘તથા દર્શનથી’ જીવનું લક્ષ્ય એક સાઘ્ય સ્વરૂપ નિશાન પ્રતિ કેન્દ્રિત થાય છે અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપ લક્ષી જ હોય છે. તેટલા માટે સ્વરૂપનો સાક્ષાત્ લક્ષ્ય કરાવનાર સત્પુરુષના યોગને યોગાવંચક* કહ્યો છે. સત્પુરુષના સ્વરૂપ દર્શન રૂપ આ યોગાવંચક નામની યોગ સંજીવની પ્રાપ્ત થતાં જીવનું આખું યોગચક્ર ચાલુ થઈ જાય છે. માટે સત્પુરુષ સદ્ગુરુના સ્વરૂપની ઓળખાણ થવી એ મોટામાં મોટી વાત છે. તે થયે જીવની યોગ-ગાડી સરેડે ચઢી-પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. સ્વરૂપ સ્થિત સત્પુરુષ સદ્ગુરુનો તથાદર્શન રૂપ યોગ થયે જ આત્માનું નિજ કાર્ય સિદ્ધ થાય છે અને પ્રેમઘન એવો અમૃતરસ પ્રાપ્ત થાય છે, ‘તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમઘનો.’
સાક્ષાત્ સત્ સ્વરૂપ સદ્ ગુરુયોગે અવંચક યોગ
-
૨૩૩
-
સદ્ધિ જ્વાળસંપઃ વર્શનાપિ પાવનૈઃ ।
તથાવર્ગનતો યોગ આવાવરુ પુતે ॥” - શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત (જુઓ) ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ શ્લો. ૨૧૯ (જુઓ : ડૉ. ભગવાનદાસ કૃત વિવેચન)