________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ' મહાભાષ્ય ત્રણે કાળમાં જે વસ્તુ જયંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૦૧, હ
“પરમાતમ પરમેસરૂ, વસ્તુ ગતે તે અલિપ્ત હો મિત્ત !” દ્રવ્ય દ્રવ્ય મિલે નહિ, ભાવ તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત !” - શ્રી દેવચંદ્રજી ન = પરમાવઃ જેના િ પર્વેત - અને પરભાવ કોઈથી પણ કરી શકાય એમ નથી એવો અખંડ
નિશ્ચયસિદ્ધાંત અત્રે પ્રસ્થાપિત કર્યો છે અને “આત્મખ્યાતિ'માં પરમ પરભાવ કોઈથી પણ પરમાર્થગંભીર વ્યાખ્યાથી તે સમર્થિત કર્યો છે. અહીં - આ લોકને વિષે કરવો શક્ય નથી ફુટપણે જે જેટલો કોઈ વસ્તુવિશેષ જે જેટલા કોઈ ચિદાત્મ - ચિદ્ર રૂપ વા
અચિદાત્મ - અચિદ્રપ એવા દ્રવ્યમાં અને ગુણમાં સ્વરસથી જ - આપોઆપ જ અનાદિથી જ વૃત્ત છે - વર્નેલો - વર્તી રહેલો છે, તે નિશ્ચય કરીને તેમાં જ વર્તે છે. શાને લીધે ? અચલિત વસ્તુસ્થિતિ સીમાના - મર્યાદાના ભેદવાના અશક્યપણાને - અસંભવિતપણાને લીધે. આમ તે તેમાં જ વર્તે છે, પણ દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં સંક્રામે નહિ અને દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં નહિ સંક્રામતો તે અન્ય વસ્તુવિશેષને કેમ પરિણમાવે ? એથી પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી. આ વ્યાખ્યાનો વિશેષાર્થ આ પ્રકારે - અહીં – આ લોકને વિષે નિશ્ચયે કરીને યો યાવાન - જે જેટલો' કોઈ વસ્તુવિશેષ યુનિ યાતિ
- “જે જેટલા' કોઈ ચિદાત્મ વા અચિદાત્મ દ્રવ્યમાં અને ગુણમાં “સ્વરસથી દ્રવ્યાંતર ગુણાંતર અસંક્રમ: જ' અનાદિથી જ વૃત્ત છે, વરસત ઈશ્વ અનાહિત ઇવ વૃત્ત: - તે તેમાં જ વર્તે વસ્તુસીમા અભેધ છે. અર્થાત જે જેટલા પ્રમાણવાળો ચેતન વસ્તુવિશેષ છે તે તેટલા
પ્રમાણવાળા ચેતન દ્રવ્યને અને ગુણને વ્યાપીને (Pervading) વર્તી રહેલ છે અને જે જેટલા પ્રમાણવાળો અચેતન વસ્તુવિશેષ છે તેટલા પ્રમાણવાળા અચેતન દ્રવ્યને અને ગુણને વ્યાપીને વર્તી રહેલ છે. આમ ચેતન કે અચેતન વસ્તુ કોઈ અન્યની પ્રેરણા વિના જ અનાદિથી
સ્વરસથી જ' - આપ સ્વભાવથી આપોઆપ જ નિજ દ્રવ્ય - ગુણમય આત્મસ્વરૂપમાં જ “વૃત્ત' છે - વર્તી રહેલ છે, “વૃત્ત:' - “સહજત્મસ્વરૂપ” ની અખંડ વૃત્તિ રૂપ વાડથી વૃત્ત - વીંટળાયેલ છે અને તેમાં જ વર્તે છે. કારણકે નિશ્ચયથી જડ તે ત્રણે કાળમાં જડ ને ચેતન તે ત્રણે કાળમાં ચેતન એવી જે કોઈ કાળે ન ચળે એવી ‘અચલિત વસ્તુસ્થિતિની સીમાના ભેદવાનું અશક્યપણું છે', તિતવસ્તુનો મેનુમશવરાત્રીત' - વસ્તુસ્થિતિની મર્યાદા ઉલ્લંઘવાનું અસંભવિતપણું છે, એટલે વસ્તુસ્થિતિની સીમા - મર્યાદામાં વૃત્ત (circumscribed), સીમાને ધારતી - “સીમંધર' એવી પ્રત્યેક વસ્તુ પોતપોતાના દ્રવ્ય-ગુણમાં જ વર્તે છે, પણ ‘દ્રવ્યાંતર વા ગુણાંતરમાં સંક્રમે નહિ.” અર્થાતુ ચેતન વસ્તુ અચેતન દ્રવ્યમાં વા ગુણમાં સંક્રમ (સ્થાનાંતર - Transfer) પામે નહિ, ને અચેતન વસ્તુ ચેતન દ્રવ્યમાં વા ગુણમાં સંક્રમ પામે નહિ. એટલે કે જડ તે ત્રણે કાળમાં ચેતન થાય નહિ ને ચેતન તે ત્રણે કાળમાં જડ થાય નહિ, જડ-ચેતન કોઈપણ વસ્તુ આત્મસ્વભાવ છોડી પલટે નહિ. પરમ તાત્વિકશિરોમણિ યોગદ્ર રાજચંદ્રજીનું અનુભવસિદ્ધ ટંકોત્કીર્ણ વચનામૃત છે કે –
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૬
અને આમ ‘દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં નહિ સંક્રામતો તે વસ્તુ વિશેષ) અન્ય વસ્તુવિશેષને કેમ પરિણમાવે ?' અર્થાત જે ચેતન વસ્તુ અચેતન દ્રવ્યમાં વા ગુણમાં સંક્રમ પામતી નથી, તો પછી ચેતન વસ્તુ તેથી અન્ય અચેતન વસ્તુને કેમ પરિણામ પમાડે ? ને અચેતન વસ્તુ તેથી અન્ય ચેતન વસ્તુને
૬૧૨