Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 1013
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૭૮ ‘શ્રી સીમંધર જિનવર સ્વામી' - એ રાગ ‘સ્વરૂપ ગુપ્ત’ અમૃતચંદ્રસૂરિનું, કિંચિત્ કર્ત્તવ્ય જ છે ના, ‘સ્વરૂપગુપ્ત' અમૃતચંદ્ર સૂરિનું, કિં ચિત્ કર્ત્તવ્ય જ છે ના ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧ સ્વશક્તિથી જ સત્ વસ્તુ તત્ત્વની, સૂચના જેથી ધરાઈ, એવા શબ્દોથી સમય તણી આ, વ્યાખ્યા એહ કરાઈ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨ સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના, સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું, કિં ચિત્ કર્તવ્ય જ છે ના ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૩ ‘સ્વરૂપગુપ્ત' અમૃતચંદ્ર સૂરિ તે, સ્વરૂપ તેજે જ પ્રતપતા, ગ્રહ મંડલમાં ‘સૂરિ’ સમા જે, સૂરિમંડલમાં તપતા... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૪ ભલે સ્વરૂપથી ગુપ્ત રહ્યા તે, ‘આત્મખ્યાતિ’ વ્યાખ્યાતા, તો ય સ્વરૂપથી પ્રગટ જગતમાં, અમૃત કળશ સંગાતા... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. પ સ્વરૂપગુપ્ત તે અમૃતચંદ્રનું, સ્વરૂપ રહે ક્યમ છાનું ? ઘનથી અમૃતવર્ષી ચંદ્રનું, તેજ છુપે અહીં શાનું ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૬ વિજ્ઞાનના ઘન વષઁતા તે, ‘વિજ્ઞાનઘન' સ્વરૂપી, પર પરમાણુ પ્રવેશે ન એવા, ‘ઘન વિજ્ઞાન’ અનુપી... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૭ શબ્દો તે તો પુદ્ગલમયા છે, પરમાણુના છે ખેલા, વાચક શક્તિથી તે વાચે, વાચ્ય અર્થના મેળા... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૮ તે શબ્દે આ વ્યાખ્યા કીધી, વાચ્ય-વાચક સંબંધે, અમે એમાં કાંઈ પણ ન કર્યું છે, અમ ચિત ત્યાં કેમ બંધે ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૯ વ્યાપ્ય-વ્યાપક ભાવે તે શબ્દ, વ્યાખ્યા ભલે આ કીધી, જડ શબ્દોને જોડાવાની, શક્તિ અહીં કોણ દીધી ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૦ અમૃતચંદ્ર નિમિત્ત વિના શબ્દો, જોડાત જડ ક્યાંથી ? પરબ્રહ્મવાચી શબ્દબ્રહ્મ આ, અહીં સર્જાત જ શ્યાથી ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૧ પ્રજ્ઞા સમજણ કાંઈ ન જડમાં, તે તો અચેત બિચારો, પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્ર કળાનો, આ તો ચિત્ ચમત્કારો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૨ ન કિંચિત્ કર્તવ્ય જ અમારૂં, નિર્મમ મુનિ ભલે ભાખે, ન કિંચિત્ કર્તવ્ય જ તમારૂં, ચિત્ ચમત્કાર આ દાખે ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૩ उपजाति स्वशक्तिसंसूचितवस्तुतत्त्वै व्याख्या कृतेयं समयस्य शब्दैः । स्वरूपगुप्तस्य न किंचिदस्ति, कर्त्तव्यमेवामृतचंद्रसूरेः ॥२७८॥ G ૮૬૨

Loading...

Page Navigation
1 ... 1011 1012 1013 1014 1015 1016