________________
-
૬,
અમૃત પદ - ૨૧૧
ધાર તરવારની' એ રાગ કર્તા તે જ નિશ્ચય કર્મ જાણો અહીં, કર્તા ને કર્મનો ભેદ જાણો નહિં... (ધ્રુવપદ). ૧ જે જ પરિણામ છે પ્રગટ અહિ વસ્તુનો, તે જ તો નિશ્ચય કર્મ હોયે, તે પરિણામ તો, અપરનો હોય ના, પરિણામીનો જ તે નિયત હોય... કર્તા તે જ નિશ્ચયે કર્મ જાણે... અહીં. ૨. આમ પરિણામ તે કર્મ અહિ નિશ્ચયે. ને પરિણામી તે હોય કર્તા, કર્તાથી શૂન્ય તો કર્મ કદી હોય ના, કર્મથી શૂન્ય તો નો'ય કર્તા... કર્તા તે જ નિશ્ચય કર્મ જાણે. ૩ કર્મ-પરિણામ વિણ એકતાથી અહીં, સ્થિતિ કદી વસ્તુની હોય નાંહિ, તેથી ભગવાન અમૃત કહે યુક્તિથી, કર્તા તે જ નિશ્ચય કર્મ આહિ... કર્તા તે જ નિશ્ચય કર્મ જાણે. ૪
અમૃત પદ - ૨૧૨ સ્વભાવ ચળાવવા આકુલ થઈ જીવડા ! ક્લેશ કરે કાં મોહથી?.. (ધ્રુવપદ). ૧ ફુટતી અનંતી શક્તિ ધરાવતી, વસ્તુ લોટે ભલે હારમાં, હાર આળોટે પણ અંદર ના પેસતી, અન્ય વસ્તુ કો અન્યમાં... સ્વભાવ. ૨ સ્વભાવનિયત જ વસ્તુ સર્વ ઈષ્ટ છે, જાણી લે એમ અમોહથી, સ્વભાવ ચળાવવા આકલ થઈ જીવડા ! ક્લેશ કરે કાં મોહથી ?... સ્વભાવ. ૩ તત્ત્વ અમૃતસિંધુ મંચ્યો વિબુદ્ધથી, ભગવાન અમૃતચંદ્રથી, અનુભવ અમૃત કળશે, કળશે આ, પીઓ પીઓ આનંદથી... સ્વભાવ. ૪
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः, स भवति नापरस्य परिणामिन एव भवेत् । न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया, स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः ।।२११।।
बहि टुंठति यद्यपि स्फुटदनंतशक्तिः स्वयं, तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वंतरं । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते, स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते ॥२१२।।
૮૨૩