Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 995
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૪૬ જ્ઞાનમાત્ર આ તત્વ આત્મનું, વ્યવસ્થિત છે એમ, અખંડ એક અચલ અબાધિત, સ્વસંવેદ્ય જે તેમ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૧ જ્ઞાન સિવાય કોઈ અન્ય ભાવ તો, હોય નહીં જે ઠામ, એવું કેવલ જ્ઞાનમાત્ર આ, તત્ત્વ આત્મનું આમ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૨ જ્ઞાન તે જ છે આત્મા એવું, તત્પણારૂપ આ તત્ત્વ, જ્ઞાન તે જ એ આત્મા કેરા, સ્વરૂપતણું આ સત્ત્વ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૩ જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું, વ્યવસ્થિત છે આમ, વસ્તુ વ્યવસ્થાથી નિશ્ચયથી, જેમ છે તેમ તમામ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૪ ત્રણે કાળ ખંડિત ના એવું, હોયે જેહ અખંડ, દ્વૈત ભાવ જ્યાં વિલયે એવું, એક અદ્વૈત પ્રચંડ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૫ પરભાવથી કદી ચળે ન એવું, અચલ અચલ શું ગાઢ, સ્વભાવ કદી બાધિત ન એવું, અવ્યાબાધ અબાધ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૬ સ્વથી સંવેદિત થાય એવું, સ્વસંવેદ્ય સુનામ, સહજાત્મસ્વરૂપ આત્મતત્ત્વ તે, જ્ઞાન અમૃતરસ ધામ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૭ ભગવાન અમૃતચંદ્ર ભાખ્યું, તત્ત્વતણું આ સત્ત્વ, દાસ ભગવાને અનુવદી તે, વિવેચિયું તત્ તત્ત્વ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૮ ॥ इति सर्वज्ञानविशुद्ध अधिकार ॥ अनुष्टुप् इतीदमात्मनस्तत्त्वं, ज्ञानमात्रमवस्थितं । अखंडमेकमलं, स्वसंवेद्यमबाधितं ।।२४६।। S | | તિ સર્વજ્ઞાનવિશુતાધારઃ | ८४४

Loading...

Page Navigation
1 ... 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016