Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 1008
________________ અમૃત પદ - ૨૭૫ રત્નમાલા જય સહજાત્મસ્વરૂપી પુંજ ! ચિત્ ચમત્કારે ચેતન યુંજ ! જય જ્ઞાનપુંજે મજ્જત્ ત્રિલોકી, સ્ખલન્ વિકલ્પો સકલ આલોકી... જય. સહજાત્મસ્વરૂપી પુંજ ! ૧ સ્વરસ વિસરથી પૂર્ણ અખંડ, તત્ત્વ તણો જ્યાં અનુભવ કંદ, જય સહજાત્મસ્વરૂપી પુંજ ! ચિત્ ચમત્કારી ચેતન યુંજ... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૨ સ્વરૂપથી બ્હારે કદીય ન જાતી, સ્વરૂપમાંહિ સતત સમાતી, નિયમિત એવી અર્ચિણ્ જેની, એક સ્વરૂપે નિત્ય જ લીની... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૩ ચમકંતો ચેતન ચમકારે, ચિત્ ચમકાવે ચિત્ ચમત્કારે, ચિત્ ચમત્કારી આતમ એવો, જય સહજાત્મસ્વરૂપી દેવો... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૪ ચિત્ ચિંતામણિમય સંગીતા, ‘આત્મખ્યાતિ’ આ ‘અમૃત ગીતા’, તત્ત્વ ચિંતામણિ અમૃતચંદ્ર, તત્ત્વ ચિંતામણિમય સુછંદે... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૫ તત્ત્વ ચિંતામણિ શિલા સંયોજી, ‘આત્મખ્યાતિ' આ પ્રાસાદ યોજી, તત્ત્વ કળાના અનુપમ શિલ્પી, અમૃત દાખી કળા અનલ્પી... જય સહજાત્મસ્વરૂપી. ૬ તત્ત્વ ચિંતામણિમય પ્રાસાદ, તત્ત્વ ચિંતામણિ અમૃત પ્રસાદ, પ્રાસાદ શ્રૃંગે કળશ ચઢાવ્યા, સર્વાંગે સુવર્ણ મઢાવ્યા... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૭ સહજસ્વરૂપી અમૃતચંદ્ર, ભગવાન શાનામૃત રસકંદ, તસ ચંદ્રિકા રેલી આનંદે, સહજસ્વરૂપી અમૃતચંદ્રે... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૮ 5 मालिनी जयति सहजपुंजः पुंजमज्जत्रिलोकी स्खलदखिलविकल्पऽप्येक एव स्वरूपः । स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलंभः, प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः || २७५ ॥ ડ ૮૫૭ -

Loading...

Page Navigation
1 ... 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016