Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 994
________________ સર્વ પ્રદેશે જ્ઞાનમયો જે, વિજ્ઞાનઘન આ આત્મા, પર પરમાણુ ન પેસે એવો, વિજ્ઞાનઘન ચિદાત્મા... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૫ પ્રત્યક્ષ કરતું જગને આપ્યું, દિવ્ય ચક્ષુ આ સાક્ષાત્, કુંદકુંદ ને અમૃતચંદ્ર, વિજ્ઞાનઘને સાક્ષાત્... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૬ કદી પણ ક્ષય ન જ પામે, એવું અક્ષય આ જગચક્ષુ, પ્રત્યક્ષ જગ સહુ દેખે એવું, દેખો સદા મુમુક્ષુ... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૭ અક્ષયનિધિ આ કાળ અનંતે, કદી ન ખૂટ્યો ખૂટે, ભલે અનંત અનંત મુમુક્ષુ, લૂટાય તેટલો લૂટે !... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૮ અક્ષયનિધિ આ જ્ઞાનરત્નથી, ભરિયો અમૃત દરિયો, અક્ષયનિધિ આ કુંદકુંદ ને, અમૃતચંદ્ર ધરિયો.. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૯ અક્ષયનિધિ જગચક્ષુ એવું, “સમયસાર આ શાસ્ત્ર, જ્ઞાનપૂર્ણ થયું પૂર્ણ પૂર્ણ આ, “આત્મખ્યાતિ'નું પાત્ર.. એક એહ જગચક્ષુ અક્ષય. ૨૦ પૂર્ણ પ્રકાશનું પૂર્ણ થયું આ, તો ય રહ્યું આ પૂર્ણ ! પૂર્ણથી પૂર્ણ આ નીકળ્યું તોયે, પૂર્ણ શેષ આ પૂર્ણ... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૧ કુંદકુંદને અમૃતચંદ્ર, મંથી સિંધુ સમય શાસ્ત્ર, જ્ઞાનામૃતથી પૂર્ણ ભર્યું આ, પૂર્ણ કળશ આ પાત્ર... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૨ પૂર્ણ આનંદથી પૂર્ણ આનંદમય, વિજ્ઞાનઘન આ આત્મા, પ્રત્યક્ષ કરતું આ જગચક્ષુ, અણું દિવ્ય આ મહાત્મા. એક એહ જગચક્ષુ અક્ષય. ૨૩ વિજ્ઞાનના ઘન વર્ષતો, આ આત્મા આ ઘન વિજ્ઞાન, ગાયો સાક્ષાત્ “વિજ્ઞાનઘન' આ, અમૃતચંદ્ર ભગવાન... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૪ - તેનું ૮૪૩

Loading...

Page Navigation
1 ... 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016