________________
અમૃત પદ - ૨૩૭
ઝેર ગયા ને વેર ગયા' - (રોળા વૃત્ત). આહારક અહીં કેમ જ હોયે, આત્મા આ અણાહારી? પદ્રવ્ય ન આહરણ કરતો, કેમ હોયે દેહધારી?.. આહારક. ૧ પરદ્રવ્યથી એમ સર્વથા, શાન સર્વદા જૂદું, જેમ હતું તેમ રહ્યું અવસ્થિત, સમય મર્યાદા જૂદું... આહારક. ૨ કેમ આહારક તે તો હોય, પરદ્રવ્ય આહરતું? જેથી એના દેહની શંકા, ચિંતકનું મન કરતું... આહારક. ૩ પરનું પરમાણુ ય આહરે ના, આત્મા આ અણાહારી, તો પછી ભગવાન અમૃત આત્મા, કેમ હોયે દેહધારી ?... આહારક. ૪
(
અમૃત પદ - ૨૩૮ લિંગ ન મોક્ષનિદાન જ્ઞાનીને, લિંગ ન મોક્ષ નિદાન, જ્ઞાનમયો આ આત્મા જ્ઞાતા, લિંગ દેહમય જાણ !... જ્ઞાનીને લિંગ ન મોક્ષ નિદાન. ૧ શુદ્ધ જ્ઞાનનો દેહ જ છે ના, એમ નિશ્ચયથી જાણ ! તેથી દેહમય લિંગ શાતાને, હોય ન મોક્ષ નિદાન... જ્ઞાનીને લિંગ ન. ૨ બાહ્ય વેષમય લિંગ તેહ તો, હોય દેહ આશ્રિત, ને આત્માનો દેહ ન હોય, તો તસ લિંગ શી રીત?... જ્ઞાનીને લિંગ ન. ૩ મોક્ષમાર્ગ તો આત્માશ્રિત છે, હોય ન દેહાશ્રિત, તો દેહાશ્રિત લિંગ આત્મને, મોક્ષહેતુ શી રીત?.. જ્ઞાનીને લિંગ ન મોક્ષ નિદાન. ૪ તેથી આગ્રહ સર્વ લિંગનો, કરે મુમુક્ષુ ત્યાગ, જિન ભગવાન અમૃત આ ભાખ્યો, મોક્ષમાર્ગ વીતરાગ.. જ્ઞાનીને લિંગ ન મોક્ષ નિદાન. ૫
अनुष्टुप् व्यतिरिक्तं परद्रव्यादेवं, ज्ञानमवस्थितं । कथमाहारकं तत्त्स्यायेन देहोऽस्य शंक्यते ।।२३७।।
एवं ज्ञानस्य शुद्धस्य, देह एव न विद्यते । ततो देहमयं ज्ञातुर्न लिंग मोक्षकारणं ॥२३८॥
૮૩૭