________________
સમયસાર : આત્મખ્યાતિ
જ્ઞાનીના સ્વયં જ્ઞાનમય ભાવથકી જ્ઞાન જતિને અનતિવર્તતા “જ્ઞાનનાતિમતિવર્તમાના:' - સર્વે જ્ઞાનમય જ ભાવો હોય - નહિ કે પુનઃ અજ્ઞાનમય.' અર્થાતુ જેને આત્માનું જ્ઞાન નથી એવા અજ્ઞાનીના સ્વયં – આપોઆપ અજ્ઞાનમય ભાવથકી અજ્ઞાન જતિને નહિ અતિવર્તતા - નહિ ઉલ્લંઘતા એવા વિવિધ - નાના પ્રકારના પણ અજ્ઞાનમય જ ભાવો હોય - પણ જ્ઞાનમય ભાવો ન જ હોય; અને જેને આત્માનું જ્ઞાન છે એવા જ્ઞાનીના સ્વયં - આપોઆપ જ્ઞાનમય ભાવ થકી જ્ઞાન જાતિને નહિ અતિવર્તતા - નહિ ઉલ્લંઘતા સર્વે જ્ઞાનમય ભાવો જ હોય, પણ અજ્ઞાનમય ભાવો ન જ હોય.
તાત્પર્ય કે - પુદગલદ્રવ્ય આપોઆપ પરિણામસ્વભાવવાળું છે, એટલે તે આપોઆપ પરિણમતું સોનારૂપે પણ પરિણમે અને લોઢા રૂપે પણ પરિણમે, અર્થાતુ તેનું સોનામય પર્યાય પરિણામરૂપ સોના જાતિપણું પણ હોય ને લોઢાય પર્યાય પરિણામરૂપ લોઢા જતિપણું પણ હોય. જે સોનામય પરિણામ (ભાવ) હોય તો તેમાંથી સોનામય કુંડલાદિ પર્યાય-પરિણામ જ હોય, કે જે સોનાની જાતિને કદી ઉલ્લંઘતા નથી, સોના સોના ને સોનાની જાતિના સીમા વર્તુલમાં જ સદા વર્તે છે; જે લોઢામય પરિણામ (ભાવ) હોય તો તેમાંથી લોઢામય કડા આદિ પર્યાય-પરિણામ જ હોય, કે જે લોઢાની જતિને કદી ઉલ્લંઘતા નથી, લોઢા લોઢા ને લોઢાની જાતિના સીમા વર્તુલમાં જ સદા વર્તે છે. તે જ પ્રકારે જીવદ્રવ્ય પણ આપોઆપ પરિણામસ્વભાવવાળું છે, એટલે તે આપોઆપ પરિણમતું જ્ઞાનરૂપે પણ પરિણમે અને અજ્ઞાનરૂપે પણ પરિણમે, અર્થાત્ તેનું સમ્યક્ત સંયુક્તપણાથી જ્ઞાનમય પર્યાય - પરિણામરૂપ જ્ઞાનજાતિપણું પણ હોય ને મિથ્યાત્વ સંયુક્તપણાથી અજ્ઞાનમય પર્યાય પરિણામરૂપ અજ્ઞાન જાતિપણું પણ હોય. જે જ્ઞાનમય પરિણામ (ભાવ) હોય તો તેમાંથી સર્વ જ્ઞાનમય પર્યાય-પરિણામ જ હોય, કે જે જ્ઞાન જાતિને કદી ઉલ્લંઘતા નથી, જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનની જતિની સીમાને ધારી રાખતા
ભાવ સીમંધર હોઈ જ્ઞાન જતિના સીમાવર્તુળમાં જ સદા વર્તે છે; જે અજ્ઞાનમય પરિણામ (ભાવ) હોય તો તેમાંથી વિવિધ નાનાપ્રકારના અજ્ઞાનમય પર્યાય-પરિણામ જ હોય, કે જે અજ્ઞાન જતિને કદી ઉલ્લંઘતા નથી, અજ્ઞાને અજ્ઞાન ને અજ્ઞાનની જાતિના સીમા વર્તુળમાં જ સદા વર્તે છે. આમ સોનામાંથી સોનાના કુંડળ વગેરે જ હોય, પણ લોઢાના કડા વગેરે ન જ હોય; લોઢામાંથી
| લોઢાના કડા વગેરે જ હોય, પણ સોનાના કુંડળ વગેરે ન જ હોય. તેમ જ્ઞાની જ્ઞાનમંડલ ન ઉલ્લંઘે : સોના જેવા જ્ઞાનીના સર્વભાવ જ્ઞાનમય જ હોય, પણ અજ્ઞાનમય ન જ અજ્ઞાની અજ્ઞાનમંડલ
' હોય; અને લોઢા જેવા અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય, પણ ન ઉલંધે
જ્ઞાનમય ન જ હોય. જ્ઞાની જ્ઞાનના જ કંડાલામાં રમે છે, ને અજ્ઞાની અજ્ઞાનના જ કંડાલામાં રમે છે, જ્ઞાની મંડલને-જ્ઞાનના માંડલાને ઉલ્લંઘતો નથી ને અજ્ઞાની અજ્ઞાનના માંડલાને ઉલ્લંઘતો નથી; એટલે જ્ઞાની શુદ્ધ સુવર્ણ સમો છે અને અજ્ઞાની અશુદ્ધ કથિર સમો છે, એમ ધ્વનિ છે.
પર પુદ્ગલ કર્મ
જીવ
SCO