________________
સમયસાર : આત્મખ્યાતિ
કેવલી માટે પણ તેવું જ સાચું છે. તે આ પ્રકારે - ‘क्षयोपशमविजृंभितश्रुतज्ञानात्मकविकल्पप्रत्युद्गमनेपि' ‘ક્ષયોપશમથી વિશૃંભિત શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પના પ્રત્યુદ્ગમને પણ પરપરિગ્રહમાંથી પ્રતિનિવૃત ઔત્સુક્યતાએ કરીને' - ‘વરપરિગ્રહપ્રતિનિવૃત્તૌસ્તુભ્યતા' - શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહા૨-નિશ્ચય બન્ને નયપક્ષનું કેવલ સ્વરૂપ જ જાણે છે, પણ ચિન્મય સમયમાં પ્રતિબદ્ધતાએ કરીને તદાત્વે – ‘તદા’પણામાં ત્યારની - તે વખતની દશામાં - તે વખતે સ્વયં વિજ્ઞાનઘનભૂતપણા થકી તવાત્વે સ્વયમેવ વિજ્ઞાનયનમૂતત્વાત્' - શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પ ભૂમિકાની અતિક્રાંતતાએ કરીને સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે કોઈ પણ નયપક્ષ પરિગ્રહતા નથી, તે નિશ્ચયે કરીને સર્વ વિકલ્પથી પર એવો સમયસાર છે.
-
અર્થાત્ શ્રુતજ્ઞાન ક્ષયોપશમાત્મક છે, ક્ષયોપશમ જ્ઞાનરૂપ છે, એટલે ક્ષયોપશમથી વિભિત ઉલ્લસિત થતા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પનું પ્રત્યુદ્ગમન - ચિત્તમાં ઉઠવું અનિવાર્ય હોઈ ભલે થતું હોય, તો પણ જે ભાવશ્રુતજ્ઞાનરૂપ આત્મજ્ઞાનને પામેલો શ્રુત ‘જ્ઞાની' જ્ઞાની છે, તેને પર પરિગ્રહમાંથી પરભાવના ગ્રહણમાંથી ઔત્સુક્ય પ્રતિનિવૃત્ત થયું છે - પાછું વળી ગયું છે, એટલે તે ભાવશ્રુત આત્મજ્ઞ શાની શ્રુતજ્ઞાનના અવયવભૂત - અંગભૂત વ્યવહાર - નિશ્ચય એ બન્ને નયપક્ષનું – અપેક્ષા વિશેષનું સ્વરૂપ જ કેવલ જાણે છે, પણ તેમાંથી કોઈ પણ નયપક્ષને પરિગ્રહતો નથી. કારણકે ચિન્મય સમયમાં પ્રતિબદ્ધપણાએ કરીને તે ભગવાન જ્ઞાનીને તદા - ત્યારે - તે સમયે - ‘તદા’પણાની સ્થિતિમાં
-
સ્વયમેવ વિજ્ઞાનઘનભૂતપણું વર્તે છે, આ વિજ્ઞાનઘનપણાને લીધે તેઓનું શ્રુતજ્ઞાનાત્મક ‘વિકલ્પ ભૂમિકાનું અતિક્રાંતપણું' વર્તે છે, આ શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પભૂમિકાના અતિક્રાંતપણાને લીધે તેઓને ‘સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણું' વર્તે છે અને આ સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે જ તે ભગવાન્ કે આત્મજ્ઞાની જ્ઞાની ‘આ નયપક્ષ મ્હારો' એમ કોઈ પણ નયપક્ષનો મમત્વ રૂપ ‘પરિગ્રહ' કરતા નથી. આ પૂર્વાપર સંકલનાબદ્ધ કારણપરંપરાની (chain of reasoning) સ્પષ્ટ સમજુતી આ પ્રકારે -
તે આત્મજ્ઞ જ્ઞાની શ્રુતજ્ઞાનના અવયવભૂત અંગભૂત વ્યવહાર - નિશ્ચય એ બન્ને નયપક્ષનું અપેક્ષાવિશેષનું સ્વરૂપ જ કેવલ જાણે છે, પણ તેમાંથી કોઈ પણ નયપક્ષનો પરિગ્રહ કરતા નથી. કારણકે -
(૧) (f) ‘પ્રખર’ - પ્રકૃષ્ટ ખર - ખડતર - કઠોર - આકરી - ઉગ્ર - તીવ્ર દૃષ્ટિથી જે ગૃહીત ગ્રહણ કરાયેલ છે, સર્વ પરભાવ - વિભાવનું તુષ - નિઃસાર ફોતરૂં નીકળી જવાથી જે ‘નિષ્ઠુષ' છે. સદા ઉદયમાન હોવાથી જે નિત્યોદિત છે અને કેવલ ‘ચિત્' ધાતુથી નિર્માણ થયેલ હોવાથી સર્વ પ્રદેશે માત્ર ‘ચિત્' સિવાય જે બીજું કાંઈ નથી, એવા ‘ચિન્મય’ - ચૈતન્યમય ‘સમયમાં’ સહજાત્મસ્વરૂપ આત્મવસ્તુ સમયમાં – મર્યાદામાં પ્રતિબદ્ધ હોવાથી આ જ્ઞાનીને ‘ચિન્મય સમયમાં પ્રતિબદ્ધપણું' વર્તે છે. (૬) આવા ચિન્મય સમયમાં પ્રતિબદ્ધપણું વર્તે છે, તેથી કરીને જ ‘તદાર્વે' – તદાપણામાં - તદા - ત્યારે – તે સમયે વર્તતી સ્થિતિમાં - દશામાં - જ્ઞાનીનું સ્વયમેવ - આપોઆપ જ વિજ્ઞાનઘનપણું વર્તે છે. જેમ ભગવાન્ કેવલીને નિત્ય સ્વયમેવ વિજ્ઞાનધનપણું વર્તે છે, તેમ આ ભગવાન્ આત્મજ્ઞાની જ્ઞાની શ્રુતકેવલીને ત્યારે - તત્કાલે સ્વયમેવ ‘વિજ્ઞાનઘનપણું’ વર્તે છે.
(૨) અને આમ ભગવાન્ આત્મજ્ઞાનીને તદાત્વે તદાપણામાં ત્યારે - તે વખતની દશામાં સ્વયમેવ વિજ્ઞાનઘનપણું વર્તે છે, તેથી જ તેઓનું શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્બહિર્ જલ્પરૂપ વિકલ્પભૂમિકાથી અતિક્રાંતપણું અતીતપણું વર્તે છે, અર્થાત્ વિકલ્પરૂપ શ્રુત જ્ઞાનનું પ્રયોજન તો જ્ઞાનપ્રાપ્તિ માટેનું છે અને આ ભગવાન્ આત્મજ્ઞાની તો ચિન્મય સમય પ્રતિબદ્ધપણાએ કરીને સાક્ષાત્ ‘વિજ્ઞાનધન’- ઘન - નક્કર વિજ્ઞાનમય બની ગયા છે, તો પછી તેમને જ્ઞાનપ્રાપ્તિ માટે જે વિકલ્પવામાં આવે છે એવા અંદરમાં અને બ્હારમાં ઉઠતા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પનું પ્રયોજન પણ શું રહ્યું ?
૬૯૪