________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૭૧
“ભૈયા વિષમ આ સંસાર' - એ રાગ અધ્યવસાનથી સર્વ કાંઈ આ, આત્મ કરે છે આત્મ, તત્ત્વતણું એ સત્ત્વ વદે છે, અમૃતચંદ્ર મહાત્મ... અધ્યવસાનથી સર્વ કાંઈ આ. ૧ બંધાવું મૂકાવું પર કું, હોય ભલે અધ્યવસાન, અર્થક્રિયા તે ના જ કરે છે, મિથ્યા જ તેથી જાણ... અધ્યવસાનથી. ૨ (કારણ કે) તસ સદ્ભાવે ય સ્વના અરાગ કે, વીતરાગ ભાવ અભાવ, નથી બંધાતો નથી મૂકાતો, નિશ્ચય એ છે સાવ... અધ્યવસાનથી. ૩ તસ અભાવે ય સ્વના સરાગ કે, વીતરાગ ભાવ સદ્ભાવ, બંધાય છે કે મૂકાય છે તે, નિશ્ચય એ છે સાવ... અવ્યવસાનથી. ૪ એમ નિષ્ફળ આ અધ્યવસાનથી, વિમોહિત મૂઢાત્મ,, એવું કંઈ પણ છે જ નહિં જે, આત્મ કરે ન ઓત્મ... અધ્યવસાનથી. ૫ અધ્યવસાનથી સર્વ કાંઈ આ, આત્મ કરે છે આત્મ, તત્ત્વ તત્ત્વ ભાખે, આ ભગવાન અમૃતચંદ્ર મહાત્મ... અધ્યવસાનથી. ૬
अनुष्टुप् अनेनाध्यवसायेन, निष्फलेन विमोहितः । तत्किंचनापि नैवास्ति, नात्मात्मानं करोति यत् ॥१७१।।
૮૦૦