________________
અમૃત પદ - ૨૦૧ એક વસ્તુનો બીજી સાથે, સંબંધ સર્વ નિષિદ્ધ, ત્રણે કાળમાં નિશ્ચય એવો, સિદ્ધાંત સ્વયં સિદ્ધ... એક વસ્તુનો. ૧ તેથી આ કર્તા છે આનો, આનું છે આ કર્મ, ક કર્મ ઘટના એ છે ના, વસ્તુભેદે – આ મર્મ... એક વસ્તુનો. ૨ તેથી મુનિઓ ને જન સર્વે, દેખો અકર્તી તત્ત્વ, ભગવાન અમૃતચંદ્ર, તત્ત્વ તણું એ સત્ત્વ... એક વસ્તુનો. ૩
અમૃત પદ - ૨૦૨
“ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ ભાવકર્મનો કર્તા જીવ જ, નિશ્ચય આ સિદ્ધાંત..(૨). ધ્રુવપદ. ૧ તત્ત્વ અકર્તી વસ્તુ સ્વભાવે, આ નિશ્ચય વાર્તા જ, વસ્તુ સ્વભાવ નિયમ આ એવો, જેઓ કળતા ના જ... ભાવકર્મનો કર્તા. ૨ અજ્ઞાને જસ મગ્ન મહમ્ છે, અબૂઝ એવા તેહ, અરે ! બિચારા કર્મ કરે છે, તેથી જ નિશ્ચય એહ.. ભાવકર્મનો કર્તા. ૩ ભાવકર્મનો કર્તા ચેતન, થાયે આપોઆપ, ભગવાન અમૃત નિશ્ચય ભાખે, બીજો કોઈ ન થાપ.. ભાવકર્મનો. ૪
वसंततिलका एकस्य वस्तुन इहान्यतरेण सार्द्ध, संबंध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति.न. वस्तुभेदे, पश्यत्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वं ॥२०१।।
ये तु स्वभावनियमं कलयंति नेम - मज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वति कर्म तत एव हि भावकर्म - कर्ता स्वयं भवति चेतन एव नान्यः ।।२०२।।
૮૧૭