________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૩૯ વર્ણાદિ સામગ્રી સમગ્રા, પુદ્ગલનું નિર્માણ, ખરે! એક પુદ્ગલનું નિર્માણ, તેથી પુદ્ગલ માત્ર જ હો આ ! પણ આત્મા તો ના જ, (કારણ) તેથી અન્ય વિજ્ઞાનઘનો તે, ભગવાન અમૃત આ જ... વર્ણાદિ.
અમૃત પદ - ૪૦ જીવ વર્ણાદિમય કદી હોય ના, ઘડો માટીનો ઘીમય હોય ના.. (ધ્રુવપદ).. જીવ. ૧ ઘી ભર્યું માટીના ઘડા મહિ, તેથી “ઘીનો ઘડો' જ કહ્યો અહીં. પણ ઘડો ઘીમય કદી હોય ના, તેમ જીવ વર્ણાદિમય હોય ના... જીવ. ૨ જીવ રહ્યો વર્ણાદિમય પુદ્ગલે, તેથી વર્ણાદિસંત કહ્યો ભલે, પણ જીવ વર્ણાદિમય હોય ના, ભગવાન અમૃત સમય લોપાય ના... જીવ. ૩
उपजाति वर्णादिसामग्र्यमिदं विदंतु, निर्माणमेकस्य हि पुद्गलस्य । ततोस्त्विदं पुद्गल एव नात्मा, વત: સ વિજ્ઞાન નcતોચ: //રૂBIT.
अनुष्टुप् घृतकुंभामिधानेपि कुंभो घृतमयो न चेत् । जीवो वर्णादिमजीवजल्पनेपि न तन्मयः ॥४०।।
૭૪૨