________________
સમયસાર : આત્મખ્યાતિ
જે નય પક્ષપાત છોડી નિર્વિકલ્પ સ્વરૂપગુપ્ત રહે છે તે જ અમૃત પીએ છે, એવા ભાવનો અમૃત સમયસાર કળશ (૨૪) અમૃતચંદ્રજી લલકારે છે
-
उपजाति य एव मुक्त्वा नयपक्षपातं, स्वरूपगुप्ता निवसंति नित्यं । विकल्पजालच्युतशांतचित्ता स्त एव साक्षादमृतं पिबन्ति ॥ ६९ ॥
જેઓ જ મૂકી નય પક્ષપાત, સ્વરૂપગુપ્તા નિત્ય નિવસે છે, વિકલ્પ જાલ ચ્યુત શાંત ચિત્તા, તેઓ જ સાક્ષાત્ ‘અમૃત' પીએ છે. ૬૯ અમૃત પદ-૬૯
અમૃત સાક્ષાત્ પીએ તે વિરલા, અમૃત સાક્ષાત્ પીએ તે હીરલા... અમૃત. ધ્રુવ પદ. ૧ નયપક્ષનું ગ્રહણ જે મૂકી, પક્ષપાતથી જાય છે ચૂકી,
સ્વરૂપ દુર્ગમાં ગુપ્ત ભરાઈ, સ્વરૂપ ગુપ્ત વસે છે સદાઈ... અમૃત. ૨
વિકલ્પજાલ જટિલથી છૂટી, શાંતચિત્ત થયેલા અખૂટી,
અમૃત સાક્ષાત તેઓ જ પીવે, ભગવાન અમૃત જ્યોતિ જીવે... અમૃત. ૩
અર્થ - જેઓ જ નયપક્ષપાત મૂકીને, સ્વરૂપગુપ્ત નિત્ય નિવસે છે, વિકલ્પ જાલથી ચ્યુત શાંત ચિત્તવાળા તેઓ જ સાક્ષાત્ અમૃત પીએ છે. ૬૯
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. **એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૨૯
-
‘સ્વરૂપ ગુપ્ત' મહામુનિચંદ્ર અમૃતચંદ્રજી આ પ્રસ્તુત નયપક્ષાતીત નિર્વિકલ્પ સમયસારની પ્રસ્તુતિ કરતો આ ‘અમૃત' કળશ પ્રકાશતાં વદે છે કે - ય વ મુત્ત્વા નયપક્ષપાતું - જેઓ જ વિકલ્પરૂપ નયનો પક્ષપાત મૂકી દઈને, વિકલ્પાત્મક નયપક્ષનું ગ્રહણ છોડી દઈને, ‘સ્વરૂપગુપ્ત' રહી નિત્ય નિવસે છે સ્વરૂપ'ગુપ્તા નિવસંતિ નિત્યં - પોતાના - આત્માના સ્વ સ્વરૂપથી ગુપ્ત - સુરક્ષિત થઈને નિત્ય - સદાય નિવસે છે - નિતાંતપણે વસે છે - સ્થિતિ કરી રહે છે, સહજાત્મસ્વરૂપમાં ગુપ્ત થઈ - છુપાઈ - સંતાઈ જઈ - લપાઈ શમાઈ જઈ નિરંતર સ્વરૂપસ્થિત રહે છે, તેઓ જ વિકલ્પજાલથી વ્યુત શાંતચિત્તવાળાઓ સાક્ષાત્ અમૃત પીએ છે, વિત્પાનાતદ્યુતશાંતચિત્તા, ત વ સાક્ષાયમૃત વિવન્તિ | અર્થાત્ જીવ જ્યાં લગી નયપક્ષ ગ્રહે છે, ત્યાં લગી તે વિકલ્પ કક્ષમાં જ રહે છે અને વિકલ્પ એ તો જંગલની જટિલ જાલ જેવી જાલ છે, એટલે એ નયવિકલ્પ - જંગલની જાલમાં જે ફસાયેલો હોય તેને તે જાલના ફાંસલામાંથી છૂટવું બહુ મુશ્કેલ હોય છે અને જ્યાં સુધી તે જાલમાંથી તે છૂટતો નથી ત્યાં સુધી વિકલ્પ આકુલતાને લીધે ચિત્ત શાંત થતું નથી, પણ જેવો જ તે વિકલ્પ જાલથી છૂટે છે તે વિકલ્પ અનાકુલતાને લીધે ‘શાંતચિત્ત' બને છે અને જેવો જ તે શાંતચિત્ત બને છે તેવો જ તે સાક્ષાત્ અમૃતનું પાન કરે છે, શાંત સુધારસમય અમૃતમય આત્માનો સાક્ષાત્ અનુભવ અમૃત રસ પી જન્મ-જરા-મરણ રહિત ‘અમૃત’ બને છે. આવી પરમ ‘અમૃત’ નિર્વિકલ્પ શાંત સમાધિ દશાને પામીને સાક્ષાત્ અમૃતસાગરનું અનુભવન કરનારા ‘સ્વરૂપગુપ્ત’ શ્રીમદ્ રાજચંદ્રજીના તેમના પરમાર્થસખા સૌભાગ્ય પરના અમૃતપત્રોમાં સહજ
૭૮