________________
કકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૨ જાદૂગરે પ્રતિભાસ રૂપે દેખાડેલ ભ્રમરૂપ ઈન્દ્રજાલનું જેમ વાસ્તવિક અસ્તિત્વ છે નહિ, તેમ વિવિધ કલ્પના જાલ રૂપ આ વિકલ્પ દ્રજાલનું વાસ્તવિક અસ્તિત્વ છે નહિ; અને જેનું વાસ્તવિક અસ્તિત્વ છે, તે નિર્વિકલ્પ “ચિત્' તત્ત્વ તો તત્ત્વવેદીને સ્વયં અનુભવગોચર છે, એટલે અનંત વિકલ્પમય અવાસ્તવિક ઈદ્રજલનો અંત આણવાને જે કોઈ પણ સમર્થ હોય તો આ એક વાસ્તવિક નિર્વિકલ્પ પરમ નિશ્ચયરૂપ ‘ચિત’ અનુભવ જ છે. અને એટલા માટે જ પરમ તત્ત્વવેદી ‘વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજી અત્રે અદભુત આત્મનિશ્ચયથી ગજ્ય છે કે - આવી આ અનંત વિકલ્પમય ઈદ્રાલને જેનું ‘વિસ્કુરણ જ' - જરાક ચમકવું જ તલ્લણ - તે જ ક્ષણે સમસ્તને ફગાવી દે છે, તે “ચિનુ મહસુ’ - સર્વ અન્ય તેજથી મહતુ. ચૈતન્ય તેજ “ચિતુ' હું છું - તમ વિન્મ: |
* ૬૮૯