________________
સમયસાર : આત્મખ્યાતિ
over), તે જ સમસ્ત વિકલ્પથી અતીવ - પર એવો પોતે નિર્વિકલ્પ - સર્વ વિકલ્પથી નિવૃત્ત એક અદ્વૈત વિજ્ઞાનધનસ્વભાવી થઈને સાક્ષાત્ - પ્રત્યક્ષ પ્રગટ સમયસાર - શુદ્ધ આત્મા ઉપજે છે. આવા નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘન સ્વભાવી સાક્ષાત્ સમયસારને પામેલા વિજ્ઞાનઘન જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ આત્માનુભવોાર છે કે -
વિકલ્પ - નયપક્ષ અતિક્રામે તે નિર્વિકલ્પ સમયસાર થાય
‘‘અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. **એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.’' છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી ને નમસ્કાર છે.'' ઈ. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૭૭), ૩૭૮
તેમાં – પ્રથમ તો જે જીવમાં કર્મ બદ્ધ - બંધાયેલું છે એમ વિકલ્પે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે બંધાયેલું નથી, એવા એક પક્ષને અપેક્ષાવિશેષને અતિક્રામતો - ઉલ્લંઘતો છતાં, ઘુ પક્ષમતિામપિ - વિકલ્પને નથી અતિક્રામતો - ઉલ્લંઘતો, વિકલ્પની કક્ષાને - હદને ઓળંગતો નથી. 7 વિત્ત્વમતિામતિ । જે જીવમાં કર્મ અબદ્ધ છે – બંધાયેલું નથી એમ વિકલ્પે છે, તે જીવમાં કર્મ બદ્ધ છે – બંધાયેલું છે એવા એક પક્ષને - અપેક્ષાવિશેષને અતિક્રામતો - ઉલ્લંઘતો છતાં, વિકલ્પને નથી અતિક્રામતો - ઉલ્લંઘતો, વિકલ્પની મર્યાદાને ઓળંગતો નથી. અને વળી જીવમાં કર્મ બદ્ધ – બંધાયેલું અને અબદ્ધ - નહિ બંધાયેલું છે એમ વિકલ્પે છે, તે તો દ્વિતયમતિપક્ષમનતિમત્ બન્ને ય પક્ષને - અપેક્ષાવિશેષને અનતિક્રામતો - નહિ અતિક્રામતો - નહિ ઉલ્લંઘતો છતાં, વિકલ્પને નથી અતિક્રામતો, નથી ઉલ્લંઘતો, વિકલ્પની કક્ષાને - મર્યાદાને ઓળંગતો નથી. “ન વિન્પમતિામતિ' । - આમ બદ્ધ, અબદ્ધ કે બદ્ધાબદ્ધ કોઈ પણ નયપક્ષને ગ્રહનારો વિકલ્પના વર્તુળમાં જ વર્તે છે, વિકલ્પના વર્તુળને ઓળંગતો નથી.
નય પક્ષ અતિક્રામે પણ તે વિકલ્પ અતિક્રામતો નથી
-
તેથી ફલિત થાય છે કે ય વ સમસ્તનયક્ષમતિામતિ' - જે જ સમસ્ત નયપક્ષને અતિક્રામે છે, ઉલ્લંઘે છે, સર્વ નયપક્ષની કક્ષાને ઓળંગી જાય છે, તે જ સમસ્ત વિકલ્પને અતિક્રામે છે ઉલ્લંઘે છે, ‘સર્વ સમસ્ત વિત્ત્વમતિામતિ' - સર્વ વિકલ્પના વર્તુલને ઓળંગી જાય છે; અને ય વ સમસ્તું વિત્ત્વમતિામતિ - જે જ સમસ્ત વિકલ્પને અતિક્રામે છે - ઉલ્લંઘે છે, સર્વ વિકલ્પના વર્તુલને ઓળંગી જાય છે, ‘સ વ સમયસાર વિવતિ', તે જ શુદ્ધ આત્મારૂપ સમયસારને અનુભવે છે, સંવેદે છે, જાણે છે. જો એમ છે તો વારુ, કોણ પક્ષસંન્યાસભાવના નથી નટાવતો ? જો નામ पक्षसंन्यासभावना न नाट्यतिः' । - અર્થાત્ એમ વિવરી દેખાડ્યું તેમ જે જે નય છે તે તે વિકલ્પ છે અને જે જે વિકલ્પ છે તેથી સમયસાર પર છે, વિકલ્પાતીત - નિર્વિકલ્પ છે, એટલે જ્યાં લગી નયપક્ષરૂપ વિકલ્પનું ‘ગ્રહણ’ છે, ત્યાં લગી શુદ્ધ આત્મચંદ્ર રૂપ નિર્વિકલ્પ સમયસારની મુક્તિ નથી પ્રાપ્તિ નથી અને જ્યારે નયપક્ષરૂપ વિકલ્પનું ગ્રહણ છૂટે છે, ત્યારે જ અમૃતવર્ષી શુદ્ધ આત્મચંદ્ર રૂપ નિર્વિકલ્પ સમયસારની મુક્તિ છે - પ્રાપ્તિ છે. એટલે જે શુદ્ધ આત્મચંદ્રરૂપ નિર્વિકલ્પ સમયસારની મુક્તિ - પ્રાપ્તિ ઈચ્છે છે, એવો કયો ઈચ્છાયોગી મુમુક્ષુ જોગીજન વિકલ્પરૂપ નયપક્ષ ગ્રહણના સંન્યાસની - ત્યાગની ભાવના અત્યંતપણે નટાવે નહિ ? નાટકના પાત્રની જેમ કયો અધ્યાત્મ પાત્ર ફરી ફરી આત્મભાવનાપણે ભજવી દેખાડે નહિ ? અર્થાત્ નાટકના પાત્રને જે જે ભાગ ભજવવાનો હોય છે તે તે સારી પેઠે ભાવવો પડે છે અભ્યાસવો પડે છે, ત્યારે જ તે બરાબર ભજવી શકે છે; તેમ અત્રે મુમુક્ષુરૂપ અધ્યાત્મ પાત્રે પણ આ પક્ષસંન્યાસભાવનાની આત્મભાવના સારી પેઠે ભાવવી પડે અભ્યાસવી પડે એમ છે, ત્યારે જ તે આ સમયસાર અધ્યાત્મનાટકમાં સમયસારનો યથાર્થ ભાગ ભજવી શકે છે.
જે નય પક્ષ અતિક્રામે તે વિકલ્પ અતિક્રામે : વિકલ્પ અતિક્રામે તે સમયસાર વિદે
-
Fes
-
-