________________
કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯ અનુભવોલ્ગારમાં આનું જીવતું જાગતું જ્વલંત ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. જેમકે -
“આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ પામવી બાકી છે. જે સુલભ છે અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; “તું િતુંહિ” વિના બીજી રટના રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહિ.”
“અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માનાં સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણકે અન્ય ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૭૦, ૩૨૨
ક૭૯