________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૬૮ અજ્ઞાની દ્રવ્યકર્મ નિમિત્ત ભાવોની હેતુતા પામે છે એવા ભાવનો ઉત્થાનિકા સમયસાર કળશ (૨૩) પ્રકાશે છે -
अनुष्टुप
अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकां । द्रव्यकर्मनिमित्तानां, भावानामेति हेतुतां ॥६८॥ અજ્ઞાનમય ભાવોની, અજ્ઞાની વ્યાપી ભૂમિકા તે દ્રવ્ય કર્મ નિમિત્ત, ભાવોની હેતુતા લહે. ૬૮
અમૃત પદ-૬૮ અજ્ઞાનમય ભાવોની ભૂમિકા, વ્યાપી સદા અજ્ઞાની રે; દ્રવ્યકર્મ નિમિત્ત ભાવોની, લહે હેતુતા આણી રે... અજ્ઞાનમય. ૧ મિથ્યાત્વ અવિરતિ કષાય યોગો, દ્રવ્યકર્મના હેતુ રે; તેના હેતુ આત્મભાવનો, હોય અજ્ઞાની હેતુ રે... અજ્ઞાનમય. ૨ અજ્ઞાન ભાવ તે આત્મચંદ્રને, રસતો જાણે કેતુ રે;
ભગવાન અમૃત જ્યોતિ ઝગે ત્યાં, કિહાં રહે એ હેતુ રે... અજ્ઞાનમય. ૩ અર્થ - અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને દ્રવ્યકર્મના નિમિત્ત એવા ભાવોની હેતુતા પામે છે. ૬૮
અમૃત જ્યોતિ' મહાભાષ્ય પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કોટ્યાવધિ યોજનો ચાલ્યા કરે છે, ત્યાં જોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય ?' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૨૩૨ - હવે પછીની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે જ્ઞાનમયમાવનામ જ્ઞાની વ્યાખ્ય ભૂમિ - જેને આત્માનું જ્ઞાન નથી એવો જે અજ્ઞાની જીવ છે, તે “અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને વર્તે છે, અજ્ઞાન દશાના વર્તુળમાં જ વર્તે છે, અજ્ઞાનના ખાબોચીઆમાંથી બહાર નીકળતો નથી, એટલે અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને, દ્રવ્યકર્મ નિમિત્તનાં ભાવોની હેતુતાને પામે છે', ‘દ્રવ્યવનિમિત્તાન માવાનાં યાતિ હેતુત ' અર્થાત અજ્ઞાનમય ભૂમિકાને વ્યાપીને વર્તતો અજ્ઞાની જે જે અજ્ઞાનરૂપ આત્મભાવો કરે છે, જે જે અજ્ઞાનમય ભાવકર્મ કરે છે, તે તે દ્રવ્યકર્મના નિમિત્ત કારણરૂપ હોય છે અને તે જે જે અજ્ઞાનરૂપ આત્મભાવો કરે છે તે તે અજ્ઞાનમય ભૂમિકાને જ વ્યાપીને વર્તે છે. - “માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધ કર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે અને કાં કેવલ દશા છે, તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકર્તા એવો આ માયા પ્રપંચ છે. જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જેગ્યતાનું આવરણ ભંગ થતું નથી.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૩૨
૬૬૧