________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્વયમેવ-આપોઆપ જ મિથ્યાષ્ટિ થઈને પુદગલ કર્મ કરે છે, તો તેવો તર્ક પ્રગટ અવિવેક જ છે - “સ વિનાવિવેક:', કારણકે નિશ્ચય કરીને તત્ત્વદૃષ્ટિથી દેખતાં આત્મા અને પુગલને ભાવ્ય-ભાવક સંબંધ જ છે નહિ, આત્મા ભાવ્ય ને પુગલ ભાવક એવા “ભાવ્ય-ભાવક ભાવનો અભાવ જ છે - માવ્યભાવ ભાવમાવતુ ! એટલે જેમ કુતર્કથી કલ્પવામાં આવ્યું હતું તેમ નિશ્ચય કરીને આત્મા પુદ્ગલમય મિથ્યાત્વાદિનો વેદક પણ – વેદનારો પણ નથી, “ર ઉત્ત્વત્મિા પુતિદ્રવ્યમયમિથ્યાત્વાદ્રિવેદો', તો પછી તે પુદગલકર્મનો કર્તા તો કેમ હોય વારુ ? “૨૬ પુર્નિ : ઋત્ત નામ ?' અર્થાત “પુદગલમય મિથ્યાત્વાદિને વેદતો' જીવ એમ જે પ્રથમ તર્ક કરવામાં આવ્યો હતો, તે જ મૂળ તો ખોટો છે, તેનું ઉત્થાન થવું તે પણ મિથ્યા અસદ્ ઉભાવનરૂપ છે. કારણકે આત્મભાવમય મિથ્યાત્વાદિને કદાચિત વેદતો જીવ મિથ્યાદેષ્ટિ એ કહેવું કોઈ અપેક્ષાએ ભલે બરાબર હોય, પણ “પુગલભાવમય’ મિથ્યાત્વાદિને વેદતો જીવ મિથ્યાદેષ્ટિ હોઈ પુદ્ગલકર્મ કરે છે એમ કહેવું તે બરાબર નથી જ, પણ તત્ત્વાતત્ત્વના વિવેક વગરનું માત્ર અવિવેકી કથન જ છે. એટલે આત્મા પુદ્ગલકર્મનો કર્તા છે એમ કહેવું તે પણ પ્રગટ અવિવેક હોઈ સર્વથા અયુક્ત જ છે.
એટલે “આ આવ્યું' અર્થાતુ આનો ફલિતાર્થ - તાત્પર્યાર્થ એ થયો કે - “પુદ્ગલ દ્રવ્યમય” મિથ્યાત્વાદિ ચાર સામાન્યપ્રત્યયો, તેના જે “ગુણ' શબ્દથી વાચ્ય - “ગુણસ્થાન” નામે ઓળખાતા તેર વિકલ્પો - પ્રકારો વિશેષપ્રત્યયો છે, તેઓ “કેવલ જ' - હેવના ઈવ - અન્ય કોઈ પણ સહાય વિના કેવલ માત્ર પોતે જ કર્મો કરે છે. તેથી પુદ્ગલકર્મોનો જીવ અકર્તા છે અને “ગુણો” જ - ગુણસ્થાનો જ તેના કર્તાઓ છે; અને તે ગુણસ્થાનો તો “પુદ્ગલ દ્રવ્ય જ છે, તેથી આમ પુદ્ગલ કર્મનું પુદ્ગલ દ્રવ્ય જ એક કર્તુ છે, એમ સ્થિત છે, એમ સિદ્ધ થયું.
“ચૌદ ગુણસ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે. જેમ એક હીરો છે તેને એક એક કરતાં ચૌદ પેહેલ પાડો તો અનુક્રમે વિશેષ વિશેષ કાન્તિ પ્રગટે અને ચૌદ પેહેલ પાડતાં છેવટે હીરાની સંપૂર્ણ કાન્તિ પ્રગટે. આજ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૫૭ (ઉપદેશ છાયા)
આકૃતિ
કર્તા પુદ્ગલ દ્રવ્ય -
| | | | મિથ્યાત્વ અવિરતિ કષાય યોગ
૪ સામાન્ય પ્રત્યયો
પુદ્ગલ કર્મ મિશ્રાદેષ્ટિ આદિ સયોગી પર્યત ૧૩ “ગુણ” વિશેષ પ્રત્યયો
સ્વ. જીવ
પર પુદ્ગલ
૬૩૦