________________
સમયસાર : આત્મખ્યાતિ
એમ પુદ્ગલની સ્વભાવભૂત પરિણામ શક્તિ હોતાં તેનું આત્મભાવનું કર્તુત્વ પ્રકાશતો સમયસાર કળશ (૧૯) પ્રકાશે છે -
૩૫નાતિ - स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य, स्वभावभूता परिणामशक्तिः ।
तस्यां स्थितायां स करोति भावं, यमात्मनस्तस्य स एव कर्ता ॥६४॥ એમ સ્થિતા પુદ્ગલની અવિષ્ના, સ્વભાવભૂતા પરિણામશક્તિ; તે સ્થિત સતે તેહ કરે જ ભાવ, જે આત્મનો તે તસ કર્યું સાવ. ૬૪
અમૃત પદ-૬૪, “સાહેબા ! વાસુપૂજ્ય જિર્ણોદા' - એ રાગ દ્રવ્ય પુદ્ગલ આ પરિણામી, નિજ ભાવનો કર્તા નામી; એમ પુદ્ગલ પરિણામ શક્તિ, સ્વભાવભૂત સ્થિત એ વ્યક્તિ... દ્રવ્ય. ૧ તેહ સ્થિત સતે આ ખરે ! છે, જે ભાવ આત્માનો કરે છે;
તેનો તેહ જ કર્તા ઠરે છે, ભગવાન અમૃતચંદ્ર વદે છે... દ્રવ્ય. ૨ અર્થ - એમ ખરેખર ! નિશ્ચયથી પુદ્ગલની સ્વભાવભૂતા પરિણામ શક્તિ અવિના સ્થિત છે; તે સ્થિત સતે તે પુદ્ગલ જે ભાવ આત્માનો કરે છે, તેનો તે જ કર્તા હોય છે.
- “અમૃત જ્યોતિ” મહાભાષ્ય જડ ભાવે જડ પરિણમે' - શ્રીમદ્ રાજચંદ્રજી “પુદગલ પરિનામી દરબ, સદા પરિવૈ સોઈ;
યાતૈ પુદગલ કરમક, પુદ્ગલ કરતા હોઈ.” - બના. કૃત સ.સા. કર્તા અ-૨૦ આ જે ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં કહ્યું, તેનો સારસમુચ્ચયરૂપ નિગમન કરતો આ તસ્વામૃત સંભૂત કળશ રજૂ કરતાં પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજી વદે છે કે - તેિવિના હતુ પુત્રાનસ્થ સ્વભાવમૂતા રામવિક્તઃ - એમ ઉક્ત પ્રકારે ત્રણે કાળમાં ન ચળે એવા નિશ્ચયથી પુદ્ગલની “સ્વભાવભૂત” એવી પરિણામશક્તિ “અવિઘ્ન સ્થિત છે, જ્યાં કંઈ પણ અંતરાય-આડખીલી રૂપ વિઘ્ન નથી એવી અચલ અબાધિતપણે સ્વયં સ્થિત છે. કાંઈ નવીન સ્થાપિત કરવાની નથી અને તસ્યાં સ્થિતીય સ રોતિ માવં યાત્મનઃ - તે સ્થિત (Ever-standing) સતે તે પુદ્ગલ જે ભાવ “આત્માનો” - પોતાનો કરે છે, તેનો તે જ પુગલ કર્તા છે –તસ્ય સ વિ જર્ના |
s૩૮