________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૨૮-૧૨૯ લક્ષને જ્ઞાની કદી ચૂકતો નથી. એટલે જ્ઞાની જ્ઞાનમયપણાને કદી અતિવર્તતો - ઉલ્લંઘતો નહિ હોઈ સદા જ્ઞાન વર્તુલની મર્યાદામાં જ (within the orbit of knowledge) વર્તે છે, તેથી તેના સર્વ ભાવ જ્ઞાનમય જ હોય છે. તાત્પર્ય કે - “RTIનુવિદ્યાિિન હાર્યા - કાર્યો કારણાનુવિધાયિ - કારણને અનુસરતું વિધાન –
કાર્ય કરનારા - કારણને અનુસરનારા હોય છે એ શ્રી અમૃતચંદ્રાચાર્યજીના શાળાનવિપનિ હાળિ' સૂત્ર પ્રમાણે જેનું ઉપાદાન કારણ હોય તેવું જ કાર્ય હોય છે - “ઉપાવાન - કારણ અનવિધામિનિ કાર્ય વારસદૃશં છા મવતિ’ | આત્મારૂપ ઉપાદાનનો ભાવ જે અજ્ઞાનમય હોય
તો તે અજ્ઞાનમય આત્મભાવ થકી ઉપજતો સર્વ કોઈ પણ ભાવ અજ્ઞાનમય જ હોય, જે જ્ઞાનમય હોય તો તે જ્ઞાનમય આત્મભાવ થકી ઉપજતો સર્વ કોઈ પણ ભાવ જ્ઞાનમય જ હોય. જવના બીજમાંથી શાલિ ઉપજે નહિ ને શાલિના બીજમાંથી જવ ઉપજે નહિ, જવના બીજમાંથી જવ જ ઉપજે ને શાલિના બીજમાંથી શાલિ જ ઉપજે. તેમ અજ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ ઉપજે નહિ ને જ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ ઉપજે નહિ, અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉપજે ને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉપજે. “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા” એ વ્યવહારિક લોકોક્તિ અત્રે પરમાર્થમાં પણ સાચી પડે છે. એટલે અજ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોય નહિ ને જ્ઞાનીના ભાવ અજ્ઞાનમય હોય નહિ, અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય હોય ને જ્ઞાનીના સર્વ ભાવ જ્ઞાનમય જ હોય - આ ત્રણે કાળમાં ન ફરે એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થિત છે.
આકૃતિ
જ્ઞાની
અજ્ઞાની
જ્ઞાનમય ભાવ
અજ્ઞાનમય ભાવ
વ
જીવ
પુદ્ગલ કર્મ
૬૫૫