________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૧૩-૧૧૫
ઉપરમાં જે ચાર સામાન્ય પ્રત્યયો અને તેના વિકલ્પરૂપ તેર વિશેષ પ્રત્યયો કહ્યા, તે પ્રત્યયોનું અને જીવનું એકપણું નથી એમ આ ગાથાઓમાં પ્રતિપાદન કર્યું છે અને ‘આત્મખ્યાતિ’ કર્તાએ તેનું નિષ્ઠુષ સુયુક્તિથી સમર્થન કરતું અનન્ય વ્યાખ્યાન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે -
=
જીવનું ઉપયોગમયપણું છે, એટલે નીવસ્ય તન્મયત્વાર્ જીવના તન્મયપણાને લીધે’ ઉપયોગમયપણાને લીધે ઉપયોગ જેમ જીવથી ‘અનન્ય છે' અભિન્ન છે - જૂદો નથી, બીવાવનન્યઃ ઉપયોગઃ', તેમ ‘જ' - અચેતન ક્રોધ પણ જો જીવથી ‘અનન્ય જ' – અભિન્ન જ છે, જૂદો નથી, એવી ‘પ્રતિપત્તિ’ - માન્યતા કરવામાં આવે, તો ચિત્તૂપ અને જડના ‘અનન્યપણાને લીધે' - અભિન્નપણાને લીધે જીવને ઉપયોગમયપણાની જેમ જડ ક્રોધમયપણાની આપત્તિ થાય - ખડોધમયાવત્તિઃ । - અર્થાત્ ચિદ્રૂપ ચેતનનું અને જડરૂપ અચેતનનું અનન્યપણું - અભિન્નપણું પ્રાપ્ત થતાં, જીવનું જેમ સચેતન રૂપ ઉપયોગમયપણું છે તેમ જડ-અચેતન એવું ક્રોધમયપણું પણ પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે અને તેમ થતાં તો ‘જે જ જીવ તે જ તે જ અજીવ' એમ દ્રવ્યાંતર લુપ્તિ - દ્રવ્યાંતર લોપપણું થશે, અર્થાત્ જે ચેતન જીવ તે જ અચેતન અજીવ બનશે, એમ બેમાંથી કોઈ પણ એક દ્રવ્યનો લોપ થશે, કાં તો જીવ જ રહેશે અને કાં તો અજીવ જ રહેશે. આમ અનિષ્ટાપત્તિરૂપ મહા દોષ આવશે. ‘એમ પ્રત્યય - નોકર્મ
કર્મની પણ જીવથી અનન્યત્વ - પ્રતિપત્તિમાં આ જ દોષ છે', એ જ પ્રકારે પ્રત્યયોનું, નોકર્મનું અને કર્મોનું પણ જીવથી અનન્યપણું - અભિન્નપણું માનવામાં આ જે કહ્યો તે જ અનિષ્ટ આપત્તિનો મહાદોષ પ્રાપ્ત થશે.
હવે આ દોષના ભયથી ‘અન્ય ૬ ઉપયોગાત્મા નીવ:' ઉપયોગાત્મા જીવ અન્ય જ છે, જડ સ્વભાવી ક્રોધ અન્ય જ છે, અન્ય વૈં નઽસ્વમાવ: ોધઃ', એવો જો અભુપગમ સ્વીકાર કરવામાં આવે, તો જેમ ઉપયોગાત્મા જીવથી જડસ્વભાવી ક્રોધ અન્ય છે, તેમ પ્રત્યય-નોકર્મ-કર્મો પણ અન્ય જ છે.’ કારણકે જડ સ્વભાવપણાનો અવિશેષ છે' ખડસ્વમાવત્વાવિશેષાત્ - ક્રોધના અને પ્રત્યયાદિના જડ સ્વભાવપણામાં તફાવત નથી. અર્થાત્ ક્રોધ જેમ જડ સ્વભાવી છે, તેમ પ્રત્યયાદિ પણ જડ સ્વભાવી જ છે. એટલે જડ ક્રોધ જેમ ઉપયોગમય આત્માથી અન્ય જ છે - જૂદો જ છે, તેમ જડ પ્રત્યયાદિ પણ ઉપયોગમય આત્માથી અન્ય જ છે - જૂદા જ છે, માટે જીવ - પ્રત્યયનું એકત્વ છે નહિ 'नास्ति जीव પ્રત્યયોરેવં, ચેતન એવા જીવનું અને અચેતન જડ એવા પ્રત્યયનું એકપણું છે નહિ, કૃતિ સિદ્ધમ્ ।
આકૃતિ
અનન્ય ઉપયોગ
જીવથી
/
અન્ય
૬૩૩
ક્રોધ-પ્રત્યય-કર્મ-નોકર્મ
[*]|
-