________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૮ હોય ને ચેતન પ્રેરણા, કોણ રહે તો કર્મ? જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.”
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સુત્ર-૭૪ આરોપિત સુખ ભ્રમ ટળ્યો રે, ભાસ્યો અવ્યાબાધ. અજિત જિન.” - શ્રી દેવચંદ્રજી
આત્મા પુદગલ દ્રવ્યાત્મક કર્મ કરે છે એવો જે ઉપચાર કરાય છે તે કેવી રીતે કરાય છે ? તેનું અત્ર રાજા-પ્રજાના દષ્ટાંતથી સ્પષ્ટીકરણ કર્યું છે અને તે બિંબ–પ્રતિબિંબ ભાવથી વિવરી દેખાડી આત્મખ્યાતિ કર્તાએ અત્યંત વિશદીકરણ કર્યું છે.
લોકના જે ગુણ-દોષ છે, તે તો લોકના પોતાના જ “વ્યાપ્ય-વ્યાપક ભાવથી સ્વભાવથી જ' - વ્યાયવ્યાપમાન સ્વમાવત પર્વ - ઉપજી રહેલ છે, છતાં વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે પણ - વ્યાપ-સ્થાપવમાવામાજિ' - તે ગુણ-દોષનો “ઉત્પાદક' - ઉપજાવનારો રાજા છે એવો ઉપચાર કરાય છે, તેમ પુદ્ગલ દ્રવ્યના “વ્યાપ્ય વ્યાપક ભાવથી સ્વભાવથી જ દ્રવ્ય-ગુણ ઉપજી રહેલ છે, છતાં વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે પણ તેનો - “તે દ્રવ્ય-ગુણનો ઉત્પાદક - ઉપજાવનારો જીવ છે એવો ઉપચાર કરાય છે, આરોપિત ભાવ કરાય છે.
આકૃતિ
લોક - ગુણદોષ ઉપચારથી
રાજ
પુદ્ગલ દ્રવ્ય - દ્રવ્ય ગુણ
ઉપચારથી
જીવ
4
૫૨ પુગલ
જીવે
૬૨૫