________________
નિશ્ચયથી
સમયસાર : આત્મખ્યાતિ
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જો ચેતન કરતું નથી, થતા નથી તો કર્મ;
તેથી સહજ સ્વભાવ નહીં, તેમ જ નહીં જીવધર્મ ''
“હું કરતા હું કરતા પરભાવનો હોજી, ભોક્તા પુદ્ગલ રૂપ.'' શ્રી દેવચંદ્રજી
આ ઉપરથી સ્થિત છે કે આત્મા પુદ્ગલ દ્રવ્ય ગ્રહે છે ઈત્યાદિ વ્યવહારનયનું વક્તવ્ય - કથન છે એમ અત્ર નિગમન (conclusion) કર્યું છે અને તેનું તત્ત્વસર્વસ્વસમર્પક વિવરણ આત્મખ્યાતિકર્તાએ કર્યું છે. આ આત્મા ખરેખરા નિશ્ચયે કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવું પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ નથી ગ્રહતો, નથી પરિણમાવતો, નથી ઉપજાવતો, નથી કરતો, નથી બાંધતો. શાને લીધે ? વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે - વ્યાયવ્યાપમાવામાવાત્’ પણ જે વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે પણ - 'व्याप्यव्यापकभावाभावेपि' પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય પુદ્ગલદ્રવ્યાત્મક કર્મ આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે, એવો વિકલ્પ તે ખરેખર ! ઉપચાર છે.
આત્મા
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૭૫
પુદ્ગલદ્રવ્ય કર્મને
નથી ગ્રહતો, નથી પરિણામવતો
નથી ઉત્પાદતો, નથી કરતો, નથી બાંધતો
આકૃતિ
૨૨
-
પુદ્દગલ દ્રવ્ય કર્મને
ગ્રહે છે, પરિણામાવે છે,
ઉત્પાદે છે, કરે છે, બાંધે છે.
-
-
આત્મા
(વ્યવહા૨થી) ઉપચારથી
પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મના ત્રણ તબક્કા (stages) છે ‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય', ‘પ્રાણં વિદ્યાર્યં નિર્વર્ડ્સ ધ પુર્ાતદ્રવ્યાભર્મ' । પ્રાપ્ય એટલે પ્રાપ્ત થવા યોગ્ય, વિકાર્ય એટલે વિકાર પામવા યોગ્ય, નિર્વર્ત્ય એટલે નિર્વર્તાવા - સર્જાવા યોગ્ય - બનાવવા યોગ્ય. આ ત્રણ વિભાગ વા તબક્કામાં ‘પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ' વેંચાયેલું છે. આવા પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય એવા પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મમાં આ આત્માના વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ' છે, એટલે નિશ્ચયથી આ આત્મા પ્રાપ્ય વિકાર્ય નિર્વé એવા પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી, અર્થાત્ પ્રથમ તો પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ આત્માને પ્રાપ્ય જ નથી, પ્રાપ્ત થવા યોગ્ય (Approachable, Accesible) જ નથી, એટલે તે તેને ગ્રહે જ ક્યાંથી ? અને જ્યાં પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ આત્માને પ્રાપ્ય જ નથી - ગ્રાહ્ય જ નથી, ત્યાં પછી વિકાર્ય તો ક્યાંથી જ હોય ? એટલે તે તેને પરિણમાવી કેમ શકે ? અને આમ જ્યાં પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ પ્રાપ્ય ને વિકાર્ય નથી, ત્યાં પછી તે આત્માથી નિર્વર્ત્ય કેમ જ હોઈ શકે ? એટલે તે કર્મને ઉપજાવે જ કેમ ? કરે જ કેમ ? વા બાંધે જ કેમ ? આમ વ્યાપ્ય - વ્યાપક ભાવના અભાવે આત્મા પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવું પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ નથી ગ્રહતો, નથી પરિણમાવતો, નથી ઉપજાવતો, નથી કરતો, નથી બાંધતો. આમ તત્ત્વથી - પરમાર્થથી અને નિશ્ચયથી વસ્તુસ્થિતિ છે, છતાં આત્મા પ્રાપ્ય વિકાર્ય