________________
પૂર્વગઃ સમયસાર કળશ-૨૨
કક્ષાથી પ્રકાશે છે - “અનાદિથી જીવને સંસાર રૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણા રૂપ કોઈ અંશ પ્રત્યે
તેને બોધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશ દેષ્ટિ પ્રગટવાનો પરમ કૃપાળુ શાનીનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસાર પરિણતિ આડે તેને તે અવકાશ દુઃખહર સ્વાભાવિક સન્માર્ગ પ્રાપ્ત થતો નથી. જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને
સ્વપ્રાપ્તિ ભાન ઘટતું નથી, જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને એવા આત પુરુષે દુઃખ મટવાનો માર્ગ જામ્યો છે જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે પણ કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિષે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાન પરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુખ પરિણામ તેથી આત્માને સ્વાભાવિક પણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યા પૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વ સ્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તલ્લણ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૨૧, (૩૫)
૨૪૫