________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૩૨ તેને “જિતમોહ' સાધુ પરમાર્થ - વિજ્ઞાયકો - પરમાર્થના વિશેષ જાણકારો કહે છે. શાસ્ત્રકારના આ
ભાવને “આત્મખ્યાતિ'કારે પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી પ્રવિકસિત કરી. જિતમો તે જિન . મોજયન મોહજયનું સંપૂર્ણ વિધાન દર્શાવી અપૂર્વ પરમાર્થ પ્રકાશ્યો છે - જે ખરેખર ! અમૃતચંદ્રજીએ દાખવેલું પરમ નિશ્ચય કરીને - ભાવક એવા મોહને ભાવ્ય એવા આત્માના વ્યાવર્તન વડે અભુત સંપૂર્ણ વિધાન હઠથી હઠાવી, સમસ્ત ભાવ્ય-ભાવક સંકર દોષના ઉપરતપણાએ કરી -
વિરામ પામ્યાપણાએ કરી એકત્વમાં ટંકોત્કીર્ણ ભગવત જ્ઞાનસ્વભાવે કરી દ્રવ્યાંતરસ્વભાવભાવી સર્વ ભાવાંતરોથી - અન્ય ભાવોથી પરમાર્થથી - તત્ત્વથી - નિશ્ચયથી અતિરિક્ત - અલાયદો - જુદો તરી આવતો એવો આત્મા સંચેતે છે - સંવેદે છે - સમ્યક અનુભવે છે, તે નિશ્ચયથી “જિતમોહ' એવો જિન, એમ દ્વિતીય નિશ્ચયસ્તુતિ છે. કેવા મોહને ? ફલદાનની સમર્થતાએ કરી પ્રાદુર્ભત - પ્રગટ થઈ ભાવકપણે થઈ રહેલા એવા પણ મોહને, કેવી રીતે હઠાવી - ચકકત કરી ? ભાવ્ય એવા આત્માના દૂરથી જ - લાંબેથી જ તે મોહની “અનુવૃત્તિમાંથી” - “અનુ’ - અનુકુળ - અનુસરતી “વૃત્તિમાંથી' - વર્તનામાંથી વ્યાવર્તન વડે - પાછા વળવાપણાએ કરીને. એવા મોહને એમ ઉક્ત વિધાનથી હઠથી હઠાવી, એકત્વમાં ટૂંકોત્કીર્ણ એવો આત્મા, જે ભગવતા - ભગવતુ જ્ઞાનસ્વભાવ વડે સર્વ ભાવાંતરોથી અતિરિક્ત - અધિક - જૂદો તરી આવતો એવો સંચેતે છે. તે જ્ઞાનસ્વભાવ કેવો છે ? - (૧) આ વિશ્વની પણ – સમસ્ત જગતુની પણ ઉપર તરતો. એમ શાથી ? - (૨) પ્રત્યક્ષસાક્ષાતુ ઉદ્યોતિતાએ-પ્રકાશમાનતાએ કરીને નિત્યેજ અંતઃ-પ્રકાશમાન-અંતરમાં પ્રકાશી રહેલો એમ શાથી ? (૩) અનપાયી, અપાય - હાનિ નહિ પામતો, કદી પણ ચાલ્યો નહીં જતો. એમ શાથી? - (૪) સ્વત સિદ્ધ - સ્વતઃ સ્વથી - આપોઆપ સિદ્ધ - સુપ્રતિષ્ઠિત. એમ શાથી ? (૫) પરમાર્થ સત - પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી સતુ - અસ્તિત્વ રૂપ - હોવાપણા રૂપ. એમ ઉક્ત ગુણસંપન્ન છે તેથી શું ? ભગવતુ - સમગ્ર સંપૂર્ણ આનૈશ્વર્યરૂપ ભગથી સંપન્ન, એવો. ઉક્ત વિધાનથી ભાવક એવા મોહને હઠથી હઠાવી, સમસ્ત ભાગ - ભાવક દોષના ઉપરતપણાએ કરી એકત્વમાં ટંકોત્કીર્ણ એવા આત્માને આવા ભગવતુ જ્ઞાનસ્વભાવે કરી દ્રવ્યાંતર સ્વભાવભાવી સર્વ ભાવાંતરોથી પરમાર્થથી અતિરિક્ત - જુદો એવો સંચેતે છે. તે નિશ્ચય કરીને “જિતમોહ' - મોહ જેણે જીત્યો છે એવો જિન. એવી આ બીજી નિશ્ચય સ્તુતિ છે. આમ સેંકડો ગ્રંથો જેટલા આશયથી પણ અધિક એવા એક જ સૂત્રાત્મક અદ્ભુત પરમાર્થઘન સળંગ વાક્યમાં મહાગીતાર્થેશ્વર મહાનિગ્રંથ મહામુનિ અમૃતચંદ્રજીએ ગૂંથેલ આ પરમ પરમાર્થગંભીર ગ્રંથવસ્તુનો હવે વિશેષ વિચાર કરીએ.
મોહ નામનું કર્મ છે, તે જ્યારે ફલદાનની સમર્થતાએ કરી પ્રાદુર્ભાવ પામે છે – પ્રગટે છે , ‘ત્તાન સમર્થતા પ્રદુર્વ્યૂ', વિપાક પામી ફલ દેવાને માટે ઉદય આવે છે, ત્યારે તે ભાવકપણે ભવંતુ - હોઈ રહેલું હોય છે. અર્થાત તે મોહભાવ ઉત્પન્ન કરનાર એવા “ભાવક' રૂપે હોતું હોય છે, “ભવન્ટેન મયંતમપિ' - અને આત્મા છે તે “ભાવ્ય” છે અર્થાત તે ભાવક વડે કરીને ભાવાવા યોગ્ય ભાવિત થવા યોગ્ય છે. પણ તેવા પ્રકારે ભાવિત થવું - ન થવું તે આત્માની પોતાની સ્વતંત્ર ઈચ્છાવૃત્તિને આધીન છે. એટલે આત્મા ધારે તો તે મોહભાવને અનુવર્તે - અનુસરે, ન ધારે તો ન અનુવર્તે - ન અનુસરે, મોહભાવને અનુવર્તવું - ન અનુવર્તવું એ આત્માની મુન્સફીની આધીન વાત છે, મોહને અનુકૂળ - પ્રતિકૂળ થવાની આ મુખ્ય રહસ્ય ચાવી (master-key) આ આત્માના જ હાથમાં છે. એટલે મોહ ઉદય પામી ભાવકપણે વર્તતાં છતાં, પણ - હોઈ રહ્યા છતાં પણ, “દૂરત વ તનુવૃત્ત - દૂરથી જ તેની “અનુવૃત્તિમાંથી' - “અનુ” - અનુકૂળ - અનુસરતી “વૃત્તિમાંથી' - વર્તનામાંથી ભાવ્ય એવા આત્માનું “વાવર્તન” - પાછાવાળવાપણું (Turning back, retreat) કરી “માત્મનો માવ્યર્ચ થાવર્તનન’ - તે મોહને હઠથી - બળથી - જબરજસ્તીથી (forcibly) હઠાવે છે, “હનું મોઢું ચ9ત્ય', આત્માથી પૃથક - અલગ કરે છે. ભલે મોહ ઉદય આવ્યો હોય અને આત્માને ભાવવાની તૈયારીમાં હોય યા ભાવતો હોય - ભવંત હોય ભવંતરિ - તો પણ તેની “અનુવૃત્તિમાંથી - અનુકૂળ વૃત્તિમાંથી આત્માને દૂરથી જ પાછો વાળી લે, તો મોહનું કાંઈ
૨૮૧