________________
સમયસાર : આત્મખ્યાતિ
વસ્તુરૂપ મોહના યુક્તપણાને લીધે, નાવિધ્વંતરમૂતોમોહયુવતત્વત ઉપયોગના મિથ્યાદર્શન અજ્ઞાન અને
અવિરતિ એમ ત્રિવિધ પરિણામવિકાર છે. અને તે તો તેને સ્ફટિકની અનાદિ વર્તતરત મોહના સ્વચ્છતાની જેમ પરથકી પણ પ્રભવતો - પ્રભવ - જન્મ પામતો - ઉપજતો યુક્તપણાને લીધે ચૈતન્યનો દેષ્ટ છે. જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ પરિણામનું સમર્થપણું છે જ, છતાં ત્રિવિધ પરિણામવિકાર કદાચિત કાળા-લીલા-પીળા એવા તમાલ-કદલી-કાંચન પાત્રના ઉપાશ્રય
યુક્તપણાને લીધે તે સ્ફટિક સ્વચ્છતાનો કાળો-લીલો-પીળો એવો ત્રિવિધ પરિણામ વિકાર દષ્ટ છે, તેમ અનાદિ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ સ્વભાવરૂપ વવંતરભૂત (અન્ય વસ્તુરૂપ) મોહના યુક્તપણાને લીધે, વસ્વંતરમૂતમીદયુવતત્વ ઉપયોગનો મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ એવો ત્રિવિધ પરિણામ વિકાર દેખવ્ય (દખવો યોગ્ય) છે, ત્રિવિધ પરિણામવિહાર: | પ્રત્યેક વસ્તુ સ્વભાવ રૂપે સ્વરૂપ પરિણામે સ્વરસથી જ (By itself) આપો આપ જ પરિણમવાને
સમર્થ છે, આપો આપ જ (જેને ગ્રામ્ય ભાષામાં આડો આડો કહે છે) સ્વ રસથી જ સમસ્ત વસ્તુનું કુદરતી રીતે જ (By natural inclination) નિજ નિજ પરિણામિક ભાવે
સ્વભાવભૂત સ્વરૂપ નિજ સ્વભાવભૂત સહજાત્મસ્વરૂપે પરિણમવાને શક્તિમાનું છે. એટલે પરિણામ સમર્થપણું પરિણામિકભાવે આત્મા આત્મસ્વભાવભૂત સહજઆત્મસ્વરૂપ પરિણામે
પરિણમવાને અને પુદ્ગલ પુદ્ગલસ્વભાવભૂત પુગલ સ્વરૂપ પરિણામે પરિણમવાને સમર્થ છે જ. આ હકીકત સમસ્ત વસ્તુના સંબંધમાં સત્ય છે - આ નિશ્ચય છે. છતાં જીવના સંબંધમાં કંઈક જુદી જ વિશિષ્ટતા વર્તે છે, અને તે એ કે અનાદિકાળથી જીવને “વવંતરભૂત' - જીવથી અન્ય વસ્તુરૂપ - પરવસ્તરૂપ મોહનો સંયોગ સંબંધ વર્તે છે; તે પર વસ્તુરૂપ મોહના યુક્તપણાને લીધે ઉપયોગનો મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ એમ ત્રિવિધ - ત્રિપાંખિયો પરિણામ વિકાર હોય છે. આમ જીવમાં સ્વભાવ સ્વરૂપે પરિણમવાનું સમર્થપણું છે જ છતાં, પરવસ્તરૂપ અનાદિ મોહાલમાં મુંઝાઈ જવાથી જીવનો સ્વભાવભૂત ઉપયોગ મિથ્યાદર્શન–અજ્ઞાન-અવિરતિ એમ વિભાવ રૂ૫ ત્રણ પ્રકારનો વિકાર પરિણામ પામ્યો છે.
કનકોલિવતુ પડિ પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંયોગી જ્યાં લગી આતમા, સંસારી કહેવાય... પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરું, કિમ ભાંજે ભગવંત ?'' - શ્રી આનંદઘનજી
જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહ નો, ભાખે જિન ભગવંત.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અંક-૨૨૬, ૨૬૬
અત્રે પ્રશ્ન થવો ઘટે છે કે પરવસ્ત થકી ઉપયોગ પરિણામનો વિકાર કેમ સંભવે ? એનો ઉત્તર અહીં આપ્યો છે કે - સ્ફટિકની સ્વચ્છતા છે, તેનો વિકાર પર થકી પણ પ્રભવતો - ઉપજતો - પૂરતોડરિ પ્રમવન' - પ્રત્યક્ષ દેખાય છે, આ દૃષ્ટાંત પરથી આ સિદ્ધાંત સમજી લેવો. સ્વચ્છતા એ સ્ફટિકનું સહજ સ્વાભાવિક સ્વરૂપ છે. સ્વચ્છતા રૂપ સ્વરૂપ પરિણામ સ્વરસથી જ
આપોઆપ પરિણમવાનું સ્ફટિકનું સમર્થપણું છે જ. છતાં પાસમાં રહેલા ઉપાધિ યોગે સ્ફટિકનો
કાળા-લીલા-પીળા ઉપાશ્રયરૂપ - ઉપાધિરૂપ પાત્રના યુક્તપણાને લીધે તે ત્રિવિધ સ્વચ્છતા વિકાર
સ્ફટિક સ્વચ્છતાનો કાળો-લીલો-પીળો એમ ત્રિવિધ-ત્રણ પ્રકારનો પરિણામ
વિકાર દેખાય છે. સ્ફટિકની આગળમાં ઉપાશ્રયભૂત જે કાળું તમાલપાત્ર હોય તો સ્ફટિક કાળું દેખાય છે, લીલું કેળ પાત્ર હોય તો સ્ફટિક લીલું દેખાય છે અને પીળું સુવર્ણ પાત્ર હોય તો સ્ફટિક પીળું દેખાય છે. આમ ઉપાધિરૂપ પાત્રના સંયોગને લીધે સ્ફટિકની સ્વચ્છતાનો ત્રિવિધ પરિણામવિકાર લોકમાં પ્રગટ દેખ છે.
૫૫૨