________________
સમયસાર : આત્મખ્યાતિ
જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુકત દશાની જીવ આસાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે.
અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે.
આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્ય અધ્યાસ નિવૃત્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાત્મ અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતત્યાગ કહ્યો નથી, એમ છે તો પણ આ જીવે અંતત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.'
- - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૩૦૩), પદ૯
સ્વ. જીવ
પરપુદ્ગલ કર્મ
૫૦