________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૬
એવી અમાનુષ વ્યવહારતાએ વર્તતાં તે તથાપ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. તેમ - આ આત્મા છે તેને પોતાના આત્મસ્વરૂપનું ભાન નથી, એટલે ‘અજ્ઞાનને લીધે જ' તે ભાવ્ય એવા પ૨ને અને ભાવક એવા આત્માને એક કરે છે અને એમ કરતો તે ‘અવિશ્વાાનુભૂતિમાત્રમાવાનુંચિત' - અવિકાર અનુભૂતિ માત્ર' ભાવકને અનુચિત એવા 'विचित्रभाव्यक्रोधादिविकारकरंबितचैतन्यपरिणामविकारतया' વિચિત્ર ભાવ્ય ક્રોધાદિ વિકારથી ‘કરંબિત' – સંમિશ્રિત - ચૈતન્યપરિણામ વિકારતાએ કરીને' તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છે. અર્થાત્ ભાવક આત્મા તો જ્યાં કોઈ પણ વિકારનો અવકાશ નથી એવો ‘અવિકાર’ અને જ્યાં માત્ર એક .અનુભૂતિ સિવાય બીજું કાંઈ નથી એવો ‘અનુભૂતિમાત્ર' છે અને ભાવ્ય એવા ક્રોધાદિ તો ‘વિકાર' છે અને 'વિચિત્ર' - નાના પ્રકારના વિભાવ ભાવ છે. આમ ભાવક આત્મા અને ભાવ્ય પર બન્ને પ્રગટ વિભિન્ન અને વિલક્ષણ છે, એટલે વિચિત્ર ભાવ્ય ક્રોધાદિ વિકાર એ ‘અવિકાર અનુભૂતિમાત્ર' ભાવકને અનુચિત છે - ઉચિત નથી - યોગ્ય નથી, છતાં અજ્ઞાનને લીધે જ ભાવક આત્મા ભાવ્ય ક્રોધાદિ વિકારથી સેળભેળ ચૈતન્યપરિણામ વિકારપણે પરિણમી તેવા તેવા પ્રકારના ક્રોધાદિ વિભાવ ભાવનો કર્તા પ્રતિભાસે છે.
અથવા જેમ - જેણે શિષ્યની યોગ્યાયોગ્યતાની પરીક્ષા નથી કરી એવા 'અપરીક્ષક' આચાર્યે શિષ્યને આદેશ કર્યો કે ‘તું મહિષનું - પાડાનું ધ્યાન ધર'. એટલે તે ગુરુ આદેશથી તે ‘મુગ્ધ' - બાળો ભોળો - અણસમજુ શિષ્ય પાડાનું ધ્યાન ધરવા બેઠો ને પાડાના ધ્યાનમાં તલ્લીન - તન્મય બનેલો તે પાડાને ને આત્માને એક ચિંતવવા લાગ્યો. એટલે જેના શિંગડા આકાશને કર્ષે છે ખણે છે એવા ‘અભંકષ વિષાણવાળો' મહામહિષ - મોટો પાડો પોતે આત્મા છે એમ એકપણાનો અધ્યાસ તેને થઈ ગયો ! તે એટલે સુધી કે તે જ્યાં ધ્યાન ધરતો હતો તે ઓરડામાં એક દ્વાર માણસને બ્હાર નીકળવાનું હતું અને બીજું પાડાને નીકળવાનું હતું, છતાં તે પાડા-ધ્યાની ‘મનુષ્ય-પાડો' મનુષ્ય દ્વારનો ઉપયોગ કરવાનું છોડી દઈ મહિષ દ્વારનો ઉપયોગ કરવા લાગ્યો ! આમ અજ્ઞાનને લીધે જ તે તથાવિધ ભાવનો કર્તા પ્રવેશે છે.
તેમ
મહિષ ધ્યાનાવિષ્ટ દુષ્ટાંત ઃ અજ્ઞાનને લીધે જ શેય-શાયક
એવા પરને-આત્માને એક કરતો આત્મા તથાવિધ
વિભાવનો કર્તા
-
—
આ આત્મા પણ ‘અજ્ઞાનાત્’
‘અજ્ઞાનને લીધે’ શેય શાયક એવા પર-આત્માને એક કરતો, આત્મામાં ૫૨દ્રવ્યનો અધ્યાસ કરે છે, આત્મામાં પરદ્રવ્યનું એકરૂપ પણું માની બેસે છે. એટલે (૧) નોઈદ્રિયના મનના વિષયરૂપ કરાયેલા ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ-જીવાંતરથી શુદ્ધ ચૈતન્ય ધાતુની નિરુદ્ધતા થાય છે, તેથી કરીને (૨) તેમજ - ઈંદ્રિયના વિષયરૂપ કરાયેલા રૂપિ પદાર્થથી તેનો ‘કૈવલ બોધ' - ‘કૈવલ જ્ઞાન' ‘તિરોહિત' થઈ જાય છે, તેથી કરીને (૩) અને ‘મૃતક' - મડદા
-
રૂપ ‘કલેવરમાં’ ખોળીઆમાં પરમામૃત’ પરમ અમૃત વિજ્ઞાનઘનની મૂર્છિતતા થાય છે, તેથી કરીને, તે આત્મા તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છે.
જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે.
-
-
વિષયાર્રાપણાથી મૂઢતાને પામેલી વિચાર શક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે, કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે.
-
વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે.''
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૨૬, હાથનોંધ
સ્વ
જીવ
૫૮૧
પર
પુદ્ગલ