________________
સમયસાર : આત્મખ્યાતિ
જ્ઞાની હંસને જ્ઞાનજન્ય વિવેકથકી જ અકર્તાપણું - કેવલ જ્ઞાતવ્યપણું જ હોય છે એમ પ્રકાશનો સમયસાર કળશ (૧૪) સંગીત કરે છે -
वसंततिलका ज्ञानाद्विवेचकतया तु परात्मनो यो, जानाति हंस इव वाःपयसौर्विशेषं । चैतन्यधातुमचलं स सदाधिरूढो, जानीत एव हि करोति न किंचनापि ॥५९॥ આત્મા - અનાત્મની વિવેચકતાથી જ્ઞાને, જે હંસ જેમ જલ-દુગ્ધ વિશેષ જાણે; ચૈતન્ય ધાતુ અચલા નિત રૂઢ તે છે, જાણે જ છે પણ કંઈ પણ ના કરે છે. ૫૯
અમૃત પદ-૫૯
ધાર તરવારની સોહલી દોહલી.” એ રાગ જ્ઞાની હંસ જાણતો, કર્તુત્વ ન આણતો, જાણે પણ કાંઈ પણ ના કરે છે શુદ્ધ ચૈતન્ય ધાતુ પરે રૂઢ તે, શુદ્ધ અમૃત અનુભવ ધરે છે. જ્ઞાની હંસ. ૧ હંસ જ્યમ નીર ને ક્ષીર વિવેચતો, નીર ને ક્ષીર વિવેક આણે, તેમ જ શાને કરી વિવેચકતા ધરી, પર અને આત્મ વિશેષ જાણે. જ્ઞાની હંસ. ૨ તેહ અચલો ખરે ! ચૈતન્ય ધાતુ પરે, નિત્ય અધિરૂઢ થઈને રહે છે, તેહ જાણે જ છે કંઈય ન કરે જ છે, એમ ભગવાન અમૃત કહે છે... જ્ઞાની હંસ. ૩
અર્થ - જ્ઞાન થકી વિવેચકતાએ કરીને જે, નીર-ક્ષીરમાં હંસની જેમ, પર-આત્માનો વિશેષ જાણે છે, તે અચલ ચૈતન્ય ધાતુએ સદા અધિરૂઢ થયેલો નિશ્ચય કરીને જાણે જ છે, કંઈ પણ કરતો નથી. ૫૯
અમૃત જ્યોતિ” મહાભાષ્ય “આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એજ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. પ૩૫, ૧૯૩ “હલચલ મેટ ખબર લે ઘટકી, ચિત્તે રમતા જલ મેં.' - શ્રી આનંદઘન પદ, ૭
આગલા બે કળશમાં અજ્ઞાનની ભારોભાર નિંદા કરી અમૃતચંદ્રજી મહાકવિએ આ અને પછીના કળશમાં જ્ઞાનની મુક્ત કંઠે પ્રશંસા કરી છે, તેમાં આ કળશમાં જ્ઞાન થકી ક્ષીરનીરવતુ વિવેક પ્રગટી શુદ્ધ ચૈતન્યમય આત્મામાં સદા સ્થિતિ હોય છે એમ અપૂર્વ ભાવથી લલકાર્યું છે - જ્ઞાનાત્ વિવેવછતયા તુ TRIભનો ર્યો - જ્ઞાન થકી વિવેચકતાએ કરીને - વિભાગ - બેંચણ - વિવેચન કરવારૂપ વિવેચકાણાએ કરીને જે પર-આત્માના હંસ જેમ ક્ષીર-નીરના, વિશેષને - તફાવતને જાણે છે - “નાનાતિ હંસ વ વ:યો વિશેષ', તે કદી પણ ચલાયમાન ન થાય એવી અચલ ચૈતન્યધાતુમાં સદા અધિરૂઢ થયેલો - વૈત ધાતુમવત્ત સ સાધિરૂઢો, નિશ્ચયે કરીને જાણે જ છે, કંઈ પણ કરતો નથી - “નાનીત gવ હિ કરોતિ – વિના - અત્રે હંસનું દાંત પરિભાવન કરવા યોગ્ય છે : પાણી અને દૂધ આમ છે તો જૂદા પણ એકમેકમાં એવા સંવલિત થઈ ગયા છે કે તે નીર ક્ષીર એકરૂપવતુ ભાસે છે. પણ હંસના
પ૯૨