________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૨
આત્મખ્યાતિટીકાર્ય અહીં નિશ્ચય કરીને અનાદિ અજ્ઞાનને લીધે પર-આત્માના એકત્વ અધ્યાસે કરીને, જે આ આત્મા અચલિત વિજ્ઞાનઘનૈક સ્વાદવાળા જ આત્માના સ્વાદને મંદ-તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મ વિપાકદશા વડે ભેદતો સતો, શુભ વા અશુભ અજ્ઞાન રૂપ ભાવ કરે છે, તે આત્મા ત્યારે તન્મયપણાએ કરીને તે ભાવનો વ્યાપકપણાને લીધે કર્તા હોય છે, અને તે ભાવ પણ ત્યારે તન્મયપણાએ કરીને તે આત્માનું વ્યાપ્યપણાને લીધે કર્મ હોય છે, અને તે જ આત્મા ત્યારે તન્મયપણાએ કરીને તે ભાવનો ભાવકપણાને લીધે - અનુભવિતા હોય છે, અને તે ભાવ પણ ત્યારે તન્મયપણાએ કરીને તે આત્માનો - ભાવ્યપણાને લીધે - અનભાવ્ય હોય છે અને એમ અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય. ૧૦૨
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “શુભાશુભ અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે.” “પરિણામની ધારા એ “થરમોમીટર' સમાન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩, ૮૬૪ “અસદૂભૂત નીહર્ચ કરે, ભાવકર્મ એ જીવ, દ્રવ્યકર્મ કૌ કુનિ ગ્રહ, નય વ્યવહાર સદીવ.” - દ્રવ્યપ્રકાશ', ૩-૨૯ જ્ઞાની તો પરભાવનો કર્તા ન જ હોય, એટલું જ નહિ પણ અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન
હોય - જ્ઞાની વાપિ ન પરમાવી છ ચાત' - એમ અત્ર નિરૂપણ કર્યું છે અશાની પણ પરભાવનો અને આત્મખ્યાતિ કર્તાએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી તેનું અપૂર્વ કર્તા ન હોય તે ભાવોદ્ઘાટન કર્યું છે. અહીં નિશ્ચય કરીને અનાદિ અજ્ઞાનને લીધે
પર-આત્માના એકત્વ અધ્યાસે કરીને - એકપણે માની બેસવાપણાએ કરીને. મંદ-તીવ્ર સ્વાદવાળી પુગલકર્મ વિપાકદશા વડે અચલિત એક વિજ્ઞાનઘન સ્વાદવાળા પણ આત્માના સ્વાદને ભેદતો, જે આ આત્મા શુભ વા અશુભ અજ્ઞાન રૂપ ભાવ કરે છે. તે આત્મા ત્યારે તે ભાવનો કર્તા હોય છે. શાને લીધે ? તન્મયપણાએ કરી વ્યાપકપણાને લીધે, “તન્મય વ્યાપહાત', અને તે ભાવ પણ ત્યારે તે આત્માનું કર્મ હોય છે, શાને લીધે ? તન્મયપણાએ કરી વ્યાપ્યપણાને લીધે - ‘તન્મયત્વેન વ્યાત્વિક્ - અને તે જ આત્મા ત્યારે તે ભાવનો “અનુભવિતા” - અનુભવનારો હોય છે, શાને લીધે ? તન્મયપણાએ કરી ભાવકપણાને લીધે – “તન્મયત્વેન બાવરુત્વાક્ - અને તે ભાવ પણ તે આત્માનો “અનુભાવ્ય” - અનુભાવાવા યોગ્ય હોય છે, શાને લીધે ? તન્મયપણાએ કરી ભાવ્યપણાને લીધે - “તન્મયત્વેન માવ્યાત' - અને એમ ઉક્ત પ્રકારે અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય.
અનાદિથી આ આત્માને નિજ સ્વરૂપનું અજ્ઞાન વર્તે છે, તે અનાદિ અજ્ઞાનને લીધે - “મનારજ્ઞાનાત' - તે પર-આત્માનો “એકત્વઅધ્યાસ’ કરે છે - પરાત્મનોરઋત્વાધ્યાસે એકપણારૂપ મિથ્યા માન્યતા કરી બેસે છે. એટલે મૂળ સહજાત્મસ્વરૂપે નિશ્ચયથી તો તે “અચલિત વિજ્ઞાનઘન એક સ્વાદવાળો જ છે - નવનિવિજ્ઞાનનૈવસ્વાસ્થgિ, છતાં મંદ-તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મની વિપાક દશા - ઉદયાવસ્થા વડે કરીને તે આત્માના વિજ્ઞાનઘનૈક અનુભવ રસ સ્વાદનો ભેદ – દ્વિધાભાવ કરે છે અને એમ ભેદ કરતો સતો અજ્ઞાની આત્મા શુભ વા અશુભ ભાવ કરે છે, કે જે “અજ્ઞાન રૂપ” જ છે - શુમમશુમં વા યોય ભાવમાનરૂપમાત્મા શ્રોતિ | જે આ અજ્ઞાન રૂપ શુભ-અશુભ ભાવ આત્મા કરે છે, તે આત્મા ત્યારે તે ભાવનો - તન્મયપણે વ્યાપકપણાને લીધે – કર્તા હોય છે અને તે ભાવ પણ તે આત્માનું - તન્મયપણે વ્યાપ્યપણાને લીધે – કર્મ હોય છે. વ્યાપકપણાથી તન્મયપણે શુભાશુભ ભાવ કરતો હોવાથી તે આ શુભાશુભ ભાવરૂપ ભાવકર્મનો પ્રગટપણે કર્તા છે અને આ શુભાશુભ ભાવ પણ આદિ-મધ્ય-અંતમાં આત્માથી તન્મયપણે વ્યાપાવા યોગ્ય - વ્યાપ્ય હોઈ આત્માથી વ્યાપાઈને કરાઈ રહ્યું હોવાથી આત્માનું કર્મ છે – ભાવકર્મ છે.
અને અજ્ઞાની આત્મા ત્યારે તન્મયપણે ભાવ્ય-ભાવકપણે તે ભાવનો ભાવક-ભાવનારો હોય છે,
sou