________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મા આત્મભાવનો જ કર્તા - પરભાવનો નહિ જ એમ ઉદ્ઘોષતો સમયસાર કળશ (૧૬) પ્રકાશે છે -
૩૬૬ अज्ञानं ज्ञानमप्येवं, कुर्वनात्मानमंजसा । स्यात्कर्तात्मात्मभावस्य, परभावस्य न क्वचित् ॥६१॥ અજ્ઞાન જ્ઞાન વા એમ, કરતો આત્મ આત્મને; આત્મભાવ તણો કર્તા, ન ક્વચિત્ પરભાવનો. ૬૧
અમૃત પદ-૧ આત્મા આત્મને જ્ઞાન કરતો, કાં અજ્ઞાન કરંત, એમ આત્મા આ આત્મભાવનો, કર્તા ખરે ! હવંત... આત્મા. ૧ પણ પરભાવનો કર્તા તે તો, કોઈ કાળે પણ નો'ય,
ભગવાન અમૃતચંદ્રની એવી, અમૃતવાણી જોય... આત્મા. ૨ અર્થ - એમ આત્માને અજ્ઞાન-શાન પણ કરતો આત્મા આત્મભાવનો કર્તા હોય, ક્વચિત પરભાવનો કર્તા ન હોય.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય “આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે અધ્યાત્મ જ્ઞાન છે. “સપુરુષમાં ભાવ અધ્યાત્મ પ્રગટ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ઉપદેશ છાયા (૯૫૭)
“ગ્યાન ભાવ ગ્યાની કરે, અગ્યાની અગ્યાન, દર્વ કર્મ પુદગલ કરે, યહ નિહરૈ પરવાન.” - બના.કૃત સ.સા. કર્તા કર્મ અ. ૧૭
આ જે ઉપર કહ્યું તેના સારસર્વસ્વરૂપ આ કળશમાં આત્મા આત્મભાવનો જ કર્તા હોય એમ સ્પષ્ટ પ્રકાશ્ય છે - જ્ઞાનું જ્ઞાનમગ્રેવં સુન્નાભાનમંનસી - એમ - ઉપરમાં વિસ્તારથી કહી દેખાડ્યું તેમ ઉક્ત પ્રકારે આત્માને અજ્ઞાન કે જ્ઞાન પણ કરતો આત્મા સીધે સીધી રીતે સર્વ - સમસ્ત આત્મભાવનો જ કર્તા હોય, ક્વચિત પરભાવનો કર્તા ન હોય - સાત વર્તાત્મા-માવસ્ય પરમાવસ્ય ન વવ. અર્થાતુ. આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે, તે કાં તો અજ્ઞાન ભાવે પરિણમે, કાં તો જ્ઞાન ભાવે પરિણમે, એટલે કાં તો તે આત્માને અજ્ઞાન કરે કાં તો જ્ઞાન જ કરે, આમ સીધે સીધી વાત છે કે આત્મા અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ આત્મભાવનો જ કર્તા હોય - અજ્ઞાની અજ્ઞાન રૂ૫ આત્મભાવનો કર્તા હોય ને જ્ઞાની જ્ઞાનરૂપ આત્મભાવનો કર્તા હોય, પણ અજ્ઞાની કે જ્ઞાની કોઈ પણ પરભાવનો કર્તા તો ક્વચિત પણ - ક્યારેય પણ - ક્યાંય પણ ન જ હોય, ન જ હોય. આ અખંડ નિશ્ચય સિદ્ધાંત છે.
૫૯૬