________________
સમયસાર : આત્મખ્યાતિ
પ્રતિમતિ . અર્થાત્ સર્વ વિકલ્પથી પર હોવાથી જે નિર્વિકલ્પ છે, અકૃત્રિમ - સહજ હોવાથી જે અકૃતક (non-artificial) છે, પરભાવનું àત મટી જવાથી - અદ્વૈત હોવાથી જે એક છે અને અન્ય ભાવને પેસવા ન દીએ એવો ઘન - નક્કર સર્વ પ્રદેશે વિજ્ઞાનમય રૂપ વિજ્ઞાન હોવાથી જે વિજ્ઞાનઘન છે, એવો નિર્વિકલ્પ, અકતક, એક “વિજ્ઞાનઘન થઈ ગયેલો તે સહજ શુદ્ધ આત્મસ્વરૂપને પામેલો ‘સહજાત્મસ્વરૂપ’ આત્મા સર્વથા અકર્તા પ્રતિભાસે છે.
સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, (૪૮૪), ૫૭૨
અને આવી તથારૂપ પરમ ઉદાસીન નિર્વિકલ્પ “વિજ્ઞાનઘન' તીવ્ર શાનદશાની જીવનમાં સાક્ષાત્, અમૃત અનુભવ કરનારા શ્રીમદ્ રાજચંદ્રજીના તેમના પરમાર્થસખા સૌભાગ્ય પરના અમૃત પત્રોમાં સહજ અનુભવોલ્ગાર છે કે -
“ચિત્ત ઉદાસ રહે છે.” “કારણકે વીતરાગતા વિશેષ છે, અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે.”
અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે.”
“અત્ર સમાધિ છે. પૂર્ણ શાને કરી યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભરે છે. પરમ સતનું ધ્યાન કરીએ હૈયે. ઉદાસપણું વર્તે છે.”
ચોતરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તો પરમજ્ઞાની વિના થવી વિકટ છે, અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચય રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છઈએ અને તેવો અનુભવ છે.”
ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે.” અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે.”
“અમને તો એવી જંજાલ વિષે ઉદાસીનપણું વર્તે છે, અમારે વિષે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મને મળવા દેતો નથી.” ઈત્યાદિ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૩૫, ૨૪૮, ૨૭૦, ૨૭૧, ૨૮૨, ૨૮૪, ૩૦૧
અને આવા પરમ “દુષ્કર દુષ્કર કારક' જ્ઞાની પુરુષની” આવી વિકટ જ્ઞાનદશાને અનુલક્ષીને જ કદાચ મહાજ્ઞાની આનંદઘનજી જેવા યોગી પુરુષે ગાયું હશે કે –
“ધાર તરવારની સોહલી દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.” - શ્રી આનંદઘનજી
પર પુગલ
જીવ
જુઓ: “અધ્યાત્મ રાજચંદ્ર” (સ્વરચિત) પ્રકરણ એકસઠમું ઉપાધિ મળે સમાધિ : અલૌકિક “રાધાવેધ
૫૮૬