________________
સમયસાર : આત્મખ્યાતિ
यस्य तु संसारावस्थायां जीवस्य वर्णादितादात्म्यमस्तीत्यभिनिवेशस्तस्य तदानीं स जीवो रूपित्वमवश्यमवाप्नोति । रूपित्वं च शेषद्रव्यासाधारणं कस्यचिद् द्रव्यस्य लक्षणमस्ति । ततो रूपित्वेन लक्ष्यमाणं यत्किंचिद्भवति स जीवो भवति । रूपित्वेन लक्ष्यमाणं पुद्गलद्रव्यमेव भवति । एवं पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति न पुनरितरः कतरोपि ।
तथा च सति मोक्षावस्थायामपि नित्यस्वलक्षणलक्षितस्य द्रव्यस्य सर्वास्वप्यवस्थास्वनपावित्वादनादिनिधनत्वेन पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति न पुनरितरः कतरोपि ।
तथा च सति तस्यापि पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावात् भवत्येव जीवाभावः ॥ एवमेतत् स्थितं यद्वर्णादयो भावा न जीव इति ॥ ६३ ॥६४॥
આત્મખ્યાતિ ટીકાર્થ
અને જેને સંસાર અવસ્થામાં જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય છે એવો અભિનિવેશ છે, તેના અભિપ્રાયે ત્યારે તે જીવ રૂપિપણાને અવશ્ય પામે છે અને રૂપિપણું - શેષ દ્રવ્યને અસાધારણ એવું કોઈ દ્રવ્યનું લક્ષણ છે. તેથી રૂપિપણાથી લક્ષ્યમાણ જે કંઈ હોય છે, તે જીવ હોય છે, રૂપિપણાથી લક્ષ્યમાણ તો પુદ્ગલ દ્રવ્ય જ હોય છે. એમ પુદ્ગલ દ્રવ્ય જ સ્વયં જીવ હોય છે, નહિ કે ઈતર કોઈ
પણ.
અને તેમ સતે, મોક્ષ અવસ્થામાં પણ, નિત્ય સ્વલક્ષણથી લક્ષિત દ્રવ્યના સર્વ અવસ્થાઓમાં અનપાયિપણાને લીધે અનાદિ નિધનપણાએ કરીને, - પુદ્ગલદ્રવ્ય જ સ્વયં જીવ હોય છે, નહિ કે ઈતર કોઈ પણ.
-
અને તેમ સતે, તેના અભિપ્રાયે પણ પુદ્ગલોથી ભિન્ન એવા જીવદ્રવ્યના અભાવને લીધે જીવ અભાવ હોય જ છે.
એમ આ સ્થિત છે કે વર્ણાદિ ભાવો જીવ નથી. ૬૩, ૬૪
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જડ ને આત્મા તન્મયપણે થાય નહિ, સુતરની આંટી કાંઈ સુતરથી જૂદી નથી. પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે. જો કે સુતર ઘટે નહીં ને વધે નહીં તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩) ૯૫૭ (ઉપદેશ છાયા)
“વર્ણરસ ગંધ કરસ વિણ,
ભોક્તા નિજ ગુણ વ્યૂહ..'' - શ્રી સુપાર્શ્વ.- શ્રી દેવચંદ્રજી
હવે કોઈ એમ કહેશે કે ભલે જીવનું વર્ણાદિ સાથે બધી અવસ્થામાં તાદાત્મ્ય મ હો, પણ સંસાર અવસ્થામાં તો તે તાદાત્મ્ય છે. આમ જેને અભિનિવેશ - દુરાગ્રહ છે, તેને પણ આગલી ગાથામાં કહેલો જીવ અભાવરૂપ દોષ લાગુ પડે છે. તે આત્મખ્યાતિકાર'જીએ નિષ્ઠુષ યુક્તિથી (Logic) સ્પષ્ટ વિવરી દેખાડ્યો છે અને તેનો આશયાર્થ આ પ્રકારે -
संसारावस्थायां
સંસાર અવસ્થામાં જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય-તાદાત્મકપણું છે એવો
w
હાનિ પામવાપણાને લીધે ગાવિનિધનવેન્ - અનાદિ નિધનપણાએ - અનાદિ અનંતપણાએ કરીને પુıતદ્રવ્યમેવ સ્વયં નીવો મતિ - પુદ્ગલ દ્રવ્ય જ સ્વયં જીવ હોય છે, 7 પુનરિતđરોપિ - નહિ કે ઈતર - બીજો કોઈ પણ.
તથા ૬ સતિ - અને તેમ સતે તસ્યાપિ - તેને પણ પુત્તેો મિત્રસ્ય ઝીવદ્રવ્વસ્થામાવાત્ - પુદ્ગલોથી ભિન્ન એવા જીવદ્રવ્યના અભાવને લીધે મવત્યેવ નીવામાવઃ - જીવનો અભાવ હોય જ છે.
છ્યું - એમ તત્ સ્થિતં - આ સ્થિત છે થવું વળયો માવા ન નીવ કૃતિ - કે વર્ણાદિ ભાવો જીવ નથી. ।। તિ ‘આત્મજ્ઞાતિ' ગાભમાવના ||૬૩૬૪||
૪૨૬