________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૬૯-૭૦
દૃષ્ટાંત (વૈધર્મ્સથી)
આ આત્મા, તાદાત્મ્યસિદ્ધ સંબંધવાળા આત્મા અને જ્ઞાનનો અવિશેષને લીધે - બીન તફાવતને લીધે ભેદ નહિ દેખતાં, અવિશંકપણે ‘આત્મતાથી' - આત્માપણાથી શાનમાં વર્તે છે; અને ત્યાં - શાનમાં વર્તતો તે જાણે છે. શાને લીધે ? જ્ઞાનક્રિયાના સ્વભાવભૂતપણાએ કરી અપ્રતિષિદ્ધપણાને લીધે નિષેધ નહિ કરાયાપણાને લીધે. તેમ, દાતિક સંયોગસિદ્ધ સંબંધવાળા આત્મા અને ક્રોધાદિ આસવનો સ્વયં-પોતે અજ્ઞાને કરી વિશેષ - તફાવત નહિ જાણતા જ્યાં લગી ભેદ નથી દેખાતો, ત્યાં લગી આ આત્મા અશંકપણે ‘આત્મતાથી’ આત્માપણાથી ક્રોધાદિમાં વર્તે છે; અને ત્યાં - ક્રોધાદિમાં વર્તતો તે ક્રોધે છે, રંજે છે અને મોહે છે. શાને લીધે ? ક્રોધાદિ ક્રિયાઓનું પરભાવભૂતપણાને લીધે પ્રતિષિદ્ધપણું - નિષેધ કરાયાપણું છતાં સ્વભાવભૂતપણાના અધ્યાસને લીધે. આમ આ આત્મા ક્રોધાદિ કરે છે, તેમાં જે આ આત્મા છે તે કર્તા છે અને ક્રોધાદિ છે તે કર્મ છે. કેવો છે આ કર્તા ? ‘સ્વયમજ્ઞાનમવને વ્યાપ્રિયમાણ:' ‘સ્વયં’ પોતે અજ્ઞાન ભવનમાં’ - અજ્ઞાન હોવામાં - થવામાં અજ્ઞાનપરિણમનમાં વ્યાપ્રિયમાણ’ પ્રવર્તી રહેલો પ્રતિભાસે છે
=
જેમ
-
-
અજ્ઞાનજન્ય કર્તૃકર્મ પ્રવૃત્તિ અને તેથી જ બંધ
-
દીસે છે
- જણાય છે એવો. અજ્ઞાન ભવનમાં કેવી રીતે વ્યાપ્રિયમાણ, ‘જ્ઞાનભવન માત્ર’
-
જ્ઞાન હોવા - થવા માત્ર - કેવલ જ્ઞાનપરિણમન માત્ર સહજ - સ્વભાવભૂત ઉદાસીન અવસ્થાના ત્યાગે કરીને અને કેવું છે તે કર્મ ? જ્ઞાનમવનવ્યાપ્રિયમાત્વો મિત્ર જ્ઞાનભવન વ્યાપ્રિયમાણઓથી જ્ઞાન હોવામાં પ્રવર્તમાનપણાઓથી ભિન્ન . જૂદું એવું ‘ક્રિયમાણપણે' કરાઈ રહ્યાપણે કરાતું હોવાપણે અંતરમાં ઉત્ખવતું - એકદમ ઊઠતું પ્રતિભાસે છે - દીસે છે - જણાય છે એવું, વિમાળત્વેનાંતરુત્ત્તવમાનું । આવા આ કર્તા-કર્મપણે એમ ઉક્ત પ્રકારે આ અનાદિ ‘અજ્ઞાનની' - અજ્ઞાન થકી જન્મેલી કર્તાકર્મપ્રવૃત્તિ છે; અને એમ આ આત્માને સ્વયં અજ્ઞાનને લીધે - કર્તૃકર્મભાવથી ક્રોધાદિમાં વર્તતાં, તે જ ક્રોધાદિ પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને સ્વયમેવ - સ્વયં જ – આપોઆપ જ પરિણમતું એવું પૌદ્ગલિક કર્મ સંચય - સંગ્રહ પામે છે. એમ જીવનો અને પુદ્ગલનો પરસ્પર - એકબીજાને અવગાહ અવકાશ આપવા રૂપ લક્ષણવાળો સંબંધાત્મક બંધ સિદ્ધ થાય; અને તે કેવો છે ? અનેકાત્મક એક સંતાનપણાએ કરી જેણે ઈતરેતરાશ્રય દોષ અન્યોન્યાશ્રય દોષ નિરસ્ત કર્યો છે
દૂર ફગાવી દીધો છે. એવો તે કર્તાકર્મપ્રવૃત્તિનું નિમિત્ત એવા અજ્ઞાનનું નિમિત્ત છે, ર્મપ્રવૃત્તિનિમિત્તસ્યાજ્ઞાનસ્થ નિમિત્તે અમૃતચંદ્રજીની આ પરમાર્થગંભીર વ્યાખ્યાની હવે વિશેષ વિચારણા કરીએ -
-
-
-
-
-
૪૫૭
-
આત્મા અને જ્ઞાનનો તાદાત્મ્યસિદ્ધ સંબંધ (Identity) છે, આત્મા તે જ્ઞાન ને શાન તે આત્મા એમ પરસ્પર વ્યાપ્ય વ્યાપક ભાવરૂપ તાદાત્મક તદાકાર (Identical) આત્મા-શાનનો તાદાત્મ્ય સંબંધ :સંબંધ સુનિશ્ચિત છે. એટલે આત્મા અને જ્ઞાનનો અવિશેષ છે, અભેદ છે, જ્ઞાન-ક્રિયા સ્વભાવભૂત વિશેષ અંતર તફાવત નથી. આમ तादात्म्यसिद्ध संबंधयोरात्मज्ञानयोरविशेषांद् તાદાત્મ્ય સંબંધ જેનો સિદ્ધ છે એવા આત્મા અને જ્ઞાનનો અવિશેષને લીધે ભેદ નહિ દેખતો આ આત્મા અવિશંકપણે બેધડક પણે - આત્મતાથી - આત્માપણે (પોતા પણે) જ્ઞાનમાં વર્તે છે, સવિશંમાત્મતયા જ્ઞાને વર્તતે; અને શાનમાં વર્તતો તે જાણે છે, કારણકે જાણપણારૂપ જે જ્ઞાનક્રિયા (Process of knowledge) છે એ તો આત્માની સ્વભાવભૂત છે અને સ્વભાવનો તો કોઈ કાળે નિષેધ થાય નહિ, ના પાડી શકાય નહિ, એટલે જ્ઞાનક્રિયાયાઃ સ્વમાવભૂતત્વેનાપ્રતિષિદ્ધત્વાત્ - જ્ઞાનક્રિયાના સ્વભાવભૂતપણાએ કરી અપ્રતિષિદ્ધપણાને લીધે નહિ નિષેધી શકાવાપણાને લીધે આત્મા જાણપણારૂપ જ્ઞાનક્રિયા અનિવારિતપણે અવશ્ય કરે જ છે.
-
-
-
=
આથી ઉલ્ટું આત્મા અને ક્રોધાદિ આસ્રવનો સંયોગસિદ્ધ સંબંધ છે, સંયોગથી (Association) માત્ર સિદ્ધ થયેલો સંબંધ છે, પણ તાદાત્મ્ય (Identity) સંબંધ નથી. અર્થાત્ આત્મા તે ક્રોધાદિ નથી અને ક્રોધાદિ તે આત્મા નથી, આત્મા તે આત્મા છે ને ક્રોધાદિ તે ક્રોધાદિ છે, એમ બન્ને પૃથક્ પૃથક્