________________
સમયસાર : આત્મખ્યાતિ
‘એવું જે’ પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.’’
‘મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે. ઈ.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૫૮, ૩૦૦ આમ આત્મામાં જ નિશ્ચલ અવસ્થિત થઈ, આત્માને જ અનુભવતો હું, આત્મામાં ઉત્કૃવતા એકદમ ઠેકડો મારીને કૂદી પડતા - ઊઠતા આ સર્વેય ભાવોને ખપાવું છું, આ સર્વ વિભાવ ભાવો જે સ્વ અજ્ઞાનને લીધે આત્મામાં ઉત્લવે છે કૂદી પડે છે, તે સર્વને ખતમ કરૂં છું, એવો દૃઢ આત્મ નિશ્ચય કરૂં છું.
66
વ્હાણ મૂક્યું છે એવા સમુદ્રાવર્ત્તનું દૃષ્ટાંત : નિર્વિકલ્પ વિશાનધનભૂત આત્માની શોઘ્ર
આસવ નિવૃત્તિ
-
" क्षीयतेऽत्रैव रागादिस्तत्त्वतो मां प्रपश्यतः ।
વોધાત્માનં તતઃ રુચિ મે શત્રુર્ન ૨ પ્રિયઃ ॥’' - શ્રી સમાધિ શતક
એમ આત્મામાં નિશ્ચય કરી, અકલ્પિત - અચલિત - અમલ એવા આત્માને આલંબતો સતો, વિજ્ઞાનઘનભૂત એવો આ પ્રગટ આત્મા આસ્રવોમાંથી શીઘ્ર જ નિવર્તે છે, ઝપાટાબંધ જ પાછો વળે છે. અત્રે સમુદ્રઆવર્તનું દૃષ્ટાંત ઘટે છે. જેમ સમુદ્રના આવર્તે-વમળે વ્હાણને લાંબો વખત પકડી રાખ્યું હોય, પણ તે જેવું છોડે કે તરત જ છૂટી જાય છે; તેમ આ આત્મા પણ અનાદિના સંગ્રહેલા - પકડેલા અનંત વિકલ્પ પણ છોડે ત્યારે તરત જ છૂટી જાય છે. છોડે તો છૂટે, ન છોડે તો ન છૂટે, પકડે તો પકડાય - ન પકડે તો ન પકડાય, પકડી રાખે તો પકડાઈ જ રહે. આમ સમુદ્ર આવર્તની પેઠે સમસ્ત વિકલ્પને ઉદ્વાંત કરી, વમી નાંખી, અચલ અમલ એવા પરમાર્થસત્ આત્માને આલંબતો સતો, વિજ્ઞાનઘન થયેલો આ આત્મા સર્વ આસ્રવોથી તત્ક્ષણ જ પાછો વળે છે. ક્રોડો વર્ષનું સ્વપ્ર હોય, પણ તે જાગ્રત થતાં ભેગું જ સમાઈ જાય છે, તેમ અનાદિનો વિભાવ પણ જ્ઞાન થતાં તત્ક્ષણ જ દૂર થાય છે.
છોડ દિયા સો છૂટ ગયા, પકડ લિયા સો પકડ ગયા. - (સ્વ રચિત)
શાન
દર્શનમય
‘કોટિ વર્ષનું સ્વપ્ર પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.'' - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૪
આકૃતિ
અહં
એક
શુદ્ધ
નિર્મમ
તત્રસ્ય
તચ્ચિત
સ્વ જીવ
હ
-
૪૭૮
પર
પુદ્દગલ
-
આસવો
ક્રોધાદિ