________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૪
નથી, પણ હારથી જ - બહારનો હાર રહીને જ તે કર્મ કરે છે અને તેથી ઉપજતી સુખ દુઃખ પરિણતિ અનુભવે છે. એટલે અંતર વ્યાખવ્યાપકભાવરૂપ તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાથી પગલદ્રવ્ય જ કર્મનો કર્તા-ભોક્તાં છે, છતાં આ અંતર્ગત તત્ત્વ વૈજ્ઞાનિક દૃષ્ટિનું જેને ભાન નથી અથવા અજ્ઞાનથી જે ઉપેક્ષા કરે છે અને બાહ્ય દૃષ્ટિથી જ જે દેખે છે, એવા અજ્ઞાનીજનો જીવ કર્મનો કર્તા-ભોક્તા છે એવો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર કરે છે.
તાત્પર્ય કે – જેમ કુંભકાર વાસ્તવિક રીતે કુંભ કરતો નથી તેમજ અનુભવતો નથી, પણ તે કુંભ કરે છે ને અનુભવે છે, એવો લોકોનો અનાદિરૂઢ વ્યવહાર છે, તેમ જીવ વાસ્તવિક રીતે પુદ્ગલકર્મ
કરતો નથી તેમજ અનુભવતો નથી, પણ તે કર્મ કરે છે ને અનુભવે છે, અશાનને લીધે જીવ એવો અજ્ઞાનીજનોનો અનાદિ પ્રસિદ્ધરૂઢ વ્યવહાર છે અને એટલે જ કર્તા-ભોક્તા ઉપરોક્ત તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાનું જેને ભાન નથી એવા અજ્ઞાનીજનો જ
અજ્ઞાનને લીધે બહિરુ વ્યાપક થઈ પુગલકર્મ સંભવને અનુકૂળ મોહ-રાગ-દ્વેષાદિક વૈભાવિક આત્મપરિણામ કરતા રહે છે અને તેના ફલરૂપ પુદ્ગલકર્મવિપાકથી પ્રાપ્ત થતા વિષયોની સન્નિધિથી સુખદુઃખ પરિણતિ અનુભવ્યા કરે છે, પણ જેને ઉક્ત તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાનું પૂરેપૂરું જ્ઞાન છે એવા જ્ઞાનીજનો તો તેમ કરતા નથી, અર્થાતુ પુદ્ગલકર્મના સંભવને અનુકૂળ એવા મોહ-રાગ-દ્વેષાદિ વૈભાવિક આત્મપરિણામ કરતા નથી, તેમજ પુદ્ગલકર્મ વિપાકજનિત વિષય પ્રાપ્તિથી સુખદુઃખ પરિણતિ અનુભવતા નથી.
આકૃતિ
મૃત્તિકા
અંતર વ્યાપ્ય વ્યાપક ભાવથી કત્ત ભાવ્ય - ભાવક ભાવથી ભોક્તા
કળશ
પુદ્ગલ દ્રવ્ય
અંતરૂ વ્યાપ્ય વ્યાપક ભાવથી કિર્તા ભાવ્ય - ભાવક ભાવથી ભોક્તા
કમ
કુંભકાર
બહિરૂ
કળશ
બહિરુ વ્યાપ્ય વ્યાપક ભાવથી
જીવ (અજ્ઞાની)
કર્તા
પુદ્ગલ
વ્યાપ્ય વ્યાપક
ભાવ ભાગ્ય ભાવક.
ભાવ
કર્મ
ભાવ્ય ભાવક ભાવથી ભોક્તા
અનાદિ રૂઢ લોક વ્યવહાર
અનાદિ પ્રસિદ્ધ અજ્ઞાની વ્યવહાર
આ અંગે ઉપાદાન-નિમિત્તની સમ્યક તત્ત્વમીમાંસા કરતા અને અપૂર્વ પુરુષાર્થની જાગૃતિ પ્રેરતા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે –
કોઈ હીન પુરુષાર્થી વાતો કરે કે ઉપાદાન કારણનું શું કામ છે? પૂર્વે અશોચ્યા કેવલી થયા છે.
૫૨૫