________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃતચંદ્રજીએ શાર્દૂલવિક્રીડિતની વીર ગર્જના કરતો આ કલશ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે - ‘માસંસારત ઇવ’ - આસંસારથી જ, જ્યારથી આસંસાર છે ત્યારથી જ - અને આ સંસારની આદિ તો છે નહિ એટલે અનાદિથી જ અહીં - આ લોકને વિષે “નોદિનાં' - મોહીઓનું હું પરને કરૂં - “ જૂર્વેડરું . એવું ખરેખર ! “દુર્વાર' - વારવું દુષ્કર મહાલંકાર રૂપ તમસ - ‘દુર નનું મહદંશારરૂપ તમ:' - અત્યંત વેગે દોડી રહ્યું છે - “વાવતિ ૩:'. - તે સભૂતાર્થ પરિગ્રહથી – જે એકવાર વિલય પામી જાય – “સમૂતાઈરિગ્રહીન વિત્ત યક્રવાર વ્રને, તે જ્ઞાનઘન આત્માને પુનઃ બંધન શું હોય ખરું ? - ‘ત જ્ઞાનની વંધનમદો મૂયો ભવેત્મનઃ ?' ' અર્થાતુ - વસ્તુસ્વરૂપના અજ્ઞાનને લીધે પરમાં આત્મબુદ્ધિરૂપ કે આત્મામાં પરબુદ્ધિરૂપ મોહ જેને વર્તે છે, સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી પરવસ્તુમાં મુંઝાઈ જવા રૂપ - ગૂંચવાઈ જવારૂપ મોહ જેને વર્તે છે, એવા મોહમૂઢ મોહવંત “મોહી' જીવોને, આ સંસારથી માંડીને - અનાદિથી જ, “પરને હું કરૂં” એવું મહાહંકારરૂપ “તમસ' - ગાઢ અંધકારપટલ એટલા જોરશોરથી અત્યંત વેગથી આત્મપ્રદેશોમાં દોડી રહ્યું છે, કે તે રોક્યું રોકાય નહિ - વાયુ વરાય નહિ એવું ખરેખર ! “દુર્વાર' છે. “પરને હું કરૂં' એવો
આ અહંકાર છે તે “મહા' છે, મહાનુ છે, બીજા બધા અહંકાર, કરતાં મોટો છે. અખિલ બ્રહ્માંડમાં પ્રત્યેક અજ્ઞાની મોહમૂઢ જીવને નાના પ્રકારના અનંત અહંકાર હોય છે, તે બધા અહંકાર કરતાં બ્રહ્મ'ને ખાઈ જનારો - ભક્ષી જનારો આ અહંકાર - બ્રહ્મરાક્ષસ બૃહતુ છે, એટલા માટે તે “મહા” છે, અથવા બીજા બધા અહંકાર આ “પર હું કરૂં' એ મૂલ અહંકારના અંગભૂત હોઈ એ અહંકારમાં સમાઈ જાય છે, એટલે પણ તે “મહા' છે. બીજા બધા અહંકાર આ મહા અહંકારમાંથી જ ઉદ્ભવ પામે છે, આ મહા અહંકાર જ બીજા બધા અહંકારનું મૂળ - પ્રભવસ્થાન - આશ્રય સ્થાન - અધિષ્ઠાન છે, “પર હું કરૂં” એ આ મહાઅહંકાર જ બીજા બધા અહંકાર સંતાનોનો જનક પિતા છે. આવો આ અનાદિનો ગાઢ જામી ગયેલો મહાઅહંકાર - અંધકાર, “સદૂભૂતાર્થ પરિગ્રહથી' - જેમ સ્વરૂપ અસ્તિત્વપણે સદૂભૂત અર્થ છે તેના પરિગ્રહથી - સર્વથા ગ્રહણથી જે એકવાર વિલય પામી જાય, નાશ પામી જય, ઓગળી જાય, તો પછી સર્વ પ્રદેશે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન એવો જે નક્કર જ્ઞાનમય જ્ઞાનઘન' આત્મા છે, તેને અહો ! મુમુક્ષુઓ ! ફરી બીજીવાર બંધન હોય ખરૂં ? ન જ હોય, ન જ હોય.
૫૪૨